Home /News /madhya-gujarat /

અમદાવાદમાં ડબલ મર્ડરની ઘટના, ધનતેરસના દિવસે લૂંટના ઇરાદે વૃદ્ધ દંપતીની હત્યા

અમદાવાદમાં ડબલ મર્ડરની ઘટના, ધનતેરસના દિવસે લૂંટના ઇરાદે વૃદ્ધ દંપતીની હત્યા

અમદાવાદમાં લૂંટના ઇરાદે વૃદ્ધ દંપતીની હત્યા

Double murder in Ahmedabad - ડબલ મર્ડરની ઘટનાના કારણે સોસાયટી સહિત સમગ્ર વિસ્તારમાં હાલ ડરનો માહોલ

    અમદાવાદ : ધનતેરસના (Dhanteras)દિવસે અમદાવાદમાં ડબલ મર્ડરની (Double murder in Ahmedabad)ઘટના સામે આવી છે. ઘાટલોડિયામાં (Ghatlodia)પારસમણી એપાર્ટમેન્ટમાં સાંજના સમયે એકાકી રહેતા વૃદ્ધ દંપતીને તીક્ષણ હથિયારના ઘા ઝીંકીને આરોપીઓ લૂંટ કરી ફરાર થઈ ગયા છે. મૃતક દયાનંદ સુબરાવ સાનભરા (ઉ.વ. 90) અને તેમના પત્ની વિજયાલક્ષ્મી (ઉ.વ. 80) આ ફ્લેટમાં રહેતા હતા

    દયાનંદ અને વિજયાલક્ષ્મી નામના દંપતી પારસમણી ફલેટમાં K બ્લોકના 11નંબરમાં રહેતા હતા. મૃતક દંપતીનો દીકરો અડાલજમાં રહે છે અને પૌત્રી દિવાળીને લઇને ખરીદી કરવા ગયા હતા તે સમયનો લાભ ઉઠાવી અજાણ્યા શખ્સો લૂંટના ઈરાદે આવે છે અને બંનેની હત્યા (murder)કરી લૂંટ કરી છૂમંતર થઈ જાય છે.

    આ પણ વાંચો - અમદાવાદમાં એન્ટ્રી કરવા 100 રૂપિયાની લાંચ માંગતો હતો હોમગાર્ડ, આવી રીતે આવ્યો પકડમાં

    ડબલ મર્ડરની ઘટનાના કારણે સોસાયટી સહિત સમગ્ર વિસ્તારમાં હાલ ડર જોવા મળી રહ્યો છે. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર મર્ડર અને લૂંટની ઘટના રેકી કરી થઈ હોવાનું અનુમાન છે. કારણ કે એકલતાનો લાભ લઈ વૃદ્ધ દંપતીની હત્યા કરી દેવામાં આવી છે. તેમનો ફ્લેટ સોસાયટીની વચ્ચોવચ આવેલા છે.

    ઘટનાની જાણ પોલીસને કરવામાં આવતા મોટી સંખ્યામાં અધિકારીઓ સહિતનો કાફલો સોસાયટી દોડી આવ્યો હતો. મૃતદેહોને ફોરેન્સિક તપાસ માટે ખસેડવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી . આ માટે FSLની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. પોલીસ આસપાસના લોકોની પણ પૂછપરછ કરી રહી છે. સોસાયટીની બહાર અને અંદર કઈ કઈ જગ્યાએ સીસીટીવી છે તેની પણ તપાસ કરવામાં આવી રહી છે.

    આ પણ વાંચો - અમદાવાદ : 27 વર્ષના શખ્સે તેનાથી અડધી ઉંમરની છોકરી સાથે હાય હેલ્લો કર્યું, હોટલમાં લઈ ગયો અને પછી...

    તિજોરી-કબાટમાં લૂંટ કરીને દંપતીની હત્યા કરાઇ હોવાનું પ્રાથમિક તપાસમાં દેખાઈ રહ્યું છે. હાલ તો પોલીસે હત્યાની ફરિયાદ લઈ આરોપીઓને પકડવાની દિશામાં કવાયત હાથ ધરી છે.

    દિવાળીના પર્વને લઇને શહેરમાં કાયદો અને વ્યવસ્થાની (law and order) પરિસ્થિતિ જળવાઈ રહે તે માટે શહેર પોલીસ (Ahmedabad police) દ્વારા આ દિવસોમાં સુરક્ષાને લઇને ખાસ એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો હોવાની વાત કરવામાં આવી હતી. પેટ્રોલિંગ, નાકા પોઇન્ટ ઉપરાંત સીસીટીવી કંટ્રોલ રૂમ (cctv control room) દ્વારા પણ ભીડ વાળા સ્થળો પર ચાંપતી નજર રાખવાની વાત થઇ હતી. આવા સમયે હત્યાની બે ઘટના સામે આવી છે.
    Published by:Ashish Goyal
    First published:

    Tags: Double murder, અમદાવાદ, હત્યા

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन