અમદાવાદ : હવે લગેજ કે પછી પાર્સલ રેલવે સ્ટેશન સુધી ઉંચકીને લઈ જવાની જરૂર રહેશે નહીં, જાણો કેમ

અમદાવાદ : હવે લગેજ કે પછી પાર્સલ રેલવે સ્ટેશન સુધી ઉંચકીને લઈ જવાની જરૂર રહેશે નહીં, જાણો કેમ
ડીઆરએમ દીપક કુમાર ઝા એ કહ્યું હતું કે ભારતીય રેલવેમાં આ સુવિધાનો પ્રારંભ થનાર અમદાવાદ પ્રથમ ડિવિઝન છે

ડીઆરએમ દીપક કુમાર ઝા એ કહ્યું હતું કે ભારતીય રેલવેમાં આ સુવિધાનો પ્રારંભ થનાર અમદાવાદ પ્રથમ ડિવિઝન છે

  • Share this:
અમદાવાદ : અમદાવાદ રેલવે સ્ટેશન પર ભારતીય રેલવેમાં પ્રથમ ડોર ટૂ ડોર લગેજ સેવા શરૂ કરાઇ છે. મુસાફરો માટે વિશેષ સુવિધા ઉભી કરાઈ છે. હવે લગેજ કે પછી પાર્સલ રેલવે સ્ટેશન સુધી ઉંચકીને લઈ જવાની જરૂર રહેશે નહીં. કારણે લગેજ કે પાર્સલ બુકીંગ કરાવી લો. ત્યાર બાદ ઘરેથી લગેજ કે પાર્સલ લઈ જશે અને નિર્ધારિત સમય પર જ્યાં પણ પહોંચાડવાનું હશે ત્યાં પહોંચી જશે. અમદાવાદ ડિવિઝનના ડીઆરએમ દીપક કુમાર ઝાએ ડોર ટૂ ડોર લગેજ/પાર્સલ સેવાની સુવિધાનો પ્રારંભ કરાવ્યો છે.

ડીઆરએમ દીપક કુમાર ઝા એ કહ્યું હતું કે ભારતીય રેલવેમાં આ સુવિધાનો પ્રારંભ થનાર અમદાવાદ ડિવિઝનએ પ્રથમ ડિવિઝન છે. આ સુવિધાના કારણે રેલવેને 4.5 લાખ રૂપિયાની પ્રતિ વર્ષે વધારાની આવક પ્રાપ્ત થશે. મુસાફરો તેમના ઘરેથી બૂક કરીને એમના ગંતવ્ય સ્ટેશન સુધી નિર્ધારિત સરનામાં પર લગેજ પહોચશે. તેમજ સામાન્ય પેમેન્ટ બેસિસ પર લગેજ સેનિટાઇઝિંગ તથા રેપિંગની સુવિધા ઉપલબ્ધ થશે. તેમજ રેલવે પર કાર્યરત કુલીને વધારાની આવક પ્રાપ્ત થશે.આ પણ વાંચો - સુરત : ગેરકાયદેસર ઝીંગા તળાવ પર સરકારનું બુલડોઝર, ભૂમાફિયાઓમાં ફફડાટ ફેલાયો

મુસાફરો સીધા એપ તથા વેબસાઇટના માધ્યમથી લગેજ બૂક કરી શકશે. તેમજ લગેજની ઓનલાઇન ટ્રેકિંગ થશે. એટલે કે લગેજ ઘરેથી નિકળ્યા બાદ ક્યાં છે તે પણ ટ્રેકિંગ કરી શકાશે. www.bookbaggage.com વેબસાઈટ પરથી બુક કરવી શકશે. અથવા તો bookbaggage એપથી પણ પાર્સલ અથવા લગેજ માટે બુકીંગ કરાવી શકાશે.
Published by:Ashish Goyal
First published:January 27, 2021, 18:10 pm

ટૉપ ન્યૂઝ