અમદાવાદની સેવાભાવી સંસ્થા દ્વારા સિવિલ હોસ્પિટલમાં કરાઇ દાનની સરવાણી

અમદાવાદની સેવાભાવી સંસ્થા દ્વારા સિવિલ હોસ્પિટલમાં કરાઇ દાનની સરવાણી
અમદાવાદની સેવાભાવી સંસ્થા દ્વારા સિવિલ હોસ્પિટલમાં કરાઇ દાનની સરવાણી

કોરોના મહામારીમાં સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે આવતા દર્દીઓની સ્વાસ્થ્યની દરકાર કરીને હોસ્પિટલના તમામ હેલ્થકેર વર્કસ દિવસ રાત રાઉન્ડ ધ ક્લોક કામગીરી કરી રહ્યા છે

  • Share this:
અમદાવાદ : કોરોનાની પ્રવર્તમાન સ્થિતિમાં સિવિલ હોસ્પિટલ સુપેરે કામગીરી કરી રહી છે. આ પરિસ્થિતિમાં સિવિલ હોસ્પિટલના કોરોના સેવાયજ્ઞમાં ઘણી સેવાભાવી સંસ્થાઓ જોડાઇને સિવિલ હોસ્પિટલના સ્ટાફથી લઇ સારવાર અર્થે આવતા દર્દીઓના પરિવારજનોને મદદરૂપ બની છે.

કોરોના મહામારીમાં સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે આવતા દર્દીઓની સ્વાસ્થ્યની દરકાર કરીને હોસ્પિટલના તમામ હેલ્થકેર વર્કસ દિવસ રાત રાઉન્ડ ધ ક્લોક કામગીરી કરી રહ્યા છે. તબીબો, નર્સિંગ, પેરામેડિકલ સ્ટાફની સાથે-સાથે સફાઇકર્મીઓ પણ આ કપરી પરિસ્થિતિમાં દાયિત્વ અદા કરી રહ્યાં છે. આ સેવાકર્મી સમા સફાઇ કર્મીઓના દાયિત્વને બિરદાવવા આજે અમદાવાદની સેવાભાવી સંસ્થા “જસ્ટ 100” દ્વારા સિવિલ હોસ્પિટલના સેવાકર્મીઓના પરિવારો માટે રાશન કીટનું વિતરણ કરવામાં આવ્યુ હતુ.



આ આરોગ્યકર્મીઓના પરિવારજનોને રાશનકીટ ઉપયોગી નીવડે તે હેતુસર આ સેવાભાવી સંસ્થા દ્વારા ઉમદુ કાર્ય કરવામાં આવ્યું છે. આ કીટમાં પાંચ કિલો ઘઉં, બે કિલો ચોખા, બે કિલો ખાંડ, એક લીટર તેલ, મગ દાળનો સમાવેશ કરવામાં આવ્યો હતો. જે હોસ્પિટલ સેવાભાવી સફાઈકર્મી પરિવારજનોને જીવન જરૂરિયાતની આવશ્યકતા પૂરી પાડશે. સિવિલ હોસ્પિટલમાં વર્ષોથી સિક્યુરીટી સેવા આપી રહેલી સલામતી સિકયુરીટી સંસ્થા દ્વારા સિવિલ હોસ્પિટલ સ્ટાફ મિત્રોને હોસ્પિટલમાં અવર જવરમાં અનુકુળતા અને સરળતા રહે તે માટે એક ઇકો વાનનું દાન કરવામાં આવ્યુ હતુ.

આ પણ વાંચો - હૈદરાબાદના 110 વર્ષના મહંત કોરોનાને માત આપનાર સૌથી વયસ્ક વ્યક્તિ બન્યા

આ પ્રસંગે સિવિલ હોસ્પિટલ સુપ્રિટેન્ડેન્ટના ધર્મપત્નીએ પણ આ સેવાભાવી સંસ્થા સાથે જોડાઈને સિવિલ હોસ્પિટલમાં દાનની સરવાણી કરી હતી. સિવિલ હોસ્પિટલ સુપ્રીન્ટેન્ડેન્ટ ડૉ. જે.વી.મોદી દ્વારા ઉક્ત બંને સેવાભાવી સંસ્થાના ઉમદા કાર્ય અને સમાજ પ્રત્યેના દાયિત્વને બિરાદાવીને તેમને આવકારવામાં આવ્યા હતા.

અમદાવાદ સિવિલ (Ahmedabad Civil) કેમ્પસમાં હાલ 296 જેટલા મ્યુકોરમાઇકોસીસ (Mucormycosis) ના દર્દીઓ સારવાર હેઠળ છે. દરરોજ 50 જેટલા નવા દર્દીઓ દાખલ થઈ રહ્યા છે. મ્યુકોરમાઇકોસીસ (Mucormycosis) ના દર્દીઓની સંખ્યામાં સતત વધારો થતાં સારવાર માટે સિવિલ કેમ્પસમાં વોર્ડમાં વધારો થઇ રહ્યો છે. અત્યાર સુધી સિવિલ કેમ્પસમાં 30 જેટલા દર્દીઓના મ્યુકોરમાઇકોસીસના કારણે મોત થયા છે. જેને લઇને સ્ટાફ દ્વારા રાત દિવસ મહેનત કરવામાં આવે છે.
Published by:Ashish Goyal
First published:May 14, 2021, 15:58 pm

ટૉપ ન્યૂઝ