ડોનાલ્‍ડ ટ્રમ્પ ગાંધી આશ્રમની મુલાકાત લેશે, ટ્રમ્પ-મોદીનો રોડ શો 22 કિ.મી. સુધીનો જ હશે

News18 Gujarati
Updated: February 23, 2020, 2:44 PM IST
ડોનાલ્‍ડ ટ્રમ્પ ગાંધી આશ્રમની મુલાકાત લેશે, ટ્રમ્પ-મોદીનો રોડ શો 22 કિ.મી. સુધીનો જ હશે
એરપોર્ટથી રોડશોનાં રૂટ પર સુરક્ષા કર્મીઓ નિરીક્ષણ કરીને સુરક્ષા સમીક્ષા કરવામાં આવી છે.

એરપોર્ટથી રોડશોનાં રૂટ પર સુરક્ષા કર્મીઓ નિરીક્ષણ કરીને સુરક્ષા સમીક્ષા કરવામાં આવી છે.

  • Share this:
અમદાવાદ : ડોનાલ્ડ ટ્રમ્પનાં અમદાવાદનાં રોડ શો માટે તંત્ર તડામાર તૈયારીઓમાં વ્યસ્ત છે. વરિષ્ઠ અધિકારીઓ રોડ શોની તૈયારીઓ પર નજર રાખી રહ્યા છે. 22 કિમી લાંબા રોડ શો દરમિયાન સમગ્ર રૂટ પર એક લાખ લોકો હાજર રહે તેવી સંભાવના છે. ત્યારે આજે SPGનાં IGP રાજીવ રંજન ભગતની અધ્યક્ષતામાં રોડ શોનું ગ્રાન્ડ રિહર્સલ થઇ રહ્યું છે. આ ગ્રાન્ડડ રિહર્સલમાં 100થી વધુ ગાડીઓનો કાફલો સમાવવામાં આવ્યો છે. GP, DIG,DGP,SPG અને NSGની એક ટીમ પણ રિહર્સલમાં જોડાઇ છે. ક્રાઇમ બ્રાન્ચ સહિત અન્ય એજન્સીઓ પણ રિહર્ષલમાં જોડાઇ હતી. એરપોર્ટથી રોડશોનાં રૂટ પર સુરક્ષા કર્મીઓ નિરીક્ષણ કરીને સુરક્ષા સમીક્ષા કરવામાં આવી છે. આ રૂટમાં ગાંધી આશ્રમને પણ સમાવી લેવામાં આવ્યો છે.

મ્યુનિસિપલ કમિશનર નહેરાએ ટ્વિટ કરી જણાવ્યું છે કે, મોદી અને ટ્રમ્પનો રોડ શો 22 કિલો મીટર સુધીનો જ રહશે. અમદાવાદની મુલાકાત દરમિયાન આવતીકાલે અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સાબરમતી આશ્રમની મુલાકાત લેશે.સાબરમતી આશ્રમનાં ટ્રસ્ટી અમૃત મોદીએ પુષ્ટિ કરી છે કે ડોનાલ્ડ ટ્રમ્પ ગાંધી આશ્રમની મુલાકાત લેશે. આમ ટ્રમ્પ અમદાવાદ આવશે અને સાબરમતી આશ્રમ નહીં જાય તે સંબંધે છેલ્લા ચારેક દિવસથી ચાલતા સસ્પેન્સનો અંત આવ્યો છે.
ડોનાલ્ડ ટ્રમ્પ 15 મિનિટ માટે ગાંધી આશ્રમ જશે આ મુલાકાત દરમિયાન તેઓ ગાંધીજીની પ્રતિમાને સુતરની આંટી પહેરાવશે અને હૃદયકુંજમાં ગાંધીજીના ચરખાને નિહાળશે. જો કે, ટ્રમ્પ રેંટિયો કાંતશે કે કેમ તેની હજી કોઈ સ્પષ્ટતા કરાઈ નથી.

આ પણ જુઓ :
First published: February 23, 2020, 2:37 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading