અમદાવાદઃ "તું કોઈની સાથે ભાગી જવાની છે, મોં કાળું કરાવવાની છે.." : માતાની ખબર કાઢવા જતી પત્ની પર પતિ વ્હેમાયો

અમદાવાદઃ "તું કોઈની સાથે ભાગી જવાની છે, મોં કાળું કરાવવાની છે.." : માતાની ખબર કાઢવા જતી પત્ની પર પતિ વ્હેમાયો
પતિ સહિતના લોકો તેની પર ખોટો શક વ્હેમ રાખી તેને હેરાન કરતા હતા. આ યુવતીનો પતિ તેનો પીછો કરતો અને ખાનગીમાં દેખરેખ પણ રાખવા લાગ્યો હતો.

પતિ સહિતના લોકો તેની પર ખોટો શક વ્હેમ રાખી તેને હેરાન કરતા હતા. આ યુવતીનો પતિ તેનો પીછો કરતો અને ખાનગીમાં દેખરેખ પણ રાખવા લાગ્યો હતો.

  • Share this:
અમદાવાદ: શહેરના પૂર્વ વિસ્તારમાં રહેતી એક પરિણીતાએ (married woman) તેના સાસરિયાઓ સામે ફરિયાદ નોંધાવી છે. લગ્નના (marriage) શરૂઆત ના સમયથી જ સાસરિયાઓ એ આ મહિલાને ત્રાસ (domestice violence) આપવાનું હતું. મહિલાની માતાને કેન્સર (Mother cancer) હોવાથી તેની સારવાર માટે અને ખબર કાઢવા જાય તો પતિ શંકાઓ કરતો અને તેનો પીછો કરી તેની જાસૂસી કરતો અને કહેતો કે "તું કોઈની સાથે ભાગી જવાની છે, મો કાળું કરાવવાની છે" આટલું જ નહીં પરિણીતાએ બાળકને જન્મ આપ્યો તો પતિએ બાળક કોઈનું હોવાનું કહી તેની પાસે બાળકના હક માંગવાની વાત કરતા આખરે કંટાળીને મહિલાએ પોલીસ ફરિયાદ (police complaint) નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી છે.

વસ્ત્રાલમાં રહેતી 29 વર્ષીય યુવતીના વર્ષ 2017માં લગ્ન થયા હતા.લગ્નના ત્રણેક માસ સુધી સાસરિયાઓ એ આ યુવતીને સારી રિતે રાખી પણ બાદમાં તેની સાથે નાની મોટી કામની બાબતોમાં ત્રાસ આપવાનું શરૂ કર્યું હતું. આ યુવતીની માતાને ચોથા સ્ટેજનું કેન્સર હોવાથી તેની સારવાર માટે ત્યાં જાય તો પતિ સહિતના લોકો તેની પર ખોટો શક વ્હેમ રાખી તેને હેરાન કરતા હતા.આ યુવતીનો પતિ તેનો પીછો કરતો અને ખાનગીમાં દેખરેખ પણ રાખવા લાગ્યો હતો. જ્યારે યુવતી ઘરે આવે ત્યારે તું કોઈની સાથે ભાગી જવાની છે, મો કાળું કરાવવાની છે કહી માનસિક ત્રાસ આપી નોકરાણી જેવો વ્યવહાર કરતા હતા. વર્ષ 2019 માં આ યુવતીની માતાનું અવસાન થયા બાદ જ્યારે યુવતી ગર્ભવતી થઈ ત્યારે સાસરિયાઓ ખુશ ન હતા.

આ પણ વાંચોઃ-વાપીનો યુવક અને મહારાષ્ટ્રની મહિલા બાઈક ઉપર કરી રહ્યા હતા 'આવું' કામ, પોલીસે રંગેહાથે પકડ્યા

આ પણ વાંચોઃ-કરુણ ઘટના! રાજકોટઃ લગ્નના ચાર દિવસ બાદ નવવધૂએ કરી આત્મહત્યા, મહેંદીનો ઉડે તે પહેલા જ જીવન ટૂંકાવ્યું

સાસરિયાઓ આ યુવતીનું ધ્યાન રાખવાની જગ્યાએ તેની પાસે વધુ ને વધુ કામ કરાવતા હતા. આ બાબતોથી કંટાળી યુવતીએ તેના પિતાને બોલાવતા યુવતીના સાસરિયાઓ એ યુવતીના પિતાને કહ્યું કે તમારી દીકરી કુસંસ્કારી છે અમારે ઘરમાં જોઈએ નહીં તેને લઈ જાવ નહિ તો અમે કાઢી મુકીશું. જેથી યુવતીને તેના પિતા લઈ ગયા હતા.

આ પણ વાંચોઃ-હૃદયદ્રાવક ઘટના! 'મારા પતિને બચાવી લો' કોરોનાથી પતિનું મોત થતાં પ્રેમલગ્ન કરાર પ્રોફેસર પત્નીની આત્મહત્યા

આ પણ વાંચોઃ-કરુણ ઘટના! કાળમુખો કોરોના ભાઈ-બહેનને ભરખી ગયો, ભાઈએ લગ્નના દિવસે જ લીધા અંતિમશ્વાસ

બાદમાં યુવતીના ભાઈએ તેને સમજાવી પાછી સાસરે મોકલી હતી. જ્યાં સાસરિયાઓ એ ભેગા મળી યુવતીને માર મારી રૂમમાંથી બહાર કાઢી વાળ પકડી ખેંચીને ઘરમાં નીચે લાવ્યા અને તારા બાપના ત્યાં રોટલા ખૂટી પડ્યા કે અહીંયા આવી તેમ કહી અપમાન કર્યું હતું.

બાદમાં યુવતીએ પુત્રને જન્મ આપતા પતિએ ફોન કરીને કહ્યું કે આ બાળક મારું નથી હું તેને કોઈ હક આપીશ નહિ જેનું આ બાળક હોય તેની પાસે હક માગજે, છૂટાછેડા આપી દે. જેથી આ બાબતોથી કંટાળીને યુવતીએ સાસરિયાઓ સામે રામોલમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી છે.
Published by:ankit patel
First published:May 01, 2021, 00:15 am

ટૉપ ન્યૂઝ