Home /News /madhya-gujarat /

Ahmedabad: પતિ હુક્કા અને સિગારેટના ધુમાડા પત્નીના મો પર ઉડાડતો, બીજી યુવતી સાથે પ્રેમ કરે છે, પત્નીની ફરિયાદ

Ahmedabad: પતિ હુક્કા અને સિગારેટના ધુમાડા પત્નીના મો પર ઉડાડતો, બીજી યુવતી સાથે પ્રેમ કરે છે, પત્નીની ફરિયાદ

પ્રતિકાત્મક તસવીર

Ahmedabad crime news: પતિ (husband) અવાર નવાર પોલીસ ફરિયાદ (police complaint) કરવાનું પત્નીને કહેતો અને બાદમાં પોલીસ તેનું કઈ ઉખાડી નહિ શકે તેવી ધમકીઓ પણ આપતો હતો.

અમદાવાદ: અમદાવાદ શહેરમાં (Ahmedabad city) રહેતી એક મહિલાએ તેના પતિ અને સાસરિયાઓ સામે ફરિયાદ (in laws complaint) નોંધાવી છે. લગ્ન બાદથી જ તેના સાસરિયાઓ તેની પાસે દહેજ માંગી (dowry case) ત્રાસ આપતા હતા. આટલું જ નહીં મહિલાનો પતિ કહેતો કે લગ્નથી તે ખુશ નથી કેમકે આ લગ્ન તેના માતા પિતાની મરજીથી થયા હતા તેની મરજીથી નહિ. પતિ અવાર નવાર પોલીસ ફરિયાદ (police complaint) કરવાનું પત્નીને કહેતો અને બાદમાં પોલીસ તેનું કઈ ઉખાડી નહિ શકે તેવી ધમકીઓ પણ આપતો હતો. બીજીતરફ પતિ તેના ઘરમાં રૂમ બંધ કરી હુક્કા અને સિગારેટ (Hookah and cigarettes) પી ધુમાડા પત્નીના મોઢા પર ઉડાવી ત્રાસ આપતો હતો. સમગ્ર મામલે ત્રણ વાર તલાક (triple talaq) કહેનાર પતિ સામે પોલીસ ફરિયાદ થતા પોલીસે તપાસ શરૂ કરી છે.

અમદાવાદના રખિયાલમાં રહેતી 22 વર્ષીય યુવતીના લગ્ન વર્ષ 2021માં થયા હતા. યુવતીનો પતિ સીસીટીવી કેમેરાની (CCTV cameras) દુકાન ધરાવી વેપાર કરતો હતો. લગ્નના એક માસ બાદ જ તેના પતિએ કહ્યું કે આ લગ્ન તેના માતા પિતાની મરજીથી થયા છે. લગ્નથી તે ખુશ નથી કેમકે મરજી વિરુદ્ધ થયા હતા. આટલું જ નહીં યુવતીના પતિએ કહ્યું કે તે બીજી યુવતીને પ્રેમ કરે છે અને તેની સાથે લગ્ન કરવા માંગે છે.

યુવતી બીમાર થાય તો તેનો પતિ દવાખાને પણ ન લઈ જતો અને ત્રાસ આપતો અને પોલીસ ફરિયાદ કરવી હોય તો કરજે પોલીસ કઈ નહિ કરી શકે તેવી ધમકી પણ આપતો હતો. યુવતી તેના સાસુ સસરા ને ફરિયાદ કરે તો તેને બોલી દબાવતા હતા. ફરિયાદ કરી હોવાની જાણ યુવતીના પતિને થતા તેને માર મારી ઘરની બહાર નીકળી જવાનું કહી ત્રાસ આપ્યો હતો.

આ પણ વાંચોઃ-surat: બે જૂથના ઝઘડામાં યુવકની હત્યા, પાંચ જણના પરિવારનો આર્થિક સહારો છીનવાયો

યુવતીની નણંદ જ્યારે ઘરે આવે ત્યારે તેના ભાઈને કહેતી કે આ છોકરી તારા લાયક નથી તેને તલાક આપી દે આપણે નવી તારા લાયક છોકરી શોધીશુ કહીને ત્રાસ આપતા હતા. સાસરિયાઓ યુવતીની કહેતા કે તારા પિતાએ અમારો સત્કાર કર્યો ન હતો અને દેવું થઈ ગયું છે.

આ પણ વાંચોઃ-Surendranagar: કુડામાં ભાડાના માત્ર રૂ.150ની ઉઘરાણીમાં દિવ્યાંગ મિત્રની Murder, આરોપી અલ્પેશ પટેલ ઝડપાયો

એટલે કર્ઝ ઉતારવા પિયરમાંથી પૈસા લઈ આવ નહિ તો શાંતિથી જીવવા નહિ દઈએ કહીને ત્રાસ આપતા હતા. યુવતીનો પતિ એક રૂમ બન્ધ કરી સિગારેટ અને હુક્કા પીતો અને ધુમાડા આ યુવતી ના મો પર ઉડાવતો હતો. યુવતી ધુમાડાથી એલર્જી છે શ્વાસ ફૂલી જાય છે તેવી ફરિયાદ કરે તો પણ પતિ આ હરક્ત કરતો હતો.

આ પણ વાંચોઃ-કમકમાટી ભર્યો Accident: ઉપલેટા નજીક પદયાત્રી મહિલાઓ ઉપર બેકાબુ કાર ફરીવળી, બે મહિલાના ઘટના સ્થળે મોત

સમાધાન માટે જ્યારે બધા ભેગા થયા ત્યારે યુવતીને તેના પતિએ ત્રણ વાર તલાક બોલી દેતાં સમગ્ર બાબતોથી કંટાળી યુવતીએ ફરિયાદ નોંધાવતા રખિયાલ પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
Published by:ankit patel
First published:

Tags: Ahmedabad news, Crime news, Domestice violence, Gujarati News News

આગામી સમાચાર