Home /News /madhya-gujarat /

અમદાવાદઃ coronaમાં પતિનું અવસાન થતાં સાસરિયાઓએ પરિણીતા પર લગાવ્યા આરોપ, કહ્યું "તે જ મારી નાખ્યો છે અમારા ભાઈને"

અમદાવાદઃ coronaમાં પતિનું અવસાન થતાં સાસરિયાઓએ પરિણીતા પર લગાવ્યા આરોપ, કહ્યું "તે જ મારી નાખ્યો છે અમારા ભાઈને"

પ્રતિકાત્મક તસવીર

આ પરિણીતાની નણંદ તેને કહેતી હતી કે તેના ભાઈનું કોરોનાના કારણે અવસાન નથી થયું, તેણે જ તેને મારી નાખ્યો છે તેમ કહી તેનું અપમાન કરી તેને માર મારતા હતા અને ઘરમાંથી કાઢી મૂકવાની વાત કરતા હતા.

અમદાવાદ: શહેરના વેજલપુર (vejalpur) વિસ્તારમાં રહેતી એક પરિણીતાએ (married woman) તેની બંને જેઠાણી અને નણંદ સામે પોલીસ ફરિયાદ (police complaint) નોંધાવી છે. આ પરિણીતાએ આક્ષેપ કર્યો છે કે તેના પતિનોનું કોરોના માં અવસાન થયું હતું અને ત્યારબાદ તેને જેઠાણી અને નણંદ અવારનવાર માનસિક (domestice voilence) ત્રાસ આપતા હતા. એટલું જ નહીં આ પરિણીતાની નણંદ તેને કહેતી હતી કે તેના ભાઈનું કોરોનાના કારણે અવસાન નથી થયું, તેણે જ તેને મારી નાખ્યો છે તેમ કહી તેનું અપમાન કરી તેને માર મારતા હતા અને ઘરમાંથી કાઢી મૂકવાની વાત કરતા હતા. સમગ્ર બાબતને લઈને પરિણીતાએ આ અંગે ફરિયાદ નોંધાવતાં પોલીસે (police complaint) તપાસ શરૂ કરી છે.

શહેરના વેજલપુર વિસ્તારમાં આવેલી એક સોસાયટીમાં રહેતી 35 વર્ષીય મહિલા તેના બાળકો સાથે રહે છે અને ઘરકામ કરે છે. તેનો પતિ એક કંપનીમાં નોકરી કરતો હતો. પરંતુ વર્ષ 2021 ના મે માસમાં તેના પતિનું કોરોનામાં અવસાન થયું હતું અને ત્યારથી આ મહિલા ઇદ્દતમાં હોવાથી તેના માતા-પિતા તેની સાસરીમાં રહેવા માટે આવ્યા હતા.

આ મહિલાના વર્ષ ૨૦૦૯માં લગ્ન થયા હતા. લગ્ન બાદ આ મહિલાની બંને જેઠાણી ઓ જે તેના પતિને તેના વિરુદ્ધ ચઢામણી કરી વાત વાતમાં મહેણાં મારી કઈ આવડતું નથી માતા-પિતાએ કંઈ શીખવાડ્યું નથી તેમ કહી તેનું અપમાન કરી માનસિક ટોર્ચર કરતા હતા. જ્યારે આ મહિલાની નણંદ તેના સાસરેથી આવે ત્યારે અવારનવાર આ મહિલાને કહેતી કે તારી સાથે લગ્ન કરી અમે અમારા ભાઈની જિંદગી બગાડી છે.

આ પણ વાંચોઃ-અમદાવાદની આયેશા જેવી ઘટના! 'મને બચાવવા માંગે છે તો બચાવી લે', બોયફ્રેન્ડને સેલ્ફી મોકલી યુવતીએ નહેરમાં ઝંપલાવ્યું

આ પણ વાંચોઃ-કરુણ ઘટના! કાર અને એક્ટીવા વચ્ચે ગમખ્વાર અકસ્માત, મહાકાલ સેના અરવલ્લીના અધ્યક્ષ રાજપાલસિંહ રહેવરનું મોત

આ પ્રકારના અનેક વાકયો બોલી તેને મારમારી વાળ પકડી ઘરમાંથી કાઢી મૂકવાની વાત સાસરિયાઓ કરતા હતા. જ્યારે આ મહિલા આ બાબતો ની જાણ તેના પતિને કરે તો તેનો પતિ કહેતો કે તે તેની બહેનો છે અને તેમને કંઈ કહેવાય નહીં તું તારી રીતે બધું સંભાળી લેજે.

આ પણ વાંચોઃ-હૃદયદ્રાવક ઘટના! આખા પરિવારે સાથે બેશીને ચા પીધી, પછી એક સાથે મોતને વ્હાલું કર્યું, સુસાઈડ નોટમાં વ્યક્ત કર્યું દર્દ

આ પણ વાંચોઃ-જામનગરઃ પતિએ જાહેરમાં ખેલ્યો ખૂની ખેલ! સ્કૂલે જવા નીકળેલી શિક્ષિકા પત્નીને છરીના ઘા ઝીંકી પતાવી દીધી, ભાઈએ જણાવ્યું કારણ

આ પણ વાંચોઃ-રાજકોટઃ મેસેન્જર અને 'ગંદી' સાઇટ ઉપર યુવતીઓને નિર્વસ્ત્ર નિહાળતા ચેતજો, ગોંડલના યુવકને થયો કડવો અનુભવ

10મી તારીખના રોજ બપોરે જ્યારે આ મહિલા ઘરે હાજર હતી ત્યારે તેની બંને જેઠાણી અને નણંદ આવીને કહેવા લાગ્યા હતા કે તારો પતિ તો મરી ગયો અને તે જ તારા પતિને મારી નાખ્યો છે અને તું તારા બાળકોને પણ મારી નાખીશ તેમ કહી ગાળો બોલી તેને ત્રાસ આપ્યો હતો. બાદમાં બંને બાળકો સાસરિયાઓએ માગ્યા હતા જો કે મહિલાએ બાળકો આપવાની ના પાડતાં તેને માર માર્યો હતો.મહિલાની બંને જેઠાણી અને નણંદ એ જણાવ્યું કે મારો ભાઈ તો મરી ગયો હવે તારે અહીંયા રહેવાનું નથી તું તારા મા બાપના ઘરે જતી રહે. જો કે મહિલાએ બાળકો સાથે ક્યાં રહેવા જઈશ કેમ કહેતા તેને ધક્કો મારી ઘરની બહાર કાઢી મૂકી હતી. જેથી મહિલાએ પોલીસને જાણ કરતાં વેજલપુર પોલીસ ત્યાં પહોંચી હતી. સમગ્ર બાબતને લઈને મહિલાએ તેની જેઠાણી નણંદ સામે ફરિયાદ આપતાં પોલીસે ગુનો નોધી તપાસ શરૂ કરી છે.
Published by:ankit patel
First published:

Tags: Ahmedabad news, Domestice violence, ગુજરાત

આગામી સમાચાર