સાસુ સસરા અને દિયર દ્વારા તું આઠ વર્ષનો દીકરો છોડીને અમારા પનારે પડી છે. તને રસોઈ બનાવતા નથી આવડતું, તારા પેટ માં જે બાળક છે તે અમારા દીકરાનું નથી તેમ કહીને ત્રાસ આપવાનું શરૂ કર્યું હતું.
અમદાવાદ: છેલ્લા કેટલાક સમયથી ઘરેલુ હિંસાના (domestice violence) અનેક બનાવો સામે આવી રહ્યા છે. ત્યારે આવી વધુ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. શહેરના મિરઝાપુર વિસ્તારમાં રહેતી મહિલાને પતિ અને સાસરિયાએ શારીરિક અને માનસિક ત્રાસ આપતા તેણે પોલીસ ફરિયાદ દાખલ કરાવી છે.
મળતી માહિતી પ્રમાણે અમદાવાદના મિરઝાપુર વિસ્તારમાં રહેતી 25 વર્ષીય પરિણીતાના લગ્ન વર્ષ 2013માં ઇડર ખાતે થયા હતા. જો કે પતિ સાથે મનમેળ ન આવતા તેણે છૂટાછેડા લીધા હતા. જો કે ફેબ્રુઆરી 2021માં તેણે મેરેજ બ્યુરો મારફતે ધાંગધ્રા ના એક યુવક સાથે બીજા લગ્ન કર્યા હતા.
લગ્ન ના દોઢેક માસ બાદ તેના દિયર એ મહિલા તેના પિયર માંથી લાવેલ પલંગ મોટો હોવાનું કહી પિયર પરત લઈ જવાનું કહીને બોલાચાલી કરી હતી. બાદમાં તેના સાસુ સસરાએ પણ તેની સાથે બોલાચાલી કરી હતી. અને મહિલાને પિયર લઈ જવા માટે તેના ભાઈ ભાભી અને બહેન બનેવીને જાણ કરી હતી.
જેથી તેના ભાઈ ભાભી તેને સાસરીમાંથી લઈ ગયા હતા. જો કે પંદર દિવસ સુધી ત્યાં રોકાયા બાદ ઘર માં બધા બીમાર હોવાનુ કહીને મહિલાનો પતિ તેણે લઈ ગયો હતો.
પરંતુ બાદમાં તેના સાસુ સસરા અને દિયર દ્વારા તું આઠ વર્ષનો દીકરો છોડીને અમારા પનારે પડી છે. તને રસોઈ બનાવતા નથી આવડતું, તારા પેટ માં જે બાળક છે તે અમારા દીકરાનું નથી તેમ કહીને ત્રાસ આપવાનું શરૂ કર્યું હતું. જેથી મહિલા એ આ અંગે ફરિયાદ દાખલ કરાવતા પોલીસ એ વધુ તપાસ શરૂ કરી છે.
Published by:ankit patel
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર