અમદાવાદઃ પતિ પત્નીનો ગજબનો કિસ્સો! પતિએ પત્નીને ફટકારી, પત્નીએ 15 દિવસ સુધી પતિને ઘરમાં ન આવવા દીધો

અમદાવાદઃ પતિ પત્નીનો ગજબનો કિસ્સો! પતિએ પત્નીને ફટકારી, પત્નીએ 15 દિવસ સુધી પતિને ઘરમાં ન આવવા દીધો
પ્રતિકાત્મક તસવીર

બીજી વ્યક્તિ સાથે આડા સંબંધો છે એમ કહી ઝઘડો કરી પતિએ પત્નીને ગડદાપાટુંનો માર માર્યો હતો, જેથી પત્નીએ પંદર દિવસ સુધી ઘરમાં ના આવવા દેતાં પતિએ ધમકી આપી કે પુત્ર મને આપી દે, નહીં તો હું આત્મહત્યા કરી લઈશ.

  • Share this:
અમદાવાદઃ પરિણીતાઓ ઉપર અત્યાચારના (tyranny) અનેક કિસ્સાઓ છાસવારે બનતા રહે છે. ક્યારેક દહેજ (Dowry) માટે તો ક્યારેક ચારિત્ર્ય ઉપર શંકા રાખીને પરિણીતાઓ ઉપર ત્રાસ ગુજારવામાં (Domestice voilence) આવતો હોય છે. ત્રાસ સહન કરવાની હદ આવી જાય ત્યારે પરિણીતાઓ પોલીસ સ્ટેશનના (police station) પગથિયા ચડતી હોય છે. આવી જએક ઘટના અમદાવાદ શહેરના આંબાવાડી વિસ્તારમાં બની છે. અહીં પતિએ પત્ની ઉપર ચારિત્રની શંખા રાખીને ગડદાપાટુંનો માર માર્યો હતો અને ઘરમાંથી કાઢી મૂકી હતી.

મળતી માહિતી પ્રમાણે અમદાવાદના આંબાવાડીમાં તારે બીજી વ્યક્તિ સાથે આડા સંબંધો છે એમ કહી ઝઘડો કરી પતિએ પત્નીને ગડદાપાટુંનો માર માર્યો હતો, જેથી પત્નીએ પંદર દિવસ સુધી ઘરમાં ના આવવા દેતાં પતિએ ધમકી આપી કે પુત્ર મને આપી દે, નહીં તો હું આત્મહત્યા કરી લઈશ.



આંબાવાડી વિસ્તારમાં રહેતી એક મહિલા એ તેના પતિ વિરુદ્ધ સેટેલાઇટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં કરાયેલા આક્ષેપ મુજબ ફરિયાદી મહિલાએ તેના  છ વર્ષ પહેલાં કોર્ટ મેરેજ કર્યાં હતાં અને તેમને સંતાનમાં એક દીકરો પણ છે.

આ પણ વાંચોઃ-ગોધરાઃ લગ્ન પહેલા મંગેતરે જ યુવતીની કરી નાંખી હત્યા, આરોપીએ જણાવ્યું હત્યાનું ચોંકાવનારું કારણ

આ પણ વાંચોઃ-દાહોદની હૃદયદ્રાવક ઘટના! મધર્સ ડેના દિવસે જ કોરોનાએ બે ફૂલ જેવા બાળકોની માતા છીનવી, સાત વર્ષના પુત્રએ આપ્યો અગ્નિદાહ

આ પણ વાંચોઃ-દેવભૂમિ દ્વારકાઃ આડા સંબંધોનો કરુણ અંજામ! માતા સાથે સંબંધ રાખનાર છગન દેવા વરુની ધારિયા વડે હત્યા

આ પણ વાંચોઃ-ગોધરાઃ હાથમાં લગ્નની મહેંદી સજે એ પહેલા જ યુવતીની હત્યા, ગુરુવારે લખાયા હતા લગ્ન, ખુશી મામતમાં ફેરવાઈ

તેનો પતિ છૂટક કામ કરે છે અને દારૂ પીવાની ટેવ હોવાથી અવારનવાર ઝઘડો કરી ગાળો બોલતો હોય છે.પતિએ ફરિયાદીને તારે બીજી વ્યક્તિ સાથે આડા સંબંધો છે એમ કહી ઝઘડો કરી ગડદાપાટુંનો માર માર્યો હતો, જેથી ફરિયાદી મહિલાએ પંદર દિવસથી પતિને ઘરમાં આવવા દેતી ન હતી. આથી તેનો પતિ તેને મનફાવે તેમ બોલતો હતો.



ગઈ કાલે બપોરના એક વાગ્યાની આસપાસ આરોપી પતિ બહારથી ઘરે આવ્યા હતા, જેથી ફરિયાદીએ પતિને ઘરમાં આવવા દીધા ન હતા. આથી તેણે એકદમ આવેશમાં આવી જઈ ગાળો બોલી મારાએ દીકરાએ મને આપી દે, નહીં તો હું આત્મહત્યા કરીશ લઈશ તેવી ધમકી આપી હતી. જેથી ફરિયાદી મહિલાએ આખરે કંટાળીને સેટેલાઇટ પોલીસ સ્ટેશનમાં પતિ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
Published by:ankit patel
First published:May 10, 2021, 18:32 pm

ટૉપ ન્યૂઝ