અમદાવા: છેલ્લા કેટલાક સમયથી ઘરેલુ હિંસાના (domestic violence) બનાવો એ જાણે કે માજા મૂકી હોય તેમ લાગી રહ્યું છે. રોજ બરોજ દહેજ, પુત્રની ઘેલછા કે પછી અન્ય કારણોસર મહિલા પર અત્યાચાર ના અનેક બનાવી સામે આવે છે. ત્યારે આવો વધુ એક બનાવ શહેર માં જોવા મળ્યો છે. શહેરના સીટીએમ (CTM) વિસ્તારમાં રહેતી મહિલાને તેનો પતિ તથા સાસરીયા તું કાળી છે તને કોણ રાખે તેમ કહીને ત્રાસ આપતા મહિલાએ પતિ અને સાસરીયા વિરુદ્ધ શારીરીક અને માનસિક ત્રાસની ફરિયાદ નોંધાવી છે.
હાલમાં સીટીએમ વિસ્તારમાં રહેતી મહિલા 34 વર્ષીય મહિલાના લગ્ન સામાજિક રીતરિવાજ મુજબ થયા હતા. લગ્નની શરૂ આતમાં તેને સારી રીતે રાખ્યા બાદ બે માસ પછી તેના પતિ તથા સાસુસસરાએ ઘરકામ બાબતે તેને હેરાન કરવાનુ શરૂ કર્યુ હતુ.
મહિલા પરિવારને મદદ કરવા માટે નોકરી કરતી હતી. પરંતુ તેનો પતિ આખો પગાર લઈ લેતો હતો. દરમિયાન મહિલાએ દિકરાને જન્મ આપ્યો હતો, આ સંજોગોમાં તેને બાળકની જવાબદારી હોવા છંતા પતિ દ્રારા નોકરી કરવા બળજબરી કરવામાં આવતી હતી.
આ પણ વાંચોઃ-આયેશાની આખી કહાની! કોણ છે પતિ આરિફ ખાન જેના માટે આયેશાએ હસતાં મોંઢે મોતને વ્હાલું કર્યું
આ પણ વાંચોઃ-પતિએ ફરી શરું કર્યો MBAનો અભ્યાસ, યુવતી સાથે થયું 'લફરું', એક્સ્ટ્રા ક્લાસના બહાને રાત્રે જતો હતો પ્રેમિકા પાસે, પત્નીએ આવી રીતે પકડ્યો
આ પણ વાંચોઃ-દુકાનમાં કામ કરતા યુવકને માલિકે ઘરે જમવા બોલાવ્યો, માલિકની પત્ની સાથે યૌન સંબંધ ઇચ્છતો હતો યુવક, ઇન્કાર કરતા કરી હત્યા
આ પણ વાંચોઃ-રાજકોટઃ 'ઘર કંકાસના કારણે આપઘાતનું પગલું ભર્યું છું', ડોક્ટરના પુત્રએ ઝેરી દવા પી જીવન ટૂંકાવ્યું
આ બાબતે સાસુ સસરાને વાત કરતા તેઓ પણ કહેતા હતા કે તુ કાળી છે તને કોણ રાખે તારે તો સહન કરવું પડશે તેમ કહી પરેશાન કરતા હતા. મહિલાનો પતિ અલગ અલગ નંબર પર વાત કરતો હોવાથી આ બાબતે મહિલા એ વાત કરતા તેને બિભત્સ ગાળો બોલી માર મારતો હતો.
આ સ્થિતમાં કંટાળી ગયેલી મહિલાને સાસરીયાઓએ ઘરમાંથી ધકકા મારી કાઢી મુકતા તેણે વટવા જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં (Vatva GIDC police station) પતિ સાસુ અને સસરા વિરુદ્ધ શારીરીક અને માનસિક ત્રાસની ફરિયાદ નોંધાવી છે. હાલમાં પોલીસે આ સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરી છે.