Home /News /madhya-gujarat /

અમદાવાદઃ 'તું નોકરી કરે છે તો સમાજવાળા ખરાબ વાતો કરે છે,' પરિણીતા પર સાસરિયાઓનો અસહ્ય ત્રાસ

અમદાવાદઃ 'તું નોકરી કરે છે તો સમાજવાળા ખરાબ વાતો કરે છે,' પરિણીતા પર સાસરિયાઓનો અસહ્ય ત્રાસ

પ્રતિકાત્મક તસવીર

Ahmedabad Crime News: સરકારી નોકરી (Government job) હોવા છતાં નોકરી છોડાવવા માટે (Job left) સાસરીયા દબાણ કરતા હતા. જ્યારે પરિણીતાનો પતિ ધંધો (Business) કરવા માટે પિતાના ઘરેથી રૂપિયા 30 લાખ લઈ આવવા માટે માંગણી કરતો હતો.

અમદાવાદ: ધંધો કરવા (Business) માટે પત્નીને પિતાના (husband wife) ઘરેથી રૂપિયા 30 લાખ લઈ આવવા માટેની પતિ માંગણી (dowry) કરતો. પરિણીતાએના પાડતા જ તેની સાથે બોલાચાલી ઝઘડો કરી ત્રાસ આપતો અને પરિણીતાને તેના માતા-પિતા સાથે વાત પણ કરવા ના દેતા. એટલું જ નહીં તું ઝઘડાળુ છે. આપણા સમાજ માં કોઈ છોકરી નોકરી કરતી નથી, અને તું નોકરી કરે છે. તો સમાજ વાળા ખરાબ વાતો કરે છે. તેમ કહીને નોકરી છોડવા માટે દબાણ કરતા આ અંગે મહિલાએ પતિ તેમજ સાસુ-સસરા વિરોધમાં પોલીસ ફરિયાદ દાખલ કરાવી જ છે.

નારણપુરા વિસ્તારમાં રહેતી પરિણીતાને સરકારી નોકરી લાગતા તેના પતિએ તેની સાથે બોલાચાલી ઝઘડો કરવાનુ શરૂ કર્યું હતું. તું રસોઈ સારી બનાવતી નથી. આ રસોઈ તો અમે ગાય કૂતરાને નાખીએ છીએ. મારે ધંધો કરવો છે તારા પિતાને ત્યાંથી રૂપિયા 30 લાખ લઈ આવ. પરિણીતાએના કહેતા તેના માતા પિતા સાથે વાતચીત કરવા દેતો નહિ.

તારા કરતાં હું સારી છોકરી લાવીશ એમ અલગ અલગ બહાના હેઠળ પરિણીતાનું પતિ તેને માનસિક ત્રાસ આપતો હતો. જો કે આ બાબતની જાણ પરિણીતાએ તેના સાસુ સસરાને કરતાં તેમણે પણ તું ઝઘડાળુ છે. આપણા સમાજ માં કોઈ છોકરી નોકરી કરતી નથી, અને તું નોકરી કરે છે. તો સમાજ વાળા ખરાબ વાતો કરે છે.

આ પણ વાંચોઃ-રાજકોટઃ પરિણીત સ્ત્રીના પ્રેમમાં પાગલ યુવકનું કારસ્તાન, માસૂમ બાળકનું અપહરણ કરનાર પ્રેમી ઝડપાયો

આપણા ઘરની ઈજ્જત જાય છે. હું સમાજમાં મોભી છું જેથી મારી સમાજમાં ઈજ્જત જાય છે. તેવું કહેવા લાગીને નોકરી છોડાવવા માટે દબાણ કરતા હતા. જોકે પરિણીતાએ આ બાબતની જાણ તેના માતા પિતાને કરતાં સમાજના આગેવાનો સાથે રહીને સમાધાન કરાવ્યું હતું.

આ પણ વાંચોઃ-Ahmedabad: તું હજી નાની છું, હાલ અમારે કોઈ છોકરાની જરૂર નથી... કહીને પ્રેગ્નન્સી કઢાવી દીધી

બાદમાં પરિણીતાનો પતિ એક મહિના પહેલા તેની સાથે અમદાવાદ રહેવા માટે આવ્યો હતો. જ્યાં પણ તે તેની સાથે સારી રીતે વર્તન કરતો નહીં. રાત્રી દરમિયાન સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરવા લાગતા પરિણીતાએ ના પાડતા ગંદી ગાળો બોલી ઝઘડો કરી મારઝૂડ કરી કહ્યું હતું કે હવે પછી તારે મારા ઘરે આવવું નહિ.

આમ પતિ તેમજ સાસુ સસરાના ત્રાસથી કંટાળી પરિણીતાએ પોલીસ ફરિયાદ દાખલ કરાવી છે. હાલ માં પોલીસ એ આ સમગ્ર મમાલે ફરિયાદ નોંધી ને વધુ તપાસ શરૂ કરી છે.
Published by:ankit patel
First published:

Tags: Ahmedabad news, Crime news, Gujarati news

આગામી સમાચાર