Home /News /madhya-gujarat /

અમદાવાદઃ સચિવાલયમાં નોકરી કરતી પરિણીતાની દર્દભરી કહાની! પતિ કેનેડા ગયો, સાસુએ 15 તોલા સોનું પડાવી લીધું

અમદાવાદઃ સચિવાલયમાં નોકરી કરતી પરિણીતાની દર્દભરી કહાની! પતિ કેનેડા ગયો, સાસુએ 15 તોલા સોનું પડાવી લીધું

પરિણીતાની પ્રતિકાત્મક તસવીર

Ahmedabad crime news: સાસુએ (mother in law) પરિણીતાના (married woman) 15 તોલા સોનુ (Gold) પડાવી લીધું અને પતિને અઢળક પ્રેમ કરતી હોવાથી કેનેડા મોકલવા બચતના લાખો રૂપિયા વાપરી નાખ્યા હતા.

અમદાવાદ: ગાંધીનગર સચિવાલયમાં (Gandhinagar sachivalay) નોકરી કરતી એક મહિલાએ (woman) સાસરિયાઓ સામે ફરિયાદ (complaint against in laws) નોંધાવી છે. પરિણીતા પહેલા મહેસાણાની (Mehsana) નામચીન કોલેજમાં પ્રોફેસર (Professor in college) હતી ત્યારે સાથી પ્રોફેસર સાથે આંખ મળી જતા બંનેએ લગ્ન (marriage) કર્યા હતા. બાદમાં પતિ કેનેડા (husband in canada) જતો રહ્યો હતો. એકતરફ સાસુએ પરિણીતાના 15 તોલા સોનુ પડાવી લીધું અને પતિને અઢળક પ્રેમ કરતી હોવાથી કેનેડા મોકલવા બચતના લાખો રૂપિયા વાપરી નાખ્યા હતા. પરિણીતાની માતાને કોરોના થતા સાસુએ "એતો ઉંમર લાયક છે જે થવાનું હશે એ થશે હવે" કહીને ત્રાસ આપ્યો હતો.

મૂળ ઉત્તરાખંડ ની અને હાલ ચાંદખેડા માં રહેતી 30 વર્ષીય પરિણીતા નવા સચિવાલયમાં એક વિભાગમા આસિસ્ટન્ટ એન્જીનીયર તરીકે નોકરી કરે છે. આ પરિણીતા અગાઉ ગાંધીનગરની જાણીતી યુનિ. માં પ્રોફેસર તરીકે નોકરી કરતી હતી ત્યારે સાથી પ્રોફેસર સાથે તેને પ્રેમ થયો હતો. બાદમાં બને એ પરિવાર ની સહમતીથી વર્ષ 2016 માં ઓ.એન.જી.સી કોમ્યુનિટી હોલમાં લગ્ન કર્યા હતા.

લગ્ન બાદ આ મહિલા ગાંધીનગર સાસરે રહેવા ગઈ અને બાદમાં દોઢ જ માસ બાદ સાસરિયાઓ એ ખાવાનું ન બનાવતા આવડતું હોવાનું કહી અને બાપે કઈ શીખવાડ્યું નથી તેમ કહી ત્રાસ આપવાનું શરૂ કર્યું હતું. આ વાતની જાણ પરિણીતાએ પતિને કરતા તેણે કહ્યું કે તેના પિતા અને ભાઈ કડક વલણ ધરાવતા હોવાનો સ્વભાવ વાળા છે. બાદમાં પતિએ આ પરિણીતાને તેના સસરા ના ઘરે શિફ્ટ થવાનું જણાવતા તે લોકો ત્યાં રહેવા જતા રહ્યા હતા.

આ પણ વાંચોઃ-પાટણઃ ચાણસ્મા પોલીસ સ્ટેશનમાં આરોપીનું મોત, પોલીસ મારનો આરોપ, PMમાં સામે આવ્યું અલગ સત્ય

બાદમાં અભ્યાસ માટે પરિણીતાનો પતિ કેનેડા ગયો ત્યારે 6 લાખ રૂપિયા આ પરિણીતાએ આપ્યા હતા. આટલું જ નહીં પરિણીતા એક વર્ષથી વધુની રજા લઈ કેનેડા પતિને મળવા ગઈ ત્યારે પણ સાસુએ બોલાવી લેતા ટુક સમયમાં તે ગાંધીનગર સાસરે પરત આવી ગઈ હતી. ત્યારે પરિણીતાની માતાને કોરોના થતા સાસરિયાઓ એ "ઉંમર લાયક છે તેનું જે થવાનું હશે એ થશે હવે" કહીને પરિણીતાને હવે કેનેડા ન જવાનું કહી છૂટાછેડા અપાવવાનું સાસરિયાઓ એ કહ્યું હતું.

આ પણ વાંચોઃ-દાહોદઃ પ્રેમ સંબંધ રાખવાનો ઈન્કાર કરતા પ્રેમિકાની હત્યા, જંગલમાં લઈ જઈ સળગાવી, પ્રેમીની ધરપકડ

પરિણીતાની સાસુએ 15 તોલા દાગીના તો લઈ લીધા અને બાદમાં વધુ કઈ લાવે એવી વહુ લાવવાની હતી કહી તેને ત્રાસ આપતી હતી. વર્ષ 2020 આસપાસ પરિણીતાના પતિએ સ્ટોક માર્કેટમાં દેવું થઈ જતા તેણે લોકો પાસેથી રૂપિયા લીધા હોવાનું કહેતા પરિણીતા ખૂબ પ્રેમ કરતી હોવાથી બેએક લાખ મોકલી આપ્યા હતા.

આ પણ વાંચોઃ-જેતપુરઃ ફટાકડા ફોડવાની બાબતમાં યુવકોએ વૃદ્ધ મહિલા પર કર્યો પથ્થર મારો, વૃદ્ધાનું મોત થતાં ચારેય થયા જેલ ભેગા

પરિણીતાએ કેનેડા જવા તમામ તૈયારી કરી પણ પતિએ કોઈ તૈયારી ન કરી અને મેઈલમાં આપણો સબન્ધ પૂરો થઈ ગયો છે કહીને ત્રાસ આપતો હતો. આખરે કંટાળીને પરિણીતાએ તમામ સાસરિયાઓ સામે ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી છે.
Published by:ankit patel
First published:

Tags: Ahmedabad news, Crime news, Domestic violence, Gujarati News News

આગામી સમાચાર