દિવાળીના તહેવારમાં અમદાવાદમાં આ ડોક્ટરો તમારી સેવામાં હાજર રહેશે

News18 Gujarati
Updated: October 26, 2019, 8:03 AM IST
દિવાળીના તહેવારમાં અમદાવાદમાં આ ડોક્ટરો તમારી સેવામાં હાજર રહેશે
દિવાળી પર તબીબો ફરજ આપશે.

દિવાળીના તહેવારમાં અમદાવાદ મેડિકલ એસોસિએશનના તબીબો તેમજ અમદાવાદ ફેમિલી ફિઝિશિયનના તબીબો વેકેશન માણવા પ્રવાસે નહી જાય.

  • Share this:
સંજય ટાંક, અમદાવાદ : સામાન્ય રીતે દિવાળીના વેકેશનમાં તબીબો વેકેશન માણવા જતા હોય છે. પરંતુ અમદાવાદ મેડિકલ એસોસિએશન અને અમદાવાદ ફેમિલિ ફિઝિશિયન એસોસિએશન દ્વારા દિવાળીના તહેવાર દરમિયાન ફરજ પર હાજર રહેવાનો નિર્ણય કર્યો છે. જે માટે 108 ઈમરજન્સી સેવા સાથે પણ સંકલન કરી શહેરીજનોને સારવારમાં તકલીફ ન પડે તે હેતુથી આ નિર્ણય કરાયો છે. એટલું જ નહીં સોશિયલ મિડિયાના માધ્યમથી પણ શહેરીજનોને સારવાર માટે મદદ થઈ શકે તેવું પણ આયોજન કરાયું છે.

અમદાવાદ સહિત રાજ્યભરમા રોગચાળો બેકાબૂ બન્યો છે. અમદાવાદમાં ડેન્ગ્યૂ, ચિકનગુનિયા, મેલેરિયા સહિત મચ્છરજન્ય રોગચાળો તેમજ ઝાડા ઉલ્ટી, ક્મળો, ટાઈફોઈડ જેવા પાણીજન્ય રોગચાળો વકર્યો છે. ઓક્ટોબર માસના માત્ર 19 દિવસમાં રોગચાળાનો આંક 1667 પર પહોંચ્યો છે, ત્યારે દિવાળીના વેકેશન માટે અમદાવાદના તબીબો દ્વારા ખાસ સેવાનું આયોજન કરાયું છે.

દિવાળીના તહેવારમાં અમદાવાદ મેડિકલ એસોસિએશનના તબીબો તેમજ અમદાવાદ ફેમિલી ફિઝિશિયનના તબીબો વેકેશન માણવા પ્રવાસે નહી જાય. આ તબીબો શહેરમાં રહીને ડેન્ગ્યૂ, મેલેરિયા સહિત રોગચાળા તેમજ દિવાળી દરમિયાન બનતી આગ અકસ્માતની ઘટનાઓને લઈને ફરજ પર હાજર રહશે.આ અંગે અમદાવાદ મેડિકલ એસોસિએશનના પ્રમુખ ડો. મોના દેસાઈએ જણાવ્યું કે દિવાળીના તહેવાર દરમિયાન ડોક્ટરો હાજર નહીં હોવાના કારણે દર્દીઓને ઘણી તકલીફનો સામનો કરવો પડતો હોય છે. જેથી દર્દીઓને અગવડતા ન પડે અને સમાજને મદદરુપ થવાના હેતુથી આ સેવા કાર્યરત કરી છે. છેલ્લા 9 વર્ષથી ડોક્ટર ઑન કૉલ સેવા કાર્યરત છે.

દિવાળી ઑન કૉલના પ્રોગ્રામ કૉ-ઓર્ડિનેટર ડો. પ્રગ્નેશ વચ્છરાજાનીએ જણાવ્યું કે દર્દીઓને સારવાર ઝડપથી મળી રહે તે હેતુથી તબીબો સોશિયલ મીડિયાના માધ્યમનો પણ ઉપયોગ કરશે. કયા ડોક્ટર હાજર રહેશે તે માટે અમદાવાદ મેડિકલ એસોસિએશનની વેબસાઈટ www.ahmedabadmedicalassociation.com અને અમદાવાદ મેડિકલ એસોસિએશનનું ફેસબુક પેજ પર તમામ વિગતો ઉપલબ્ધ કરી છે.દિવાળી પર શહેરમાં હાજર રહેનારા ડોક્ટરોની યાદી :

>> આંબાવાડી વિસ્તાર

Dr. Mehta Amit K 9825282384
Dr. Mehta Hitesh S 9998784283
Dr. Shah Ashvin R 9824038816

>> બાપુનગર

Dr. Mehta Dhiren R. 9898854158

>> ચાંદલોડિયા-ગોતા

Dr. Shah Pratik V. 9714399838
Dr. Patel Varun 9429132383
Dr. Rasik Raval 9426366123

>> ઘોડાસર

Dr. Parikh Nimish V 9879555820

>> ખોખરા

Dr. Shah Hemang S 9426759833

>> મણિનગર

Dr. Dikshit Abhay S. 9327018200

>> નારણપુરા

Dr. Patel Krishnakant N 9426406539
Dr. Vachharajani Pragnesh M 9825086839

>> નવરંગપુરા

Dr. Brahmabhatt Anil G. 9979785141

>> ન્યૂ-ચાંદખેડા

Dr. Mitra H T 9913367409

>> પાલડી

Dr. Jyotindra C Mehta 9825039653

>> સેટેલાઇટ-શ્યામલ

Dr. Aruna Anupambhai Shah 9898208866

>> સરખેજ

Dr. Bakroliya Tariq A 9979567998

>> શ્રેયસ ક્રોસિંગ

Dr. Shah Suresh A 9825031938

>> વટવા

Dr. Ismaili Aman 9825867839
First published: October 26, 2019
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading