અમદાવાદ: કોરોના દર્દીઓનું મનોબળ વધારવા ડૉક્ટર બન્યા ગાયક, PPE કિટ પહેરી હિન્દી ગીતો ગાયા

અમદાવાદ: કોરોના દર્દીઓનું મનોબળ વધારવા ડૉક્ટર બન્યા ગાયક, PPE કિટ પહેરી હિન્દી ગીતો ગાયા
પીપીઈ કીટમાં ગીતો લલકારી રહેલા ડૉક્ટર.

અમદાવાદની એસ.વી. પી હૉસ્પિટલમાં ડૉક્ટરે પીપીઈ કીટ પહેરીને ગિટારના તાલે હિન્દી ગીતો ગાઈને દર્દીઓને મનોરંજન પૂરું પાડ્યું હતું.

 • Share this:
  અમદાવાદ: હાલ કોરોનાની બીજી લહેરે (Second wave of coroanvirus) દેશની સાથે સાથે ગુજરાત (Gujarat)માં પણ હાહાકાર મચાવ્યો છે. હાલ ગુજરાતમાં કોરોનાને પગલે સૌથી વધારે કેસ અને મોત નોંધાઈ રહ્યા છે. કોરોનામાંથી બહાર નીકળવા માટે દર્દીઓનું માનસિક સ્વાસ્થ્ય (Mental health) પણ ખૂબ સારું રહે તો જરૂરી છે. કારણ કે કોરોનાથી પણ વધારે ખતરનાક તેનો ડર છે. ડૉક્ટર્સ પણ કોરોના દર્દીઓનું માનસિક સ્વાસ્થ્ય સારું રહે તે માટે અલગ અલગ પ્રયોગ કરતા રહે છે. આ જ કડીમાં અમદાવાદની એસવીપી હૉસ્પિટલ (SVP hospital) ખાતે ફરજ પરના ડૉક્ટર્સ દર્દીઓ માટે ગાયક બન્યા હતા!

  'યો દોસ્તી, હમ નહીં તોડેંગે, તોડેંગે દમ મગર, તેરા સાથે ન છોડેંગે...', 'જબ કોઈ બાત બીગડ જાયે, જબ કોઈ મુશ્કીલ પડ જાયે, તુમ દેના સાથ મેરા...' અમદાવાદ શહેરની એસવીપી હૉસ્પિટલ ખાતે દર્દીઓનું મનોબળ વધે તે માટે ખુદ ડૉક્ટર પીપીઈ કીટ પહેરીને ગાયક બનીને આવ્યા હતા અને ગિટારના તાલે આવા હિન્દી ગીતો ગાયા હતા.

  આ પણ વાંચો: ભારતમાં આ અઠવાડિયે કોરોના પીક પર હશે, વૈજ્ઞાનિકોએ જણાવ્યું ક્યારે ગ્રાફ નીચે આવશે

  આ રીતે ડૉક્ટરે દર્દીઓનું મનોરંજન પૂરું પાડ્યું હતું. આ દરમિયાન અનેક દર્દીઓ ફરમાઈશ પણ કરવા લાગ્યા હતા. ડૉક્ટરે તેમને ફરમાઇશ પણ પૂરી કરી હતી. સામે આવેલા વીડિયોમાં જોઈ શકાય છે કે ડૉક્ટર જ્યારે પીપીઈ કીટમાં હિન્દી ગીતો લલકારી રહ્યા છે ત્યારે દર્દીઓ પણ ગીતના તાલે ઝૂમી રહ્યા છે. આ ઉપરાંત તેઓ આ ક્ષણને પોતાના મોબાઇલમાં કેદ કરી રહ્યા છે. અમુક દર્દીઓની આંખો પણ છલકાઈ ગઈ હતી.

  રાજ્યમાં કોરોનાના 12,955 નવા કેસ

  રાજ્યમાં કોરોના વાયસના વેક્સીનેશનની (corona vaccines) વચ્ચે કોરોનાના કેસ બેકાબૂ બની રહ્યા છે. (Coronavirus) રાજ્યમાં મંગળવારે વિક્રમજનક 12,955 નવા કેસ નોંધાયા હતા, જ્યારે કુલ 12,955 દર્દીઓ સાજા થઈને ઘરે પરત ગયા હતા. આ રમિયાનમાં 133 દર્દીનાં દુ:ખદ નિધન થયા છે.

  આ પણ વાંચો: સિટી સ્કેન કરવાથી કોઇ જોખમ કે કેન્સર થતું નથી, ડૉક્ટર સલાહ જરૂરી: ડૉક્ટર હેમંત પટેલ 

  રાજ્યમાં એક્ટિવ કેસની સંખ્યા કૂદકે અને ભૂસકે વધી રહી છે. હાલમાં રાજ્યમાં કુલ 1,48,124 એક્ટિવ કેસ છે. આ પૈકીના કુલ 792 દર્દીઓ વેન્ટિલેટર પર છે, જ્યારે 1,47,332 દર્દીઓ સ્ટેબલ છે. રાજ્યમાંથી અત્યારસુધીમાં કુલ 4,77,391 દર્દીઓ ડિસ્ચાર્જ થઈ ગયા છે, જ્યારે કુલ 7,912 દર્દીનાં મૃત્યુ થયા છે.

  આ પણ વાંચો: સુરત: વીડિયો કૉલ પર યુવતી અને તેની માતા સામે યુવક નગ્ન થઈ ગયો


  આ પણ વાંચો: પિતાની સળગતી ચિતામાં 34 વર્ષીય દીકરી કૂદી ગઈ, કોરોનાથી થયું હતું નિધન


  133 મૃત્યુ પૈકી અમદાવાદ શહેરમાં 22, સુરત, વડોદરા શહેરમાં 8-8, મહેસાણામાં 2, જામનગર શહેરમાં 9, રાજકોટ શહેરમાં 10, વડોદરા, જામનગર જિલ્લામાં 5, ભાવનગર શહેરમાં 3, સુરત જિલ્લામાં 5, પંચમહાલ, સુરેન્દ્રનગર, મહીસાગર, ખેડા, ભરૂચ, નર્મદા પ્રત્યેક જિલ્લામાં 2-2 કેસ નોંધાયા છે. જ્યારે ભાનવનગર, જૂનાગઢ, સાબરકાંઠા અને સુરત જિલ્લામાં 5-5 મોત નોંધાયા છે. આ ઉપરાંત રાજકોટ જિલ્લામાં 6 મોત નોંધાયા છે.
  Published by:Vinod Zankhaliya
  First published:May 06, 2021, 08:12 am

  ટૉપ ન્યૂઝ