રાજ્ય સહિત દેશભરના તબીબો આજે હડતાળ પર, દર્દીઓની મુશ્કેલી વધશે

News18 Gujarati
Updated: July 28, 2018, 11:56 AM IST
રાજ્ય સહિત દેશભરના તબીબો આજે હડતાળ પર, દર્દીઓની મુશ્કેલી વધશે

  • Share this:
રાજ્ય સહિત દેશભરના તબીબોએ ફરી એકવાર હડતાળનું શસ્ત્ર ઉગામ્યું છે.. નેશનલ મેડિકલ કમિશન બિલના વિરોધમાં તબીબોએ આજે સવારના 6થી લઈ સાંજના 6 સુધી હડતાળનું એલાન કર્યું છે. હડતાળને પગલે આજે રાજ્યની તમામ હોસ્પિટલો અને લેબોરેટરીઓ બંધ રહેશે. જોકે ઈમરજન્સી સેવા ચાલુ રહેશે. ઈન્ડિયન મેડિકલ એસોસિએશને NMCબિલને સુધારા બાદ પણ ધનિકો તરફી ગણાવ્યું છે. એસોસિએશને આ બિલના કારણે ગરીબો અને વંચિત વર્ગો માટે તબીબી શિક્ષણ અપ્રાપ્ય બની જશે તેવો દાવો કર્યો છે. ત્યારે ગરીબોના સમર્થનમાં આ બિલનો વિરોધ નોંધાવવા આજે રાજ્યભરના તબીબો ફરી એકવાર હડતાળ પર ઉતર્યા છે.

જો અમદાવાદની વાત કરીએ તો, NMC બિલના વિરોધમાં અમદાવાદની પ્રાઈવેટ હોસ્પિટલના ડોક્ટર્સ, લેબોરેટરી અને મેડિકલ સ્ટોર્સવાળા પમ જોડાયા છે. સિવિલના 800 રેસિડેન્ટ હડતાળમાં જોડાયા છે, આ સાથે યૂજીસીના 1500 વિદ્યાર્થીઓ પણ હડતાલમાં જોડાયા છે. સરકારી ડોક્ટર્સ સિવાયના તમામ ડોક્ટર્સ હડતાળ પર ઉતર્યા છે. જોકે, ઈમરજન્સી સેવાને આમાંથી બાકાત રાખવામાં આવી છે. આ બાજુ અમદાવાદ મેડિકલ એસો. ઓફિસ ખાતે એસો.ની બેઠક શરૂ થઈ છે, NMC બિલને લઈને ચર્ચા કરી, વિરોધ માટે ચોક્કસ રણનીતિ તૈયાર કરાશે.

સુરતમાં પણ ખાનગી હોસ્પિટલના તબીબો હડતાળમાં જોડાયા છે. શહેરના લગભગ 2800 તબીબો હડતાળમાં જોડાઈ હોસ્પિટલ બંધ રાખશે. ઈમરજન્સી સિવાયની તમામ સર્વિસ બંધ રહેશે. સિવિલ અને સ્મીમેર હોસ્પિટલના તબીબો કાળી પટ્ટી પહેરી વિરોધ નોંધાવશે.

NMCનો વિરોધ કેમ ?
કેન્દ્રનું NMC બિલ તબીબોને મંજૂર નથી, તબીબોને પોતાના અધિકારો છીનવાઈ જવાનો ડર છે. IMAએ દ્વારા બિલને ધનિકો તરફી ગણાવ્યું છે. તેમનું કહેવું છે કે, ગરીબો-વંચિતો માટે અહિતકારી બિલ છે. IMAનો દાવો છે કે, બિલના કારણે મેડિકલ ક્ષેત્રે ખાનગીકરણ વધશે, સરકાર તેમજ નોકરશાહીની દખલગિરી વધશે, ગરીબો-વંચિતો માટે તબીબી શિક્ષણ અપ્રાપ્ય બની જશે. સ્વાસ્થ્ય સુવિધાઓની સ્થિતિ બદતર થશે, સામાન્ય લોકોની સ્વાસ્થ્ય સેવાઓ પર અસર પડશે.

IMAનો આરોપ છે કે, આ પ્રકારની નીતિ સામાન્ય લોકો માટે હાનિકારક છે. IMAએ બિલની 24 જોગવાઈઓમાં ફેરફારની કરી હતી ભલામણ, સરકારે માત્ર બ્રિજકોર્સ ખતમ કરવાનો નિર્ણય કર્યો, અને બ્રિજકોર્સ ખતમ કરવાનો નિર્ણય પણ રાજ્યો પર છોડ્યો છે.
First published: July 28, 2018, 11:56 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading