Home /News /madhya-gujarat /

અમદાવાદ: દિવાળી વેકેશનમાં મળશે ઇમરજન્સી મેડિકલ સેવા, જાણો તમારા વિસ્તારમાં કયા ડૉક્ટરને ફોન કરી શકશો

અમદાવાદ: દિવાળી વેકેશનમાં મળશે ઇમરજન્સી મેડિકલ સેવા, જાણો તમારા વિસ્તારમાં કયા ડૉક્ટરને ફોન કરી શકશો

AMA તરફથી યાદી જાહેર.

અમદાવાદ મેડિકલ એસોસિએશન દ્વારા દિવાળીના તહેવારોમાં કાર્યરત ડોકટરોનું WhatsApp ગ્રુપ પણ બનાવવામાં આવ્યું છે.

અમદાવાદ: દિવાળીના વેકેશન (Diwali Vacation)માં ડૉક્ટરો પણ પરિવારો સાથે બહાર જતા હોય છે. આથી આ દરમિયાન અમદાવાદ ખાતે 'ડૉક્ટર ઓન કૉલ' (Doctor on Call) સેવા અંતર્ગત તારીખ 14મી નવેમ્બરથી 19 નવેમ્બર સુધી ડૉક્ટરોની સેવા ચાલુ રહેશે. આ અંગે અમદાવાદ મેડિકલ એસોસિએશન (Ahmedabad Medical Assocition)ના પ્રમુખ ડૉક્ટર કિરીટ ગઢવીએ જણાવ્યું હતું કે, બંને એસોસિએશન દ્વારા 108 અને અન્ય હૉસ્પિટલો સાથે પણ સંકલન સાધવામાં આવ્યું છે. અમદાવાદ મેડિકલ એસોસિએશન દ્વારા દિવાળીના તહેવારોમાં કાર્યરત ડોકટરોનું WhatsApp ગ્રુપ પણ બનાવવામાં આવ્યું છે. આ ઉપરાંત ડૉક્ટરોની યાદી તેમજ એરિયા કોડ જાહેર કરવામાં આવ્યા છે. દર્દીઓને દિવાળી વેકેશન દરમિયાન આરોગ્યલક્ષી સેવાઓ લેવામાં તકલીફ ન પડે તે માટે 'ડૉક્ટરો ઑન કોલ' સુવિધા શરૂ કરવામાં આવી છે.

ઉપરાંત આ વર્ષે કોરોના કાળમાં લોકો વધુ વિકટ પરિસ્થિતિમાં મૂકાઇ શકે છે તેવી ભીતિને પગલે પણ આ વ્યવસ્થા અમદાવાદ મેડિકલ એસોસિએશન તરફથી અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી આપવામાં આવેલા ચેક પોઇન્ટ અનુસાર વિવિધ વિસ્તારોમાં ટેલિફોનિક સલાહ-સૂચન પૂરા પાડવામાં આવશે. કોરોના અંગે લોકો સુધી માર્ગદર્શન પૂરું પાડવામાં આવશે.

આ પણ વાંચો: દીવના સ્થાનિકો અને પ્રવાસીઓ માટે ખુશીના સમાચાર, પ્રથમ CNG પંપ ખુલ્લો મૂકાયો

AMA બાળકોને સ્કૂલે મોકલવાના પક્ષમાં નહીં

સાથે જ રાજ્ય સરકારે સ્કૂલ શરૂ કરવાની જાહેરાત કરી છે તેવામાં વાલીઓ તેનો વિરોધ કરી રહ્યા છે. આ મામલે હવે અમદાવાદ મેડિકલ એસોસિયેશન પણ મેદાને આવ્યું છે. એ.એમ.એના પ્રમુખ ડૉ.કિરીટ ગઢવીએ નિવેદન આપ્યું છે કે, "હાલ બાળકોએ સ્કૂલે જવું ન જોઈએ. જો ગાઇડલાઈન પ્રમાણે વર્તે તો વાંધો નહીં આવે. જો વાલીને પોતાનું બાળક સુરક્ષિત હોવાનું લાગે તો જ સ્કૂલે મોકલવું જોઈએ. બાળકો સ્કૂલોમાં જશે તો સોશિયલ ડિસ્ટન્સિંગ નહીં રાખી શકે. બાળક ઘરે જઈ માતાને ભેટશે એટલે કોરોના વધી શકે છે."

આ પણ વાંચો: ‌બોલિવૂડ અભિનેતા આસિફ બસરાએ ધર્મશાળા ખાતે કર્યો આપઘાત

તેમણે વધુમાં જણાવ્યુ હતુ કે, "બાળકોને ખરેખર સ્કૂલે ન જવું જોઈએ. એક વર્ષમાં બાળકનું કશું નહીં બગડે. બાળકો સોશિયલ ડિસ્ટન્સિંગ રાખી શકશે કે નહીં તે એક મોટો પ્રશ્ન છે. કોઈપણ સ્થળે માસ્ક સાથે સોશિયલ ડિસ્ટન્સ રાખવું પણ જરૂરી છે. સ્કૂલમાં બાળકો આવું ધ્યાન નહીં રાખે અને માતાને મળશે. આ કારણે માતા સુપર સ્પ્રેડર બની જશે. બાળકો એક વર્ષમાં આઈએએસ કે આપીએસ નહીં બની જાય. વાત બાળકની સુરક્ષાની છે, જો સુરક્ષિત હોય તો મોકલી શકાય."આ પણ જુઓ-

એસોસિએશન દ્વારા વધુમાં જણાવવામાં આવ્યું હતું કે આ વર્ષે કોરોના, સ્વાઈન ફ્લૂ, ચિકનગુનિયા, કમળો, મેલેરિયા, ડેન્ગ્યૂ તેમજ વાયરલ ઈન્ફેક્શન વગેરે રોગોના દર્દીઓની સંખ્યામાં ખૂબ જ વધારો નોંધાયો છે. 'ડોક્ટર ઑન કૉલ' દિવાળી સેવા માટે અમે સ્પેશિયાલિટી અનુસાર હેલ્પ લાઇન નંબરો બનાવ્યા છે, જેના આધારે મદદ મળી રહેશે. અભિયાન અંતર્ગત અમદાવાદ મેડિકલ એસોસિએશન દ્વારા ટેકનોલોજીનો પણ ઉપયોગ કરવામાં આવ્યો છે જે અંતર્ગત https://ahmedabadmedicalassociation.com/ અને અમદાવાદ મેડિકલ એસોસિએશનના ફેસબુક પેજ ઉપર તમામ માહિતી ઉપલબ્ધ કરાવવામાં આવી છે. ઇમરજન્સી ન હોય તેવા કેસમાં WhatsAppના માધ્યમથી ડૉક્ટરને પોતાની માહિતી મોકલાવી શકાશે. જેનો ડૉક્ટરો ફ્રીમાં જવાબ આપશે.
Published by:Vinod Zankhaliya
First published:

Tags: Diwali 2020, આરોગ્ય, એએમસી`, ડોક્ટર, હોસ્પિટલ

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन