Ahmedabad : ડૉક્ટર યુવતીને સંબંધોમાં થયો કડવો અનુભવ, સાથી ડૉક્ટરે લગ્નની લાલચે બાંધ્યો અવારનવાર શારીરિક સંબંધ અને પછી...
Ahmedabad : ડૉક્ટર યુવતીને સંબંધોમાં થયો કડવો અનુભવ, સાથી ડૉક્ટરે લગ્નની લાલચે બાંધ્યો અવારનવાર શારીરિક સંબંધ અને પછી...
Ahmedabad News : અમદાવાદમાં ડૉક્ટર યુવતી સાથે લગ્નના નામે સાથી ડૉક્ટરે જ કરી છેતરપિંડી
Ahmedabad News : અમદાવાદના સરસપુરમાં (Ahmedabad Saraspur) આવેલી એક હૉસ્પિટલમાં (Hospital) અગાઉ સાથે કામ કરતા યુવકે ડૉક્ટર યુવતીને લગ્નની લાલચ આપી તેની સાથે સંબંધ બાંધ્યો હતો. યુવક યુવતીને (Lady doctor) અવારનવાર તેના ફ્લેટ પર લઈ જઈ અને તેની સાથે ફિઝિકલ રિલેશન બાંધતો હતો. જોકે, પછી જે થયું તે યુવતી માટે ચોંકાવનારું હતું.
અમદાવાદ : સંબંધોમાં લગ્નના નામે થતી છેતરપિંડીના અનેક કિસ્સોઓ દિનપ્રતિદિન પોલીસ મથકમાં નોંધાતા હોય છે. આવો જ એક કિસ્સો અમદાવાદ શહેરના પૂર્વ મહિલા પોલીસ સ્ટેશનમાં નોંધાયો છે. અહીંયા કોઈ સામાન્ય યુવતી નહીં પરંતુ ડૉક્ટર સાથે છેતરપિંડી થઈ છે. ડૉક્ટર યુવતીને લગ્નની લાલચ આપી યુવકે તેની સાથે શારીરિક સંબંધ બાંધ્યો હતો. જોકે, ત્યારબાદ યુવકે લગ્ન કરવા માટે ઈન્કાર કરી દેતા આ ડૉક્ટર યુવતીએ આવેશમાં આવી જઈને એક અંતિમ પગલું ભરવાનો પ્રયાસ કર્યો હતો.
બનાવની વિગતો એવી છે કે અમદાવાદ શહેરના મહિલા પૂર્વ પોલીસ સ્ટેશનમાં એક મહિલા એ પોલીસ ફરિયાદ દાખલ કરાવી છે કે તેની દીકરી પૂર્વ વિસ્તારમાં એક હોસ્પિટલ માં ડોકટર તરીકે પ્રેક્ટિસ કરે છે. અગાઉ તે સરસપુર ખાતે આવેલ એક હોસ્પિટલ માં પ્રેક્ટિસ કરતી હતી તે દરમિયાન ત્યાં જ પ્રેક્ટિસ કરતા એક ડોકટર સાથે મુલાકાત થઈ હતી. જો કે બંને વચ્ચે વાતચીત થતાં આરોપી યુવક એ યુવતીને પ્રેમ જાળ માં ફસાવી હતી.
ડૉક્ટર યુવક અવારનવાર ફ્લેટ પર લઈ જતો...
બાદ માં તેને લગ્ન ની લાલચ આપી ને અવાર નવાર તેની સાથે શારીરિક સબંધ બાંધ્યો હતો. જે અંગે ની જાણ યુવતી એ તેની માતા નેં પણ કરી હતી. જો કે વર્ષ 2019માં આરોપી એ આ હોસ્પિટલમાંથી નોકરી છોડી ને એલ જી હોસ્પિટલમાં આસી. પ્રેફેસર તરીકેની નોકરી શરૂ કરી હતી. આરોપી આ સમયે પણ યુવતીને વારંવાર બોલાવી પાલડી ખાતે ના તેના ફલેટ પર લઈ જતો. અને ત્યાં શારીરિક સબંધ બાંધતો હતો.
જો કે યુવતી એ લગ્ન કરવા માટે દબાણ કરતા આરોપી યુવકે અલગ અલગ બહાના કાઢી ને લગ્ન નહિ કરી અંતે યુવતીને બદનામ કરી દેવાની ધમકી આપતો હતો. અને પોતે વિદેશ માં જતો રહેશે તેમ કહેતો હતો. એટલું જ નહીં યુવતીનો ફોન પણ બ્લોક કરી દીધો હતો.
યુવતીએ ડૉક્ટર બોયફ્રેન્ડની ઓફિસમાં જ ઊંઘની ગોળીઓ ખાઈ લીધી
જોકે અંતે કંટાળી ને યુવતી એ હોસ્પિટલ પહોંચી આરોપીની ઓફિસમાં ઊંઘની ગોળી ઓ ખાઈ લીધી હતી. જે અંગે ની જાણ ફરિયાદીને થતાં તેને તાત્કાલિક સારવાર માટે ખસેડવામાં આવી હતી. જ્યારે પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસ એ આરોપીની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે.
Published by:Jay Mishra
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર