અમદાવાદઃ ડોક્ટરે રીસર્ચ સેન્ટરના CEO મહિલા ડોક્ટર સામે નોંધાવી પોલીસ ફરિયાદ, શું છે આખી ઘટના?

અમદાવાદઃ ડોક્ટરે રીસર્ચ સેન્ટરના CEO મહિલા ડોક્ટર સામે નોંધાવી પોલીસ ફરિયાદ, શું છે આખી ઘટના?
પ્રતિકાત્મક તસવીર

આ રીસર્ચ સેન્ટરમાં ખાસ મહિલાઓને પ્રસૃતિ પછી શરીરને કઇ રેતી મેઇનટેન કરવું તે બાબતની ટ્રેનીંગ આપવામાં આવતી હતી.

  • Share this:
અમદાવાદઃ શહેરમાં છેતરપિંડીના (Fraud case) કિસ્સાઓ વધતાં જતા હોય એમ છાસવારે છેતરપિંડીની ઘટનાઓ પોલીસ ચોપડે નોંધાઈ રહી છે. ત્યારે વધુ એક છેતરપિંડીની ઘટના આનંદનગર (Anandnagar) વિસ્તરામાં બની છે. આનંદનગર વિસ્તારમાં ડોક્ટરે અન્ય મહિલા તબીબ સામે છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે. પોતાનાં જ રીસર્ચ સેન્ટરમાં સીઇઓ તરીકે ફરજ બજાવતા મહિલા તબીબે ફરિયાદી તબીબનાં મહત્વનાં ડેટા ચોરીને પોતાની જ અલગ કંપની બનાવી હોવાની ફરિયાદ પોલીસ મથકે નોંધાઇ છે.

મળતી માહિતી પ્રમાણે અમદાવાદનાં આનંદનગર રોડ પર ટાઇટેનીયમ સીટી સેન્ટરમાં આવેલા વાવ ગૃપનાં ડૉ. હેત દેસાઇએ પોતાની ઇન્ટરનેશનલ ઇન્સ્ટીટ્યુટ ઓફ પેલ્વીક ફ્લોર રીસર્ચ, રીહેબ એન્ડ એજ્યુકેશન નામની કંપનીમાં સીઈઓ તરીકે ફરજ બજાવતા ડૉ. સુનિતા પટેલ સામે પ્રોપર્ટીનાં ડેટા, સોશિયલ મીડિયા એકાઉન્ટસ, લોગો, ઇંટલેક્ચ્યુઅલ પ્રોપર્ટી, ફિઝીકલ એડ્રેસ વગેરે વસ્તુઓનો ખોટો ઉપયોગ પોતાના અંગત હિત માટે કર્યો હોવાની ફરિયાદ આનંદનગર પોલીસ સ્ટેશનમાં નોંધાવી છે.આ રીસર્ચ સેન્ટરમાં ખાસ મહિલાઓને પ્રસૃતિ પછી શરીરને કઇ રેતી મેઇનટેન કરવું તે બાબતની ટ્રેનીંગ આપવામાં આવતી હતી. આ સંસ્થામાં 2018થી સીઇઓ તરીકે કામ કરતા મહિલા તબીબ ડૉ. સુનિતા દેસાઇની નિમણુક થઇ.

આ પણ વાંચોઃ-Gold-Silverની કિંમતોમાં થયો મોટો ફેરફાર, ફટાફટ જાણી લો અમદાવાદમાં આજના નવા ભાવ

છેલ્લાં 10 મહિનાથી મહિલા તબીબે વી કેર વુમન નામનું પોતાના સોશિયલ મીડિયા પર એકાઉન્ટ બનાવી અનેક ફિઝીયોથેરાપીસ્ટ તબીબોને વેબીનારનાં માધ્યમથી તાલીમ આપી હતી.

આ પણ વાંચોઃ-સુરતનો ચેતવણીરૂપ કિસ્સો! 'તમારા ઘરની પરિસ્થિતિ ખરાબ છે વિધિ કરવી પડશે', પરિણીતા પાસેથી રૂ.70 હજાની મતા લઈ કિન્નરો ફરાર

આ પણ વાંચોઃ-અંધશ્રદ્ધાની પરાકાષ્ઠા! દેવીને ખુશ કરવા માટે માતાએ 24 વર્ષના પુત્રની ચઢાવી બલી, ઊંઘમાં જ વાઢી નાખ્યું ગળું

સ્ત્રી સ્વાસ્થ્ય માટે ડૉ હેત દેસાઇએ તૈયાર કરેલો અભ્યાસક્રમ પણ આ તબીબ લઇ જઇ પોતાનાં અંગત લાભ માટે ફરિયાદીની તમામ માહિતીઓ લઇને ઉપયોગ કર્યો હોવાનો આરોપ ફરિયાદી એ કર્યો છે. આનંદનગર પોલીસે આ સમગ્ર મામલે મહિલા તબીબ સામે છેતરપીંડીનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.ઉલ્લેખનીય છે કે અત્યારના જમાનામાં વેપાર ધંધામાં ભાગીદારો એક બીજા સાથે લાખો કરોડો રૂપિયાની છેતરપિંડી આચરતા હોવાના કિસ્સા છાસવારે સામે આવે છે. એટલું જ નહીં ઓનલાઈન છેતરપિંડીના કિસ્સાઓ પણ કોરોના સમયમાં વધી ગયા હોય એવું લાગી રહ્યું છે. ડોક્ટરે મહિલા ડોક્ટર સામે કરેલી છેતરપિંડીના પગલે પોલીસને ગુનો નોંધીને વધુ તપાસ હાથધરી છે.
Published by:ankit patel
First published:October 22, 2020, 19:34 pm

ટૉપ ન્યૂઝ