શું દિવાળીમાં ફટાકડા ફોડવાને લઈ સરકાર કોઈ નિર્ણય લેશે? Corona દર્દી માટે ધુમાડો જીવલેણ?


Updated: October 26, 2020, 10:05 PM IST
શું દિવાળીમાં ફટાકડા ફોડવાને લઈ સરકાર કોઈ નિર્ણય લેશે? Corona દર્દી માટે ધુમાડો જીવલેણ?
પ્રતિકાત્મક તસવીર

તબીબોનું માનવું છે કે, ફટાકડાનો ધુમાડો કોરોના ગ્રસ્ત દર્દી અને કોરોનામાંથી સારવાર લઇને સાજા થયેલા દર્દીઓને ફેફસાંને નુકસાન પહોંચાડી શકે છે.

  • Share this:
અમદાવાદ : કોરોનાની મહામારી દરમિયાન તહેવારોની ઉજવણી માટે સરકાર દ્વારા કેટલીક ગાઇડ લાઇન બહાર પાડવામાં આવી હતી. જોકે હવે જ્યારે દિવાળીના તહેવારને આડે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે ફટાકડા ફોડવા ને લઈને સરકાર દ્વારા શું નિર્ણય લેવામાં આવે છે તેના પર સૌની નજર રહેલી છે. કારણ કે, કેટલાક તબીબોનું માનવું છે કે, ફટાકડાનો ધુમાડો કોરોના ગ્રસ્ત દર્દી અને કોરોનામાંથી સારવાર લઇને સાજા થયેલા દર્દીઓને ફેફસાંને નુકસાન પહોંચાડી શકે છે.

છેલ્લા કેટલાક સમયથી કોરોનાનું સંક્રમણ ધીમે ધીમે વધી રહી હોય તેવું લાગી રહ્યું છે. જોકે નવેમ્બર માસમાં કોરોના ફરી એક વખત વકરે તેવું કેટલાક નિષ્ણાતોનું માનવું છે. જોકે હવે દિવાળીનો તહેવાર આવી રહ્યો છે ત્યારે આ તહેવારમાં આ વર્ષે લોકો ફટાકડા ન ફોડે તે હિતાવહ હોવાનુ તબીબો માની રહ્યા છે. કારણ કે, ફટાકડાનો ધુમાડો શ્વાસમાં જવાથી ફેફસાને નુકસાન પહોંચી શકે છે.

કોરોનાના કારણે દર્દીના ફેફસા પર અસર થાય છે અને જો એવામાં ફટાકડાનો ધુમાડો હવામાં ભળે તો આવા દર્દી અને સાજા થયેલા વ્યક્તિને શ્વાસ લેવામાં થઈ શકે છે. એટલું જ નહીં અન્ય કેટલાક રોગ થવાનો પણ ડર રહેલો છે. દિવાળી દરમિયાન વાતાવરણમાં સામાન્ય રીતે ઠંડક જોવા મળતી હોય છે અને ઠંડક વાળા વાતાવરણમાં હવા નીચલા સ્તર પર જોવા મળે છે. એટલે ફટાકડા નો ધુમાડો પણ હવામાં ભળેલો હોય છે. જે હવા શ્વાસ મારફતે લેવાથી કોરોના પોઝિટિવ દર્દીઓ ને તો શ્વાસોશ્વાસ અને ફેફસા અસર થાય છે.

શાળાઓ શરૂ કરવા ગતિવિધિ તેજ : સંચાલકો પાસે માંગ્યો અભિપ્રાય, જાણો - આ પ્રશ્નો પર ફસાયો પેચ

આ પણ વાંચો - શાળાઓ શરૂ કરવા ગતિવિધિ તેજ : સંચાલકો પાસે માંગ્યો અભિપ્રાય, જાણો - આ પ્રશ્નો પર ફસાયો પેચ

જોકે આ દરમિયાન આવા વ્યક્તિ કે જેઓ કોરોના માંથી સાજા થયા છે. તેઓને ઘરની બહારના નીકળવા માટેની અપીલ તબીબ કરી રહ્યા છે. એટલું જ નહિ ઘરમાં પણ માસ્ક પહેરવું જોઈએ કે જેથી ફટાકડાના ધુમાડા યુક્ત હવા તેઓના સ્વાસ્થ્યને નુકસાન ના કરે.અમદાવાદમાં Acid attack: 30 વર્ષના લગ્નજીવન બાદ પતિની ક્રૂર ભડાશ, પત્ની પર ફેંક્યું એસિડ

ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં 26મી ઑક્ટોબરે કોરોના વાયરસના 908 નવા કેસ પોઝિટિવ (26મી October Gujarat corona cases) નોંધાયા છે, જ્યારે 1102 દર્દીઓ સાજા થતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે. 24 કલાક દરમિયાન રાજ્યના જુદા જુદા વિસ્તારોમાં કોરોના વાયરસના (gujarat covid deaths) 4 દર્દીનાં મોત થયા છે. દરમિયાન રાજ્યમાં પોઝિટિવ કેસનો આંક 168081 એ પહોંચી ગયો છે.
Published by: kiran mehta
First published: October 26, 2020, 10:05 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading