Home /News /madhya-gujarat /

દિવાળીની ખરીદીમાં અમદાવાદીઓ સાવધાન, આડેધડ વાહન પાર્ક ના કરતા, જાણો કેમ

દિવાળીની ખરીદીમાં અમદાવાદીઓ સાવધાન, આડેધડ વાહન પાર્ક ના કરતા, જાણો કેમ

તહેવારોમાં લોકો રસ્તા પર ખરીદી કરવા નીકળે છે ત્યારે ટ્રાફિકમાં વધારો થઇ જતો હોય છે (પ્રતિકાત્મક તસવીર)

Diwali 2021- દિવાળીના (Diwali)પર્વને આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે કોરોના કાળ બાદ બે વર્ષ પછી હર્ષોઉલ્લાસ સાથે લોકો દિવાળીની ખરીદી (Diwali shopping)માટે રસ્તા પર મોટી સંખ્યામાં જોવા મળે છે

અમદાવાદ : દિવાળીના (Diwali)પર્વને આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે કોરોના કાળ બાદ બે વર્ષ પછી હર્ષોઉલ્લાસ સાથે લોકો દિવાળીની ખરીદી (Diwali shopping)માટે રસ્તા પર મોટી સંખ્યામાં નીકળતા નજરે પડે છે. જેના કારણે ટ્રાફિક સમસ્યા (Traffic problem)ઉદ્ભવે સ્વાભાવિક છે. પરંતુ આવા સમયે ટ્રાફિક વિભાગ (Traffic Department)દ્વારા તેના નિવારણ માટે એક્શન પ્લાન બનાવી લીધો છે.

અમદાવાદ શહેરમાં ટ્રાફિક સમસ્યાએ (Traffic problem in Ahmedabad city)હવે કાયમી તકલીફ બની ગઈ છે. સામાન્ય દિવસોમાં પણ લોકોને ટ્રાફિકના કારણે હાલાકીનો સામનો કરવો પડે છે ત્યારે તહેવારોમાં લોકો રસ્તા પર ખરીદી કરવા નીકળે છે ત્યારે આ મુશ્કેલીમાં વધારો થઇ જતો હોય છે. ટ્રાફિક નિવારણ અને નિયમોનું પાલન કરાવવા એન્ફોર્સમેન્ટ માટે જાણીતો અમદાવાદ ટ્રાફિક વિભાગ આવા સમયે ટ્રાફિક પોલીસે એક્શન પ્લાન બનાવી ટ્રાફિક સમસ્યા નિવારવા અને પાર્કિંગ હળવું કરવા પ્રયત્નો શરૂ કર્યા છે.

આ પણ વાંચો - સુરત : દમણથી દારૂ પી પરત ફરેલા 34 ઝડપાયા, 7 સિનિયર સિટીઝન, ભક્તિ કરવાની ઉંમરે થયા ટલ્લી

શહેરમાં ટ્રાફિક વિભાગની ટીમો દ્વારા આડેઘડ પાર્કિંગ કરી નાગરિકો ખરીદી કરવા જતા ના રહે તે અંગે વિશેષ ધ્યાન રાખવામાં આવશે. સાથે-સાથ 16 ક્રેન, 3000 ફોર વ્હિલર ક્લેમ, 5 સ્પીડ ગનનો ઉપયોગ કરી દંડાત્મક કાર્યવાહી કરશે. જે માટે અમદાવાદ ટ્રાફિક પોલીસના 2 DCP,5 ACP, 9 PI, 15 PSI, 2293 ટ્રાફિક પોલીસકર્મી, 1800 TRB, 253 હોમગાર્ડની મદદથી ટ્રાફિક વ્યવસ્થા સાંભળવામાં આવશે.

એક તરફ ટ્રાફિક વિભાગ અવારનવાર ટ્રાફિક નિવારણ માટે અનેક પ્રયાસ કરી રહ્યું છે. ટ્રાફિક નિયમોનું પાલન કરાવવા માટે ફરજીયાત દંડ ઉઘરાવવામાં પણ આવે છે. ત્યારે દિવાળીમાં ટ્રાફિક વિભાગ તેના માટે પણ સજ્જ હોવાનું અધિકારી માની રહ્યા છે. આ અંગે માહિતી આપતા અમદાવાદ ટ્રાફિક જોઈન્ટ કમિશ્નર મયંક સિંહ ચાવડાએ (Ahmedabad Traffic Joint Commissioner Mayank Singh Chavda)જણાવ્યું હતું કે આગામી સમયમાં દિવાળીનો તહેવાર આવી આવી રહ્યો છે. બે વર્ષે બાદ લોકો કોરોના કાળ બાદ સારી રીતે દિવાળી ઉજવી શકશે. ટ્રાફિકની સમસ્યાથી નાગરિકોને પરેશાની ના થાય તે માટે અમે તૈયારી કરી છે.

આ પણ વાંચો - રાજકોટ : 10 ચોપડી ભણેલી નકલી મહિલા ડોક્ટર ઝડપાઇ, પોલીસથી બચવા આવો આઈડિયા અપનાવતી

તેમણે કહ્યું હતું કે અમારી પાસે 3 હજાર કલેમ્પ,15 ક્રેઇન છે તેની મદદથી અમે રોડ પરના વાહનોને ટો કરવામાં આવશે. અમારી પાસે 5 હજાર કેમેરા છે જેમાંથી 2300 કેમેરા ટ્રાફિક માટેના છે. જ્યાં પણ ટ્રાફિક જામ થશે અને ખોટી રીતે પાર્ક કરનાર સામે પગલાં લેવામાં આવશે. 200 જેટલા બ્રિથ એનેલાઇજર છે. સાથે જ સ્પીડમાં વાહન ચાલક માટે ગન સ્પીડર પણ છે. રોડ પર ફટાકડાના સ્ટોલ રાખી શકશે નહીં. પાર્કિગ માટે કોર્પોરેશનના પાર્કિગ પ્લાન મંજૂર થઈ ગયો છે. તે માટે હવે કામ ચાલુ કરવામાં આવશે.
Published by:Ashish Goyal
First published:

Tags: Ahmedabad Traffic, Diwali, Diwali 2021, અમદાવાદ

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन
विज्ञापन