દિવાળી પહેલા 108 ઇમરજન્સી સેવાનો આવો છે ચોંકાવનારો રિપોર્ટ, કોરોનાના વધતા કોલ્સમાં આ રીતે આપશે સેવા

દિવાળી પહેલા 108 ઇમરજન્સી સેવાનો આવો છે ચોંકાવનારો રિપોર્ટ, કોરોનાના વધતા કોલ્સમાં આ રીતે આપશે સેવા
104ને કોવિડ હેલ્પલાઈન જાહેર કર્યા બાદ માર્ચથી અત્યાર સુધી 12 લાખ કોલ નોંધાયા છે

104ને કોવિડ હેલ્પલાઈન જાહેર કર્યા બાદ માર્ચથી અત્યાર સુધી 12 લાખ કોલ નોંધાયા છે

  • Share this:
અમદાવાદ : કોરોના વાયરસે ગુજરાત અને સમગ્ર વિશ્વમાં કહેર મચાવ્યો છે. આ રોગચાળા દરમિયાન 108 ઈમરજન્સી મેનેજમેન્ટ સર્વિસને વધુ સુસજજ બનાવવામાં આવી છે. જેને લઈને દર્દીઓને હોસ્પિટલમાં ખસેડવાની વિવિધ સુવિધા ઉભી કરવામાં આવી છે. 108 ઈમરજન્સી મેનેજમેન્ટ સર્વિસ દ્રારા હાલ 70 જેટલી એમ્બ્યુલન્સને કાર્યાન્વિત કરવામાં આવી છે. માર્ચ 2020 બાદ 108 સેવા દ્રારા 7 લાખ 18 હજાર 659 જેટલાં દર્દીઓને સેવા પુરી પાડવામાં આવી છે અને 1 લાખ 11 હજાર 349 જેટલાં કોવિડ 19 રોગનાં શંકાસ્પદ દર્દીઓને હોસ્પિટલ ખસેડ્યા છે. ત્યારે દિવાળીને લઈને મેનેજમેન્ટ દ્રારા વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે.

108 ઈમરજન્સી મેનેજમેન્ટ સેન્ટરમાં વધારાના રિસ્પોન્સ ઓફિસર અને ડોક્ટરની સેવા માટે સમગ્ર ગુજરાતમાં 631 જેટલી અત્યાધુનિક એમ્બ્યુલન્સ, તાલિમબદ્ધ ઈએમટી પાયલોટ અને અન્ય સુપર વાઇઝર ટીમ સાથે લોકો માટે ઉપલબ્ધ રહેશે. જેથી દિવાળી પર્વ દરમિયાન વધારાના ઈમરજન્સી કેસોને પહોંચી વળાય.આ પણ વાંચો - સુબ્રમણ્યમ સ્વામીએ કહ્યું - બાઇડન અને હેરિસની ખુશામત ન કરે કેન્દ્ર, આત્મનિર્ભર બને PM મોદી

13 વર્ષના ડેટાના અભ્યાસ કર્યા બાદ 108 ઈમરજન્સી સર્વિસ દ્રારા એક તારણ કાઢવામાં આવ્યું છે કે તહેવારમાં અકસ્માત, આગ અને દાઝવાના બનાવમાં સૌથી વધારે અકસ્માતના બનાવ વધારે સામે આવે છે. સમાન્ય સંજોગોમાં દરરોજનાં 2850 જેટલાં કોલ નોંધાય છે જેની માટે દિવાળીમાં 5 ટકા કોલનો વધારો નોંધાય છે. આ અંગે 108 ઇમરજન્સી સર્વિસના સીઈઓ જશવંત પ્રજાપતિના કહેવા પ્રમાણે નવા વર્ષે 18 ટકા, ભાઈ બીજે 25 ટકા કેસ વધવાની શકયતા હોય છે. દિવાળીના તહેવારમાં વધુ કેસ નોંધાતા હોવાથી 631 એમ્બ્યુલન્સ સાથે 3500 જેટલો સ્ટાફ 24 કલાક કાર્યરત રહેશે.

104ને કોવિડ હેલ્પલાઈન જાહેર કર્યા બાદ માર્ચથી અત્યાર સુધી 12 લાખ કોલ નોંધાયા છે. શરુઆતમાં 104 હેલ્થ હેલ્પ ડેસ્ક હતી ત્યારે માત્ર 2500 કોલ નોધાતા હતા જ્યારે કોવિડ હેલ્પલાઈન જાહેર કર્યા બાદ દરરોજનાં 20 હજાર કોલ નોંધાય છે. માર્ચથી અત્યાર સુધી 12 લાખ કોલમાંથી 2.30 લાખ કોવિડ કોલ જયારે 1 લાખ કોવિડની માહિતી માટેનાં કોલ નોંધાયા છે. જેને લઈને 108 ઈમરજન્સી સેવા દ્રારા તૈયારીઓ કરી દેવામાં આવી છે.
Published by:Ashish Goyal
First published:November 09, 2020, 18:12 pm

ટૉપ ન્યૂઝ