અમદાવાદ: શહેરમાં રહેતી અને વકીલાત કરતી એક યુવતી સાથે એક યુવકે લગ્નની લાલચ આપીને ગેસ્ટ હાઉસમાં લઈ જઈ બળાત્કાર ગુજાર્યો હોવાની ફરિયાદ નોંધાઈ છે. ભોગ બનનાર યુવતી જ્યારે ઇન્ટર્નશિપ કરતી હતી ત્યારે છૂટાછેડા નો કેસ આવ્યો હતો. તે કેસ લઈને આવનાર યુવકે છૂટાછેડા અપાવી દેશે તો તેની સાથે લગ્ન કરશે તેવી લાલચ આપી હતી. વકીલ યુવતી આ યુવકની વાતો ફસાઈ ગઈ અને બાદમાં યુવકે લગ્નની લાલચ આપીને બળાત્કાર ગુજારતા યુવતીએ ન્યાય મેળવવા પોલીસ ફરિયાદ કરતા પોલીસે તપાસ શરૂ કરી છે.
શહેરના વાડજમાં રહેતી 27 વર્ષીય યુવતી ફેમિલી કોર્ટમાં વકીલાતની પ્રેક્ટિસ કરે છે. આજથી એક વર્ષ પહેલાં આ યુવતી ઇન્ટર્નશિપ માટે એક સિનિયર એડવોકેટ સાથે ગઈ હતી. ત્યારે જેતલપુર નું એક દંપતી આ યુવતીના સિનિયર એડવોકેટ પાસે છૂટાછેડા માટે આવ્યું હતું. જે મેટર ચાલતી હતી તે દરમિયાનમાં છૂટાછેડા માટે આવેલા યુવકે આ વકીલ યુવતી સાથે નંબરની આપ લે કરી હતી.
આ પણ વાંચો -
અમદાવાદ: 'સાહેબ, પ્રેમિકાને નવી નક્કોર Alto કાર Gift આપી, પ્રેમિકાને ખુશ કરવા શેઠના ત્યાં
બને વચ્ચે કેસને લાગતી વાતો થતી હતી ત્યારે યુવકે મહિલા વકીલે યુવતીને કહ્યું કે, તેમના સિનિયર એડવોકેટ પાસે આ છૂટાછેડા કરાવી દેશે તો તે યુવતી સાથે લગ્ન કરશે. યુવકને જાણતી હોવાથી મહિલા વકીલને વિશ્વાસ બેઠો હતો. બાદમાં બને વચ્ચે સંબંધો ગાઢ બન્યા હતા. બાદમાં એક દિવસ યુવતીના ઘરે કોઈ નહોતું ત્યારે આ યુવક તેના ઘરે પહોંચ્યો અને લગ્નનો વિશ્વાસ આપી નીકળી ગયો હતો. બાદમાં એક દિવસ મળવા બોલાવી વકીલ યુવતીને તે અસલાલી પાસે એક ગેસ્ટ હાઉસમાં લઈ ગયો અને ત્યાં લગ્નનો વિશ્વાસ આપી યુવતીની મરજી વિરુદ્ધ શારીરિક સંબંધો બાંધ્યા હતા.
આ પણ વાંચો -'ગજબ' સુરત: 'લો લઈ લો રીક્ષા', ચાલકનો પિત્તો છટક્યો, સિગ્નલ પર TRB જવાનને લાફો ઝીંકી દીધો
આવી મુલાકાત અવાર નવાર બને વચ્ચે થતી હતી. એક દિવસ આ જ ગેસ્ટ હાઉસમાં યુવકે આ યુવતીને બોલાવી કેફી પીણું પીવડાવી બળાત્કાર ગુજાર્યો હતો. બાદમાં એક દિવસ યુવતીના પિતાને ફોન કરી બને વચ્ચેના પ્રેમ સંબંધની પણ યુવકે જાણ કરી હતી. બાદમાં એક દિવસ આ યુવક વકીલ યુવતીના ઘરે પહોંચી ગયો અને તેણે જે શરીર સંબંધ બાંધ્યો હતો તેનો વિડીયો વાયરલ કરવાની ધમકી આપી અને યુવતીએ ત્યાંથી જતા રહેવાનું કહેતા યુવક ધમકીઓ આપી ને નીકળી ગયો હતો. જેથી યુવતીએ આ મામલે વાડજ પોલીસસ્ટેશન માં ફરિયાદ આપતા હવે પોલીસે તપાસ શરૂ કરી છે.