સ્કૂલ સંચાલકોની દાદાગીરી સામે DEOનું કડક વલણ, વાલીઓને ફી ભરવા દબાણ કરશો તો થશે કાર્યવાહી


Updated: October 6, 2020, 4:56 PM IST
સ્કૂલ સંચાલકોની દાદાગીરી સામે DEOનું કડક વલણ, વાલીઓને ફી ભરવા દબાણ કરશો તો થશે કાર્યવાહી
ફાઇલ તસવીર

ચાલુ શૈક્ષણિક વર્ષે 25% ફીમાં માફી બાદ ખાનગી શાળાઓ તરફથી વાલીઓ પર 10 ઓક્ટોબર સુધીમાં ફી ભરવા કરાતા દબાણનો મામલો વધુ ગરમાયો છે.

  • Share this:
અમદાવાદ: રાજ્ય સરકારે (Gujarat Government School Fees Cut Decision) 25 ટકા સ્કૂલ ફી માફી આપી હોવા છતાં અનેક સ્કૂલ સંચાલકો વાલીઓને ફી ભરવા દબાણ કરીને 10 ઓક્ટોબર સુધીની સ્કીમ આપી રહ્યા છે. આવા સંચાલકો સામે હવે જિલ્લા શિક્ષણ અધિકારી (District Education Officer)એ કડક વલણ અપનાવ્યું છે. આવા સંચાલકો વિરુદ્ધ ફરિયાદ મળશે તો કાર્યવાહી કરવાની સૂચના આપવામાં આવી છે.

ચાલુ શૈક્ષણિક વર્ષે 25% ફીમાં માફી બાદ ખાનગી શાળાઓ તરફથી વાલીઓ પર 10 ઓક્ટોબર સુધીમાં ફી ભરવા કરાતા દબાણનો મામલો વધુ ગરમાયો છે. વાલીઓ પર દબાણ કરતા શાળાઓના સંચાલકોને અમદાવાદ જિલ્લા શિક્ષણ અધિકારીએ તાકીદ કરતા સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે, સરકારે ફી માફી માટે કોઈ શરત મૂકી નથી. જેથી વિદ્યાર્થીઓના અભ્યાસના ભોગે કોઈ નિર્ણય લેવો નહીં. કોઈ સંચાલક વાલીઓને ફી ભરવા દબાણ નહીં કરી શકે.



અમદાવાદ ગ્રામ્યના જિલ્લા શિક્ષણ અધિકારી રાકેશ વ્યાસ જણાવે છે કે, સરકાર દ્વારા સ્કૂલ ફી માફીને લઈ હજુ કોઈ પરિપત્ર કરવામાં આવ્યો નથી. ફી ભરવાની કોઈ તારીખ પણ નક્કી કરાઈ નથી. બીજું કે મીડિયાના માધ્યમથી નિકોલની ડીવાઇન સ્કૂલની 10 ઓક્ટોબર સુધીમાં ફી ભરવાની વિગત મળી છે. વાલીઓ દ્વારા ફરિયાદ કરવામાં આવી નથી. આ મામલે ફરિયાદ મળશે તો આગળની કાર્યવાહી કરવામાં આવશે. જે ફી ઘટાડો થવાનો છે તે વાર્ષિક ધોરણે થવાનો છે. જેથી જે કોઈ વાલી પાસે ફી ભરવાની સગવડ ન હોય તો જે તે સંસ્થાએ વિદ્યાર્થીઓના હિતમાં ફી ભરવા સમય આપવો જોઈએ.

આ પણ વાંચો: સોમાભાઈ પટેલ માટે 'બાવાના બેય બગડ્યા' જેવી સ્થિતિ, ભાજપ પણ ટિકિટ નહીં આપે!

અમદાવાદ શહેરના જિલ્લા શિક્ષણ અધિકારી કચેરીના સુપ્રિટેન્ડેન્ટ ભરતસિંહ ગોહિલે જણાવ્યું કે, સંચાલકો કોઈ શરતના આધારે ફી માંગી શકે નહીં. સરકારે વાર્ષિક 25 ટકા ફી માફી આપવાની વાત કરી છે, જે સંચાલકોએ આપવી પડશે. જો વાલી તાત્કાલિક ફી ભરી શકે તેમ ન હોય તો સંચાલકો તબક્કાવાર હપ્તેથી ફી ઉઘરાવી શકે છે.

મહત્ત્વનું છે કે 25 ટકા ફી માફી મામલે શિક્ષણમંત્રી મૌખિક જાહેરાતના 6 દિવસ બદ પણ અમલવારીનો સરકારે પરિપત્ર કર્યો નથી. આ પરિપત્ર પહેલા જ પહેલાં જ સ્કૂલો મનમાની કરી રહી છે. આ મામલે હવે સરકાર આવા મનમાની કરતા સંચાલકો પર સકંજો મજબૂત કરવા ઝડપથી કોઈ નિર્ણય લે અને તેને અમલમાં મૂકે તે જરૂરી બન્યું છે.
Published by: Vinod Zankhaliya
First published: October 6, 2020, 4:53 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading