નિત્યાનંદ આશ્રમ વિવાદ વકર્યો, જિલ્લા શિક્ષણાધિકારીએ DPSને ફટકારી નોટિસ

News18 Gujarati
Updated: November 19, 2019, 7:24 PM IST
નિત્યાનંદ આશ્રમ વિવાદ વકર્યો, જિલ્લા શિક્ષણાધિકારીએ DPSને ફટકારી નોટિસ
નિત્યાનંદ આશ્રમ વિવાદ - જિલ્લા શિક્ષણાધિકારીએ DPS સ્કૂલને ફટકારી નોટિસ

સતત ત્રીજા દિવસે 19 નવેમ્બરે DEOની ટીમ સ્કૂલ પર પહોંચી હતી. પરંતુ, DEO અધિકારીઓને તપાસમાં સતત સહકાર નહી આપતા હોવાનું સામે આવ્યું

  • Share this:
અમદાવાદ: હાથીજણની DPS સ્કૂલ કેમ્પસમાં ચાલતા નિત્યાનંદ આશ્રમનો મામલે વિવાદ વધુ વકરી રહ્યો છે. DPS સ્કૂલને અમદાવાદ ગ્રામ્ય જિલ્લા શિક્ષણ અધિકારીએ નોટિસ ફટકારી છે અને 7 દિવસમાં ખુલાસો કરવા આદેશ કરાયો છે.

હથીજણના હીરાપુરમાં આવેલ DPS સ્કૂલના કેમ્પસમાં ચાલતા યોગીની સર્વગ્ય પીઠમ આશ્રમ નિત્યાનંદનો આશ્રમ ચાલતો હતો. જે જમીન DPS એ આશ્રમને લિઝ પર ભાડે આપી હોવાનું ધ્યાને આવતા અમદાવાદ ગ્રામ્યના જિલ્લા શિક્ષણ અધિકારી રાકેશ વ્યાસ 16 નવેમ્બરે DPS સ્કૂલ તપાસ માટે પહોંચ્યા હતા. ત્યારે સ્કૂલ સત્તાધીશો એ કોઈ આધાર પુરાવા આપ્યા ન હતા, ત્યારબાદ 18 નવેમ્બર ના રોજ જિલ્લા શિક્ષણ અધિકારીની ટિમ શાળાએ પહોંચી હતી.

આશ્રમમાં રહેતા બાળકો સ્કૂલમાં અભ્યાસ કરે છે કે કેમ, આ ઉપર વધુ તપાસ માટે આધાર પુરાવા માગ્યા હતા. પરંતુ સ્કૂલ દ્વારા વધારે સમય માંગ્યો હતો. જેથી ફરીથી સતત ત્રીજા દિવસે 19 નવેમ્બરે DEOની ટીમ સ્કૂલ પર પહોંચી હતી. પરંતુ, DEO અધિકારીઓને તપાસમાં સતત સહકાર નહી આપતા હોવાનું સામે આવ્યું હતું. સતત ત્રણ દિવસથી દસ્તાવેજ રજૂ કરવામાં સ્કૂલ સત્તાધીશો મોડું કરી રહ્યા હતા, અને કોઈ પુરાવા તપાસમાં આપ્યા ન હતા. જેથી જિલ્લા શિક્ષણ અધિકારી અમદાવાદ ગ્રામયએ DPS સ્કૂલ સત્તાધીશોને કારણ દર્શક નોટિસ ફટકારી છે. અને આગામી 7 દિવસમાં ખુલાસો કરવા આદેશ કર્યો છે.

મહત્વનું છે કે, બેંગલોરનું એક દંપતી પોતાના બાળકોને ગેરકાયદે આશ્રમમાં ગોંધી રાખ્યાનો આરોપ લગાવ્યો હતો. પરિવારની પુખ્તવયની પુત્રીને આશ્રમમાંથી આવવા નહી દેવાતી હોવાનો આક્ષેપ પણ પરિવારજનોએ લગાવ્યો હતો. સતત ચાર દિવસથી ચાલતા આ નિત્યાનંદ આશ્રમ વિવાદ Dps સ્કૂલ કેમ્પસમાં ચાલતો હોવનો વિવાદ પણ વકર્યો હતો. હાલ DEO એ સ્કૂલને નોટિસ ફટકારી છે. જો તેમ છતાં સ્કૂલ દ્વારા કોઈ ખુલાસો નહીં કરાય તો એ મામલે CBSE બોર્ડને પણ જાણ કરી સ્કૂલ સામે પગલાં ભરાશે.
First published: November 19, 2019
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading