અમદાવાદઃ શ્રેય હોસ્પિટલ અગ્નિકાંડની પોલીસ તપાસ સામે પરિવારજનોનો અસંતોષ, CBI તપાસ માટે માંગ


Updated: September 19, 2020, 5:51 PM IST
અમદાવાદઃ શ્રેય હોસ્પિટલ અગ્નિકાંડની પોલીસ તપાસ સામે પરિવારજનોનો અસંતોષ, CBI તપાસ માટે માંગ
હોસ્પિટલ બહાર ભેગા થયેલા પરિવારજનો

અમદાવાદ પોલીસ દ્વારા શ્રેય હોસ્પિટલ સંચાલકો સામે હળવી કલમો લગાવી સંચાલકોને બચાવાનો પ્રયાસ કરાયો છે.

  • Share this:
અમદાવાદઃ શહેરમાં શ્રેય હોસ્પિટલ અગ્નિકાંડના (shrey hosptial fire Incident) આગ હજુ બુજાઇ નથી. મૃતકોના પરિવારજનોએ હોસ્પિટલ બહાર એકત્ર થયા અને પોલીસના (Police) કામગીરી પર સવાલ ઉઠાવ્યા હતા . પોલીસ સંચાલકોને બચાવા માટે હળવી કલમો લગાવી હોવાનો આરોપ લગાવાનો છે . સરકાર સમગ્ર અગ્નિકાંડની તપાસ સીબીઆઇ (CBI) કરે તેવી માંગે કરી હતા

અમદાવાદ શ્રેય હોસ્પિટલ અગ્નિકાડની તપાસ સીબીઆઇ કરે તેવા માંગ સાથે મૃતકોના પરિવારજનો હોસ્પિટલ બહાર એકત્ર થાય હતા . પરિવારજનો આરોપ હતો કે સરકાર દ્વારા વળતર તો આપવામા આવ્યું છે. પરંતુ યોગ્ય ન્યાય મળ્યો નથી.

પરિવારજનો આરોપ મુક્તા નિવેદન આપ્યું હતુ કે હોસ્પિટલ સંચાલકોને બચાવા માટે પોલીસ દ્વારા હળવી કલમ લગાડવામા આવી હતી . શ્રેય હોસ્પિટલ અગ્નિકાંડ બાદ વિજયવાડામા પણ હોસ્પિટલ આગ લાગી હતી . ત્યા પણ આગનું કારણ અહીયા જેવું હતુ.

આ પણ વાંચોઃ-રાજકોટઃ વિવિધ ખાદ્ય તેલોના ભાવો આસમાને પહોંચ્યા, સીંગતેલ માટે ચીનને રાખવો પડે છે ભારત ઉપર આધાર

ત્યાના સરકાર અને પોલીસ સંચાલકો સામે બિન જામીન પાત્ર કલમ લગાડી હતી. સુરત તક્ષશિલા કાંડમાં પણ તંત્રે કડક કલમો લાગવી હતી . જેના પગલે હજુ પણ સંચાલકો છુટી શક્યા નથી.

આ પણ વાંચોઃ-FACT Check: શું મોદી સરકાર દરેક ઘર ઉપર ફ્રીમાં સોલર પેનલ લગાવી રહી છે? જાણો સચ્ચાઈઆ પણ વાંચોઃ-રાજકોટઃ 6 વર્ષની બાળાની હત્યાનો ભેદ ઉકેલાયો, દુષ્કર્મ આચરવા જતાં બાળકીએ પ્રતિકાર કરતા કરી હતી હત્યા

અમદાવાદ પોલીસ દ્વારા શ્રેય હોસ્પિટલ સંચાલકો સામે હળવી કલમો લગાવી સંચાલકોને બચાવાનો પ્રયાસ કરાયો છે. અહીં માત્ર અકસ્માત કલમ લગાડી સંચાલકો સામે હળવી કલમો લગાડી જેથી તેઓ જામીન મળી ગયા છે. પરિવારજનોએ સરકાર સમક્ષ બે હાથ જોડી સમગ્ર ઘટનાની સીબીઆઇ તપાસની માંગ કરી છે.

મહત્વપૂર્ણ છે સરકાર દ્વારા મૃતક પરિવારજનોને સહાય પેટે ચાર લાખ થોડા સમય પહેલા જ અપાયા હતા . પરંતુ આજે પરિવારજનો સહાય નહી પણ ન્યાયની માંગ કરી હતી. સ્વજનો કહે છે સીએમ વિજય રૂપાણીને મળવા માટે અનેક વખત સમય માંગ્યો છે પણ તેઓ આપતા નથી.
Published by: ankit patel
First published: September 19, 2020, 5:40 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading