Home /News /madhya-gujarat /

અમદાવાદ : સાબરમતી નદી ફૂટ બ્રિજના નામકરણ પર રાજકારણ, ભાજપ અને કોંગ્રેસ આમને-સામને

અમદાવાદ : સાબરમતી નદી ફૂટ બ્રિજના નામકરણ પર રાજકારણ, ભાજપ અને કોંગ્રેસ આમને-સામને

હજુ તો બ્રિજનું નિર્માણ કામ ચાલી રહ્યું છે ત્યા બ્રિજના નામકરણ પર ભાજપ અને કોંગ્રેસ આમને સામને જોવા મળ્યા છે

Ahmedabad Sabarmati river foot bridge - આ આઇકોનિક પેડેસ્ટ્રીઅન બ્રિજ સાબરમતી રિવરફ્રન્ટના પશ્ચિમ અને પૂર્વ ભાગને જોડશે. તેની પ્રેરણા પતંગ તેમજ ઉત્તરાયણની ઉજવણી પરથી લીધેલી છે

અમદાવાદ : સાબરમતી રિવરફ્રન્ટ (Sabarmati Riverfront)પર તૈયાર થનાર આઇકોનિક પેડિસ્ટ્રીયન બ્રિજ (Pedestrian bridge)એટલે પતંગ બ્રિજના નામકરણ મુદ્દે ભાજપ (BJP)અને કોંગ્રેસ (Congress)આમને સામને જોવા મળ્યા છે. ભાજપે બ્રિજનું નામ પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીના (Atal Bihari Vajpayee)નામની જાહેર કરી છે તો કોંગ્રેસ આ બ્રિજનું નામ (સીડીએસ) સ્વ. જનરલ બિપિન રાવત (General Bipin Rawat)આપવા માંગ કરી છે. અમદાવાદ (Ahmedabad)શહેરના મધ્યમાં આવેલ સાબરમતી નદી પર નિર્માણ થઇ રહેલ આઇકોનિક પેડિસ્ટ્રીયન બ્રિજ એટલે પતંગ બ્રિજના નામકરણ પર રાજકારણ ગરમાયું છે. હજુ તો બ્રિજનું નિર્માણ કામ ચાલી રહ્યું છે ત્યા બ્રિજના નામકરણ પર ભાજપ અને કોંગ્રેસ આમને સામને જોવા મળ્યા છે.

કોંગ્રેસ પક્ષના કાઉન્સિલર ઇકબાલ શેખે માંગણી કરી હતી કે દેશના પ્રથમ ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ (સીડીએસ) સ્વ. જનરલ બીપિન રાવતનું નામ આ બ્રિજને આપીને તેઓને શ્રદ્ધાંજલિ આપવી જોઇએ. ગત 8 ડિસેમ્બરના રોજ તામિલનાડુના કુન્નુર ખાતે એક હેલિકોપ્ટર ક્રેશ દુર્ઘટનામાં જનરલ બિપિન રાવત, તેમના પત્ની સાથે અન્ય 10 દેશના પનોતા પુત્રો શહીદ થયા હતા. જનરલ બિપિન રાવત ઇન્ડિયન આર્મીના જનરલ હતા પછી તેઓને દેશના પ્રથમ સીડીએસ બનાવવામાં આવ્યા હતા. દેશની સેવા બદલ તેઓને પરમ વિશિષ્ટ સેવા મેડલ, ઉત્તમ યુદ્ધ સેવા મેડલ, અતિ વિશિષ્ટ સેવા મેડલ, યુદ્ધ સેવા મેડલ, સેના મેડલ સહિતના અનેક એવોર્ડ મળ્યા હતા. તેઓ યુદ્ધ રણનીતિમાં માહેર હતા. તેઓના નિધનથી દેશને ક્યારેય ન પુરાય તેવી ખોટ પડી છે જેથી તેઓના નામે સાબરમતી રિવરફ્રન્ટ પેડિસ્ટ્રીયન બ્રિજનું નામાભિધાન કરવામાં આવે તેવી અમારી માંગણી છે.

આ પણ વાંચો - અમદાવાદ : કોરોનાના જાહેર થતા આંકડા બાબતે ઇન્ડિયન મેડિકલ એસોસિએશન નારાજ, જાણો શું કરી ટકોર

હજુ તો કોંગ્રેસ માંગણી કરી છે ત્યા તો મહાનગરપાલિકા સતાધીશોએ તાકીદમાં સ્ટેન્ડિંગ કમિટીમાં કામ લાવી નવા બની રહેલા બ્રિજનું નામ પૂર્વ વડાપ્રધાન અને ભાજપના દિગ્ગજ નેતા અટલ બિહારી વાજપેયીના નામકરણની જાહેરાત કરી નાંખી છે.

એએસમી સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હિતેશભાઇ બારોટે જણાવ્યું હતું કે હજુ સુધી કોંગ્રેસ તરફ કોઇ પત્ર સત્તાપક્ષને મળ્યો નથી. અથવા કોઇ કોંગ્રેસના નેતાઓ અમારી પાસે રૂબરુ મુલાકાત કરી નથી. સત્તા પક્ષે પૂર્વ પ્રધાનમંત્રી અને ભાજપના દિગ્ગજ નેતા સ્વ. અટલબિહારી વાજપેયીના નામ પર આ બ્રિજ નામ રાખવાનો પ્રસ્તાવ તાકીદમાં કમિટીમાં મુકાયો હતો જે મંજૂર કરાયો છે. આવનાર સમયમાં જ્યારે પણ આ બ્રિજ તૈયાર થશે ત્યારે આ બ્રિજનું નામ અટલ બ્રિજ રહેશે.

આ પણ વાંચો - રાજ્યમાં અન્ન અને પૂરવઠા વિભાગ બનાવશે ‘રાશન’ એપ, જાણો ગ્રાહકોને શું ફાયદો થશે

આ આઇકોનિક પેડેસ્ટ્રીઅન બ્રિજ સાબરમતી રિવરફ્રન્ટના પશ્ચિમ અને પૂર્વ ભાગને જોડશે. તેની પ્રેરણા પતંગ તેમજ ઉત્તરાયણની ઉજવણી પરથી લીધેલી છે. તેઆ ગ્લાસ ફૂટ ઓવર બ્રિજ સરદાર બ્રિજ અને એલિસ બ્રિજ વચ્ચે બનાવવામાં આવી રહ્યો છે. આ બ્રિજનું કામ ટૂંક સમયમાં પૂર્ણ થવાનું છે.
Published by:Ashish Goyal
First published:

Tags: અમદાવાદ, કોંગ્રેસ, ભાજપ, રિવરફન્ટ

આગામી સમાચાર