યુવકને બાઈક પર કેક કાપવાનું ભારે પડ્યું, મામલો પોલીસ સ્ટેશનમાં પહોંચ્યો


Updated: March 20, 2020, 1:05 PM IST
યુવકને બાઈક પર કેક કાપવાનું ભારે પડ્યું, મામલો પોલીસ સ્ટેશનમાં પહોંચ્યો
પ્રતિકાત્મક તસવીર

બાઇક ગંદુ થવા મામલે ચાર લોકોએ મારામારી કરી હતી, શાહપુર પોલીસે ચાર લોકો સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી.

  • Share this:
અમદાવાદ : અત્યારે મોટાભાગે જન્મદિવસ (Birthday)ની ઉજવણી લોકો રોડ પર કેક (Cake)કાપીને મિત્રો સાથે કરતા હોય છે. વાહન પર કેક (Cut Cake on Bike) રાખતા જ લોકો સેલિબ્રેશન (Birthday Celebration) કરીને એક બીજા પર કેક લગાવતા હોય છે. આવો જ એક કિસ્સો શાહપુર (Shahpur)માં બન્યો છે. જેમાં કેક કાપ્યા બાદ બાઈક ગંદુ થતા મારામારી થઈ હતી.

ઘી કાંટામાં રહેતો આશિષ દેસાઈ બી.કોમનો અભ્યાસ કરે છે. 19મી ફેબ્રુઆરીના રોજ મિત્ર વિકાસના જન્મ દિવસની ઉજવણી કરી રહ્યા હતા. ત્યારે ત્યાં ઓફિસ ધરાવતા જીગર પંચાલ અને તેના પિતા આવ્યા હતા. કેક કાપીને બાઈક ગંદુ થયું હોવાથી જીગર પંચાલે બોલાચાલી કરી હતી.

આ પણ વાંચો : અમદાવાદ : 'આજે તને નહીં છોડું' કહીને નરાધમે જાહેરમાં જ યુવતીનું ટી-શર્ટ ફાડી નાખ્યું

આ બોલાચાલી થતા જ જીગર પંચાલ અને તેના પિતાએ મારામારી શરૂ કરી હતી. એટલામાં જ જીગરનો મિત્ર ગાંધી અને મિહિર સોલંકી આવી ગયા હતા.

બાઈક ગંદુ થવા બાબતે આ ચાર લોકોએ બબાલ કરીને મારામારી કરી હતી. આશિષને ઈજાઓ પહોંચતા તેને સારવાર અર્થે ખસેડાયો હતો. જ્યાં પોલીસને જાણ થતા જ શાહપુર પોલીસે ચાર લોકો સામે આઇપીસી 323, 324, 427, 506(2) અને 114 મુજબ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
First published: March 20, 2020, 1:05 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading