અમદાવાદ : 26 કરોડમાં રોડ રસ્તા રિસરફેસના સિંગલ ટેન્ડર કામો અંગે ખુલાસો માંગવામાં આવ્યો


Updated: October 19, 2020, 11:29 PM IST
અમદાવાદ : 26 કરોડમાં રોડ રસ્તા રિસરફેસના સિંગલ ટેન્ડર કામો અંગે ખુલાસો માંગવામાં આવ્યો
પ્રતિકાત્મક તસવીર

અમદાવાદ શહેરમાં રોડ રસ્તાના ટેન્ડર મુદ્દે ન્યૂઝ 18 ગુજરાતીએ પ્રસારિત કરેલા અહેવાલ બાદ તંત્ર સફાળું જાગ્યું

  • Share this:
અમદાવાદ : અમદાવાદ શહેરમાં રોડ રસ્તાના ટેન્ડર મુદ્દે ન્યૂઝ 18 ગુજરાતીએ પ્રસારિત કરેલા અહેવાલ બાદ તંત્ર સફાળું જાગ્યું હતું. રોડ એન્ડ બિલ્ડીંગ કમિટી ચેરમેન દ્વારા ટેન્ડર અંગે ખુલાસો કરતા હવે કામ બાકી રાખ્યા છે. કોંગ્રેસે રોડ રસ્તાના કૌભાંડને ભાજપનો ચૂંટણી માટે ઘન સંચય કાર્યક્રમ ગણ્યો છે.

અમદાવાદ શહેરમાં સામાન્ય વરસાદ પડતાની સાથે જ શહેરના રસ્તા ધોવાણ થાય છે. ખાડા પડે, રસ્તાઓમાં ગાબડા પડે, સ્માર્ટ શહેરના ખાડા નગરી બની જાય છે. સત્તાધીશોએ દાવો કર્યો હતો કે દિવાળી અને નવરાત્રી સુધીમાં શહેરમાં તમામ રાજ માર્ગો રિસરફેસ અને રીપેરિંગ તેમજ પેચ વર્ક કરાશે. પરંતુ એએમસીએ રોડ રસ્તાના નવા કામ અને રિસરફેસ માટે પણ ટેન્ડરમા ભ્રષ્ટાચાર અને કૌભાંડ થયું હોવાની ચર્ચા ચાલી રહી છે.

આ પણ વાંચો - અમદાવાદમાં સી પ્લેન પ્રોજેક્ટ, 31 ઓક્ટોબરે પીએમ મોદી પ્રોજેક્ટનો કરાવી શકે છે પ્રારંભ

એએમસી રોડ એન્ડ બિલ્ડીંગ કમિટીના ચેરમેન રમેશભાઇ દેસાઇએ જણાવ્યું હતું કે કમિટીએ ત્રણ કામ બાકી રાખ્યા છે અને અધિકારીને ટેન્ડરમાં આવેલા ઉંચા ભાવ અંગે ખુલાસો કરવા કહ્યું છે. અમદાવાદ શહેરમાં ચોમાસ બાદ તુટેલા રસ્તા રિસરફેસ કરવા માટે અલગ અલગ વોર્ડ અને ઝોન માટે ટેન્ડર બહાર પાડ્યા હતા. જેમાં મધ્ય ઝોન અને પશ્ચિમ ઝોન વિસ્તારમાં 26 કરોડના ટેન્ડર માત્ર સિંગલ આવ્યા હતા. એએમસીએ નક્કી કરાયેલા ભાવ કરતા પણ 30 ટકા ઊંચા ભાવ આપવા માટે એએમસી તંત્ર તૈયાર થઇ ગયું હતું પરંતુ ન્યૂઝ 18 ગુજરાતીનો અહેવાલ પ્રસારિત કરતા હાલ 26 કરોડના રોડના રિસરફેસના કામ બાકી રાખ્યા છે અને ટેન્ડર ઉંચા ભાવ અંગે ખુલાસો કરવા સુચના અપાઇ છે.

વિપક્ષે આ મુદ્દે ભાજપની ધનસંચય યોજના ગણાવી મોટું કૌભાંડ ભાજપ કરતું હોવાનો આરોપ લગાવ્યો હતો . દિનેશ શર્માએ જણાવ્યું હતું કે ભાજપે આ ટેન્ડર રદ કરી નવું ટેન્ડર બહાર પાડવું જોઇએ. જેથી અન્ય કોન્ટ્રાક્ટર પણ ભાગ લઇ શકે અને રોડ રિસરફેશનો નીચો ભાવે આવે. જેથી પ્રજાના ટેક્સના પૈસા બગડે નહી. જોકે ભાજપ ચૂંટણી માટે ધનસચંય કરતું હોવાથી ટેન્ડર ઉભા ભાવે લવાયા છે જે નિયમ વિરુદ્ધ છે. જેનો કોંગ્રેસે વિરોધ કર્યો છે.
Published by: Ashish Goyal
First published: October 19, 2020, 11:29 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading