ભાજપના દલિત આગેવાનો નારાજ, લોકસભા ટિકિટને લઈને મતભેદ

ભાજપના દલિત આગેવાનો નારાજ, લોકસભા ટિકિટને લઈને મતભેદ

 • Share this:
  હિતેન્દ્ર બારોટ, ગાંધીનગર

  ચૂંટણીની તારીખો જાહેર થતાની સાથે જ વિવિધ પાર્ટી દ્વારા ઉમેદવારોની પસંદગીની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે, આ દરમિયાન જૂથવાદ સામે આવી રહ્યાં છે. ગુજરાતમાં અમદાવાદ પશ્ચિમ લોકસભાને લઈને વિવાદ સપાટી પર આવ્યો છે. અહીં ભાજપ સમર્થિક રોહિત સમાજના આગેવાનોમાં લોકસભાની ટિકિટને લઇને મતભેદ રાખવામાં આવતો હોવાની નારાજગી વ્યક્ત કરી છે.  ગુજરાતમાં દલિત આગોવાનોમાં પણ ભાજપ પક્ષપાત રાખતું હોવાનો આરોપ રોહિત સમાજના આગેવાનો કરી રહ્યાં છે. રોહિત સમાજના આગેવાનોનું કહેવું છે કે લોકસભાની ચૂંટણીમાં ભાજપ માત્ર વણકર સમાજના લોકોને જ ટિકિટ આપે છે. સાથે જ આક્ષેપ લગાવ્યો કે રાજ્યમાં ભાજપ દ્વારા રોહિત સમાજના આગેવાનોને સરકાર અને સંગઠનમાં પૂરતું પ્રતિનિધિત્વ આપવામાં આવતું નથી.

  અહીં ક્લિક કરી વાંચોઃ અમિત શાહ અને આનંદીબેનના ગજગ્રાહમાં શું અડવાણી બાજી મારી જશે ?

  રોહિત સમાજે માગણી કરી છે કે આ વખતે ભાજપ રોહિત સમાજના ઉમેદવારને ટિકિટ આપે. સાથે જ માગણી કરી છે કે રાજ્યમાં રોહિત સમાજને બીજેપી દ્વારા સરકાર અને સંગઠનમાં પૂરતું પ્રતિનિધિત્વ આપવામાં આવે. સાથે જ રોહિત સમાજના આગેવાનો દ્વારા ચિમકી ઉચ્ચારવામાં આવી છે કે આ વખતે અમદાવાદ પશ્ચિમમાં રોહિત સમાજના આગેવાનને ટિકિટ નહીં આપવામાં આવી તો તેઓ કોંગ્રેસમા જોડાઇ શકે છે.

  રોહિત સમાજે જણાવ્યું કે આત્મા રામ પરમાર, વિક્રમ ચૌહાણ, આર એમ પટેલ રોહિત સમાજના આગેવાનો છે. જ્યારે કિરીટ સોલંકી, વિનોદ ચાવડા, શંભુનાથ તુડિયા વણકર સમાજના આગેવાનો છે. બોર્ડ નિગમથી માંડી સંગઠનમાં વણકર સમાજના આગેવાનોને પ્રાથમિકતા આપવામાં આવી છે. જ્યારે રોહિત સમાજના આગેવાનોની અવગણના કરવામાં આવી છે.

  અમદાવાદ પશ્ચિમની લોકસભાની બેઠક ભાજપ માટે અતિ મહત્વની છે, જો કે આ પહેલા અહીં દલિત સમાજમાં નારાજગીથી ભાજપના આગેવાનો ચિંતામાં મૂકાયા છે. કારણ કે આ બેઠકના ગ્રાઉડ રિપોર્ટ પર નજર કરીએ તો હાલ દલિતોની વસ્તી 40 લાખ જેટલી છે, જેમાં 15 લાખ મતદારો રોહિત સમાજના છે, સૂત્રોનું કહેવું છે કે રોહિત સમાજના નારાજ કેટલાક નેતાઓ કોંગ્રેસના સંપર્કમાં પણ છે. એવામાં જો ક્રોસ વોટિંગ થયું તો સીધું નુકશાન ભાજપને થઇ શકે છે.
  Published by:News18 Gujarati
  First published:March 15, 2019, 22:26 pm

  ટૉપ ન્યૂઝ