સીએ થયેલા મોક્ષેશે 100 કરોડના બિઝનેસનો ત્યાગ કરી લીધી દીક્ષા

News18 Gujarati
Updated: April 21, 2018, 10:36 AM IST
સીએ થયેલા મોક્ષેશે 100 કરોડના બિઝનેસનો ત્યાગ કરી લીધી દીક્ષા

  • Share this:
મુંબઈના સમૃદ્ધ પરિવારના 24 વર્ષીય ચાર્ટર્ડ એકાઉન્ટન્ટે લગભગ 100 કરોડોની સંપત્તિ અને કેરિયરનો ત્યાગ કર્યો છે. ડાયમંડ, મેટલ અને ખાંડના ઉદ્યોગમાં જાણીતી કંપની જે.કે. કોર્પોરેશનના પરિવારના મોક્ષેશ શેઠે દીક્ષા લીધી છે. દીક્ષાની વિધિ અમદાવાદ-ગાંધીનગર રોડ પર આવેલા તપોવન સર્કલ પાસે હજારો જૈન ભક્તો વચ્ચે સંપન્ન થઈ હતી.

મનને શાંતિ મળશે
મોક્ષેશે આ અંગે પોતાના વિચાર વ્યકત કરતાં કહ્યું કે, “હું જ્યારે 15 વર્ષનો હતો ત્યારે જ મેં જૈન સાધુ બનવાનું વિચાર્યું હતું. સાધુ બનીને મારા મનને શાંતિ મળશે જે મને આ સંસારમાંથી નહીં મળે. મારે ફક્ત મારી ખુશીઓ નહીં, બધા ખુશ રહે તે જોઈએ છે.”

પરિવારનો સૌથી મોટો પુત્ર
મોક્ષેશનો પરિવાર મૂળ ડીસાનો છે અને છેલ્લા 60 વર્ષોથી મુંબઈમાં સ્થાયી થયો છે. મોક્ષેશના પિતા સંદીપભાઈ અને કાકા ગિરીશ શેઠ હજી પણ મુંબઈમાં સંયુક્ત કુટુંબમાં રહે છે. સંદીપભાઈના 3 પુત્રો છે જેમાંથી મોક્ષેશ સૌથી મોટો પુત્ર છે. વાલ્કેશ્વર વિસ્તારની માનવ મંદિર સ્કૂલમાં મોક્ષેશે અભ્યાસ કર્યો છે. ધોરણ 10માં 93.38% અને ધોરણ 12માં 85% મેળવ્યા હતા. H.R. કોલેજમાં મોક્ષેશે કોમર્સમાં ગ્રેજ્યુએશન કર્યું છે. તેણે એક જ ટ્રાયલમાં સીએએની ડિગ્રી મેળવી લીધી હતી. જે પછી સાંગલીમાં ફેમિલી બિઝનેસ સંભાળતો હતો.

પરિવારની 5 પુત્રીઓએ પણ લીધી છે દીક્ષા
મોક્ષેશના પિતાએ કહ્યું કે, “અમારા પરિવારમાં મોક્ષેશ પ્રથમ પુરુષ છે જે સાધુ બનવા જઈ રહ્યો છે. જો કે અમારા પરિવારની 5 પુત્રીઓ પહેલાં જૈન સાધ્વી બની ચૂકી છે. પરિવારે ઘણો વિચાર કર્યા બાદ આ વર્ષે જાન્યુઆરી મહિનામાં મને દીક્ષા લેવા માટે મંજૂરી આપી”

દીક્ષા બાદ તેઓ આચાર્ય હેમચંદ્રસુરીશ્વરજી મ.સાના શિષ્યરત્ન આચાર્ય કલ્યાણબોધિસુરીશ્વરજીના શિષ્ય રત્નમુનિરાજ જિનપ્રેમવિજયજી મ.સાના ચરણોમાં જીવન સર્મિપત કરશે.

 
First published: April 21, 2018
વધુ વાંચો
अगली ख़बर