અમદાવાદમાં કોરોના બેકાબૂ, AIIMSના ડાયરેક્ટર ડૉ.ગુલેરિયા SVPની મુલાકાતે પહોંચ્યા

News18 Gujarati
Updated: May 9, 2020, 10:02 AM IST
અમદાવાદમાં કોરોના બેકાબૂ, AIIMSના ડાયરેક્ટર ડૉ.ગુલેરિયા SVPની મુલાકાતે પહોંચ્યા
દિલ્હી સ્થિતિ અખિલ ભારતીય આયુવિજ્ઞાન સંસ્થાન (AIIMs)ના ડાયરેક્ટર ડૉ.રણદીપ ગુલેરિયાએ દેશમાં આવનારા સમયમાં કોરોના ચરમ સીમા પર હશે તેવી આશંકા વ્યક્ત કરી હતી.

મુખ્યમંત્રી વિજય રૂપાણીની વિનંતીને માન્ય રાખી સરકારે ડૉ.રણદીપ ગુલેરીયા અને ડૉ.મનીષ સુનેજાને અમદાવાદ મોકલ્યા

  • Share this:
અમદાવાદ : એઈમ્સના ડાયરેક્ટર ડૉ. રણદીપ ગુલેરિયા અને ડૉ.મનીષ સુનેજા શુક્રવારે રાત્રે અમદાવાદમાં કોવિડ -19 ને કારણે રાજ્યમાં વધતા મૃત્યુદરને પહોંચી વળવા માટે રાજ્યના તબીબોનું માર્ગદર્શન કરવા માટે અમદાવાદ આવી પહોંચ્યા છે. ડૉ.ગુલેરિયા અને ડૉ.સુનેજા સિવિલમાં પહોંચ્યા છે અને તેઓ તબીબો સાથે ચર્ચા શરૂ કરશે. અગાઉ ગઈકાલે સાંજે રાજ્યનું સ્વાસ્થ્ય બૂલેટિન રજૂ કરતા આરોગ્ય અને કુટુંબ કલ્યાણના મુખ્ય સચિવ જયંતિ રવિએ જણાવ્યું હતું કે, બંને ડૉકટરો ખાસ ભારતીય વાયુસેનાના વિમાનમાં અમદાવાદ પહોંચશે. આજે તેઓ અમદાવાદની સિવિલ હોસ્પિટલ અને એસવીપી હોસ્પિટલમાં COVID-19 દર્દીઓને મળશે. તેઓ દર્દીઓની સારવાર કરતા ડૉકટરો ને પણ મળશે અને તેમને સલાહ આપશે.

રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગૃહમંત્રી અમિત શાહને આ બંને તબીબ ઉપરાંત એપોલો હોસ્પિટલના એક તબીબ મળી અને ત્રણ તજજ્ઞોને ગુજરાતની મદદે મોકલવા માટે અપીલ કરી હતી. રાજ્યના મુખ્યમંત્રીની રજૂઆતને માન્ય રાખી સરકારે આ બંને તબીબોને લૉકડાઉન વચ્ચે અમદાવાદ મોકલ્યા છે. રાજ્યમાં કોરોના વાયરસના કારણે અમદાવાદની સ્થિતિ કથળી છે. કેસ વધી રહ્યા છે, મૃત્યુની સંખ્યા પણ વધી રહી છે આ સ્થિતિમાં કઈ સ્ટ્રેટેજી અપનાવી અસરકારક પરિણામ મેળવવું તે મોટો પ્રશ્ન સર્જાયો છે.

આ પણ વાંચો :  રાજ્યના આ ઠેકાણે 'કોરોના'નું આગમન પાંચ વર્ષ પહેલાં જ થઈ ગયું હતું, વાયરસ વકરતા આખા દેશમાં ચર્ચા

ગુલેરિયાએ બે દિવસ પહેલાં જ કોરોના અંગે આપી હતી મોટી ચેતવણી

દરમિયાન ગુરૂવારે એઇમ્સના ડાયરેક્ટર અને આજે અમદાવાદ કોવિડ હોસ્પિટલની મુલાકાતે આવનારા ડૉકટર રણદીપ ગુલેરીયાએ બે દિવસ પહેલાં જ કોરોના અંગે મોટી આગાહી કરી હતી. ગુલેરીયાએ જણાવ્યું હતું કે દેશમાં કોરોના હજુ ટોંચે નથી પહોંચ્યો. કોરોના ટોચે પહોંચતા જૂન-જુલાઈ આવશે અને આ મહિનાઓમાં કોરોનાના કેસો વધશે.

આ પણ વાંચો :   ગુજરાતમાં નવા ઉદ્યોગ રોકાણકારો માટે મુખ્યમંત્રી વિજય રુપાણીએ કરી મહત્વની જાહેરાત24 કલાકમાં 24 મોત 390 નવા કેસ

દરમિયાન રાજ્ય માટે વાયરસ કોરોના કાળમુખો બની રહ્યો છે. રાજ્યમાં ગત સાંજે 5.00 વાગ્યે નોંધાયેલા કેસો મુજબ 24 કલાકમાં 324 મોત અને 390 કેસ નોંધાયા છે. રાજ્યના આરોગ્ય વિભાગના અગ્ર સચિવ જયંતિ રવિએ જણાવ્યું કે ગઈકાલે 163 લોકો સાજા થઈ ઘરે ગયા છે. જ્યારે રાજ્યમાં 5082 એક્ટિવ કેસનો હજુ પણ ઉપચાર થઈ રહ્યો છે. રાજ્યમાં અત્યારસુધીમાં 1,05,387 લોકોના સેમ્પલનની તપાસ થઈ છે.
First published: May 9, 2020
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading