અસારામ આશ્રમમાં અપમૃત્યુ કેસઃ બંને બાળકોના ડૂબી જવાથી મૃત્યુ થયાની આશંકા

News18 Gujarati
Updated: July 26, 2019, 6:36 PM IST
અસારામ આશ્રમમાં અપમૃત્યુ કેસઃ બંને બાળકોના ડૂબી જવાથી મૃત્યુ થયાની આશંકા
દીપેશ અભિષેક

અસારામ આશ્રમ ખાતે બે બાળકોના અપમૃત્યુ કેસ અંગે તપાસ પંચનો અહેવાલ વિધાનસભા ગૃહમાં રજુ

  • Share this:
બંને બાળકોના શરીરના કેટલાક અવયવો તાંત્રીક વિધિ માટે કાઢી લેવાયા હોવાનું સાબિત થતું નથી. FSL રીપોર્ટ અને તબીબી પુરાવાઓને ધ્યાને લેતા બાળકોના મૃત્યુ ડુબી જવાથી થયા હોવાનું નકારી શકાય નહીં. તપાસ પંચે કરેલા સુચનો પર રાજ્ય સરકાર દ્વારા ઉચિત કાર્યવાહી કરવામાં આવશે. અસારામ આશ્રમ ગુરૂકુલમાં રહેતા બે બાળકોના અપમૃત્યુ કેસની તલસ્પર્શી તપાસ માટે રાજ્યની સંવેદનશીલ સરકારે સમગ્ર કેસની તપાસ ગુજરાત હાઇકોર્ટના નિવૃત્ત જસ્ટીસ ડી.કે.ત્રિવેદીના અધ્યક્ષપણા હેઠળ અલાયદા તપાસ પંચની નિમણૂંક કરી હતી.

અસારામ આશ્રમ ખાતે બે બાળકોના અપમૃત્યુના બનેલા બનાવના તથ્યો અને કારણોની તપાસ કરવી તથા આ બનાવની પોલીસ દ્વારા યોગ્ય તપાસ થઇ છે કે કેમ તે અંગે તપાસ કરવી અને ભવિષ્યમાં આવા બનાવ ન બને તે અંગેના સુચનો કરવાના હેતુસર જસ્ટીસડી.કે.ત્રિવેદી તપાસ પંચની રચના કરવામાં આવી હતી.

અહીં ક્લિક કરી વાંચોઃ અક્ષરધામ આતંકી હુમલાના મુખ્ય સૂત્રધારને J&Kથી ઝડપી અમદાવાદ લવાયો

તપાસ પંચનો અહેવાલ તલસ્પર્શી તપાસ અને તારણો સાથે આજે વિધાનસભા ગૃહમાં રજુ કરવામાં આવ્યો. રાજ્યના ગૃહ મંત્રી પ્રદિપસિંહ જાડેજાએ તપાસ પંચનો અહેવાલ ગૃહમાં રજુ કરતા જણાવ્યું છે કે તપાસ પંચના તારણ અનુસાર એફ.એસ.એલ. રીપોર્ટ તથા તબીબી પુરાવાઓને ધ્યાને લેતા બંને બાળકોના મૃત્યુ ડૂબી જવાને કારણે થયા હોવાનું નકારી શકાય નહીં. તે ઉપરાંત બંને બાળકોના શરીરના કેટલાક અવયવો તાંત્રીક વિધિ માટે કાઢી લેવામાં આવ્યા હોવાનું સાબિત થતું નથી. લાંબા સમય પાણીમાં રહેવાના કારણે મૃતદેહો કોહવાઇ ગયા હોવાથી સ્થાનિક પોલીસ દ્વારા બંને બાળકો (મૃતકો)ને ઓળખી કાઢવામાં થોડો વિલંબ થયો છે, આ સિવાય તપાસમાં પોલીસની કોઇ ચુક નથી.

તપાસ પંચ એવા તારણ પર આવેલી છે કે આસારામ આશ્રમ ગુરૂકુળમાં રહેતા બાળકોની પુરતી કાળજી લેવામાં આવતી ન હતી. તપાસ પંચ દ્વારા કરવામાં આવેલા સુચનો પર વિચારણા કરી રાજ્ય સરકાર દ્વારા ઉચિત કાર્યવાહી કરવામાં આવશે.

જસ્ટીસ ડી.કે. ત્રિવેદી કમિશન અહેવાલના તપાસ પંચના તારણો:1.આસારામ આશ્રમને સાબરમતી નદી તરફના પાછળના ભાગમાં આવેલ દરવાજા પર આશ્રમ સત્તાવાળા દ્વારા કોઇ વોચમેન રાખવામાં આવેલા ન હતા.
2.દિપેશ અને અભિષેક તા. ૩.૦૭.૨૦૦૮ના રોજ આશ્રમ છોડીને ક્યારે અને કેવી રીતે ગયા તેના કોઇ નક્કર પુરાવાઓ નથી.
3.સ્થાનિક પોલીસને તા. ૦૫.૦૭.૨૦૦૮ના રોજ સાંજે જાણ થઇ હતી કે સાબરમતી નદીમાં બે મૃતદેહો છે. આમ છતા પોલીસ દ્વારા તુર્તજ તપાસ કરવામાં આવી ન હતી.
4.આ સિવાય સ્થાનિક પોલીસ દ્વારા તપાસમાં પુરતી કાળજી લેવામાં આવી હતી.
5.સી.આઇ.ડી. ક્રાઇમ દ્વારા તપાસમાં પણ કોઇ ખામી રહેલ નથી.
6.પોસ્ટમોર્ટમ દરમ્યાન વીડીયોગ્રાફી કરવામાં આવી હતી.
7.તબીબી પુરાવા અને અભિપ્રાય અનુસાર બાળકોનું ડુબવાથી મૃત્યુ થવાની શક્યતા નકારી શકાય નહીં. તેમજ બાળકોના કોઇ અવયવો કોઇના દ્વારા કાઢી લેવામાં આવેલ નથી.
8.આશ્રમમાં તાંત્રીક વીધી થતી હોવાના કોઇ પુરાવા મળેલ નથી.
9.આ બનાવ દરમ્યાન થતા વિરોધ પ્રદર્શનમાં કેટલાક રાજકીય પક્ષો જોડાયા હતા. પરંતુ કોઇ રાજકીય નેતા કે વ્યક્તિએ તપાસ પંચ સમક્ષ સોગંધનામા રજૂ કરેલ નથી.
10.ગુરૂકુળ અને આશ્રમના સંચાલકો ત્યા રહેતા બાળકોનો Custodian and Guardian છે. અને બાળકોનું ધ્યાન રાખવું તેમની સલામતીની વ્યવસ્થા કરવી તે તેમની ફરજ છે.
11.આશ્રમ સત્તાવાળની આ પ્રકારની બેદરકારી ચલાવી શકાય નહીં.
12.જો કમિશન દ્વારા નિષ્કાળજી સાબિત કરવામાં આવે તો કમિશને કયા પ્રકારની Relief આપવી તે અંગે કોઇપણ દ્વારા પંચ સમક્ષ રજૂઆત કરવામાં આવેલ નથી.
13.કોઇ વ્યક્તિ દ્વારા પોલીસ સ્ટેશનમાં પોલીસનો સંપર્ક કરવામાં આવે તો પોલીસે તુર્તજ તેની ફરીયાદ લઇ લેવી જેથી તપાસ તુર્તજ ચાલું થઇ શકે તે મુજબ રાજ્ય સરકારે જરૂરી સુચનાઓ બહાર પાડવી.
14.નદી, ડેમ, તળાવ અથવા દરિયા કિનાળાના સ્થળોએ પોલીસ દ્વારા સતત પેટ્રોલીંગ રાખવું જેથી કંઇ પણ અજુગતું જણાય તો તુર્તજ કાર્યવાહી થઇ શકે.
15.બંને બાળકોના મૃત્યુથી કુટુંબને પડેલ ખોટ પૈસાથી ભરી શકાય તેમ નથી. પરંતુ આશ્રમ દ્વારા આપવામાં આવતી રકમથી મૃતકના વાલીઓ દ્વારા ટ્રસ્ટ બનાવી અથવા અન્ય વ્યવસ્થા કરી દિપેશ અને અભિષેકના નામે ગરીબ અને જરૂરીયાતમંદ બાળકોને વાર્ષિક કોલર્શીપ આપવી.
16.આશ્રમ સત્તાવાળા આ અંગે ઉચિત નિર્ણય લે.

તપાસ પંચના સુચનો :

1.જ્યારે કોઇપણ સંસ્થા દ્વારા ગુરૂકુળની સ્થાપના કરવાની સરકાર સમક્ષ અરજી કરે ત્યારે તે સંસ્થાનું જવાબદાર અધિકારી દ્વારા રૂબરૂ મુલાકાત લઇ ત્યા રહેનાર બાળકોની Safety, Security અને પ્રોટેક્શન માટે પુર્તતા કાળજી લેવામાં આવી છે કે કેમ તે ચકાસવું.
2.આવી મંજૂરી અપાયા બાદ સમયાંતરે જવાબદાર અધિકારીએ મુલાકાત લઇ કોઇ ખામી જણાય તો તુર્તજ પગલા લેવા.
3.બાળકોની સંખ્યાના આધારે વોર્ડનની નિમણૂંક કરવી.
4.હોસ્ટેલમાં તમામ સગવડતાઓ પુરી પાડવી.
5.વોર્ડને હોસ્ટેલના રૂમની નિયમિત અને ઓચિંતી મુલાકાત લેવી તથા તેઓની હાજરી તપાસવી.
6.મુલાકાત રજીસ્ટ્રર રાખવું તથા સી.સી. ટીવી કેમેરા લગાવવા.
7.તમામ દરવાજા ઉપર ૨૪ કલાક વોંચમેન રાખવા
8.First Aid ના સાધનો રાખવા
9. મેનેજમેન્ટે બાળકોના માતા પિતા / વાલીના સંપર્કમાં રહેવું અને તેઓ ગુરૂકુળની નિયમિત મુલાકાત લે તે જોવું.
10.રાત્રી દરમ્યાન ગુરૂકુળમાં લાઇટની પુરતી વ્યવસ્થા રાખવી.
11.દર ત્રણ મહિને બાળકોની તબીબી ચકાસણી કરાવવી.
12.રમતનું મેદાન હોવું જોઇએ.
First published: July 26, 2019
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading