ડીજીટલ સુરક્ષા વ્યવસ્થા બેકાર? બે બેન્ક ખાતામાંથી 5 લાખ થઈ ગયા ગાયબ

News18 Gujarati
Updated: July 1, 2018, 2:35 PM IST
ડીજીટલ સુરક્ષા વ્યવસ્થા બેકાર? બે બેન્ક ખાતામાંથી 5 લાખ થઈ ગયા ગાયબ

  • Share this:
દેશ અને દુનિયામાં સાયબર ક્રાઈમની ઘટનાઓમાં વધારો થઈ રહ્યો છે, તેવામાં ગાંધીનગર જિલ્લાના બિઝનેસમેન સમીર ત્રિવેદી કે જેઓ એક સિક્યુરિટી કંપની ધરાવે છે. તેઓ સાથે ઓનલાઈન ટ્રાન્જેક્શન દ્વારા ફ્રોડ થયુ છે. તેમના બેંક ખાતામાંથી સરકારી ટેક્સના નામે કેટલાક રૂપિયાની ઉચાપત થઈ છે, અને તે પણ સમીર ત્રિવેદીની જાણ બહાર, સમીર ત્રિવેદીના ખાતામાંથી આ રૂપિયા કપાયા તે દરમિયાન કોઈ ઓટીપી તેમને મળ્યો ન હતો, અને બે બેન્ક ખાતામાંથી રૂપિયા 5 લાખ ઉપડી ગયા છે. ત્યારે આ મામલે તેઓએ સાયબર ક્રાઈમ અને બેંકના ઉચ્ચ અધિકારીઓ સાથે વાત કરી છે, પરંતુ આ મામલે તેઓને કોઈ પણ પ્રકારે મદદ કરવામાં આવી નથી.

દેશ, દુનિયા અને ગુજરાતમાં સાયબર ક્રાઇમની ઘટનાઓ દિન બ દિન વધી રહી છે. એમાંય નવા નવા પડકારો ઉભા થતા ગયા છે. અને તેની ગંભીરતા એટલી વધતી ગઇ છે કે એક અઠવાડ઼િયાના ઇઝરાયલના પ્રવાસ દરમ્યાન સાયબર ક્રાઇમને નાથવા માટે ઇઝરાયેલ દ્વારા વિકસાવેલી સક્ષમ ટેકનોલોજીનો ઉપયોગ ગુજરાતમાં કરવાના નિર્ણયની સીએમ રુપાણીએ જાહેરાત કરવી પડી છે. એકતરફ પીએમ નરેન્દ્ર મોદીનુ ડીજીટલ ઇન્ડિયાનુ સ્વપ્ન અને બીજી તરફ ભલ ભલાને માથુ ખંજવાળતા કરી મૂકે તેવા સાયબર ક્રાઇમના કિસ્સાઓ. ગાંધીનગર જિલ્લામાં એક આવોજ કિસ્સો અમે આપની સમક્ષ લાવ્યા છીએ જેમાં બીજા કોઇના નામે નહીં પરંતુ, ખુદ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાના જ નામે ગ્રાહકના ખાતામાંથી લાખ્ખો રુપિયા ઉપડી ગયા છે.

ગાંધીનગર જિલ્લાના બિઝનેસમેન સમીર ત્રિવેદી, કોસમોસ નામે સિક્યુરીટી કંપની ધરાવતા આ બિઝનેસમેનના હાથ નીચે અંદાજે 15 હજાર માણસોનો સ્ટાફ છે. તો વર્ષે અંદાજે પચાસ કરોડનુ ટર્ન ઓવર છે. અતિ વ્યસ્તતાને લઇને સ્વાભાવિકપણેજ તેમના માટે ઓનલાઇન વ્યવહારો ડિજીટલ ટ્રાન્જેક્શન્સ રોજીંદા છે. પરંતુ, એક સમયે આશીર્વાદ લાગતી ઓનલાઇન સેવાઓ હવે સમીર ભાઇ માટે દિલનું દર્દ બની છે. જેની કોઇ દવા હજુ નથી શોધી શકાઇ.

વાત જાણે એમ છેકે સમીર ભાઇના સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના ખાતામાંથી ગવર્મેન્ટ ટેક્સના નામે 4 મહિના પહેલાં અંદાજે દોઢ રુપિયા ઉપડી ગયા હતા. જેનો કોઇ બેંક ઓટીપી તેમને પ્રાપ્ત થયો નહોતો. આ મુદ્દે તેમણે
બેંકને પણ જાણ કરી. પરંતુ, તપાસ કરીશું તેવો મોળો જવાબ સાંભળ્યા પછી પણ અચ્છે દિનની આશામાં બેસેલા સમીર ભાઇ પર આકાશ ત્યારે તુટી પડયું જયારે જૂન મહિનાની ત્રીજી તારીખે ફરીથી તેમના
ખાતામાંથી સાડા ત્રણ લાખ રુપિયા ઉપડી ગયા અને એ પણ ગવર્મેન્ટ ટેક્સ ના નામે.જયારે પણ કોઇ ઓનલાઇન ટ્રાન્જેક્શન થાય ત્યારે, સામાન્ય પણે જે-તે કાર્ડ હોલ્ડરે રજીસ્ટડર્ડ કરેલા મોબાઇલમાં એક ઓટીપી નંબર આવતો હોય છે. અને આ ઓટીપી નંબર નાંખ્યા પછી જ પૈસાનુ ટ્રાન્જેક્શન થઇ શકતુ હોય છે. પરંતુ, અહીંયા તો ના ઓટીપી નંબર, કે ના બેંક તરફથી કોઇ નોટીસ કે ફોન કોલ, અને બારોબાર સમીર ભાઇના ખાતામાંથી 5 લાખ રુપિયાનો વ્યવહાર, અને એ પણ એકવાર નહીં બબ્બે વાર.

આ અંગે જયારે ન્યુઝ 18 ની ટીમે સાયબર સેલ અધિકારીઓનો સંપર્ક કર્યો ત્યારે, તેમણે આ તપાસ પ્રોસેસમાં હોવાથી કાઇપણ કહેવુ વહેલુ ગણાશે કહીને કાંઇ કહેવાનો ઇન્કાર કર્યો ને જ્યારે સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાના અધિકારીઓનો સંપર્ક કર્યો ત્યારે તેઓએ ઓન કેમેરા કાંઇ પણ કહેવાનો ઇન્કાર કરતા જણાવ્યુ કે ગવર્મેન્ટ તરફથી જયારે ટેક્સ કપાય ત્યારે, ગ્રાહકને ઓટીપી ન પણ આવે.

ગ્રાહકે જો ટેક્સ ના ભર્યો હોય તો પોતાની રીતે ટેક્સ વસૂલવાનો સરકારને અધિકાર છે એમ કહી બેંકે હાથ ઉંચા કરી દીધા બાદ અપના હાથ જગન્નાથની માફક સમીર ભાઇએ જાત તપાસ કરતા માલુમ પડયુ કે યુપીમાં ગવર્મેન્ટ ટેક્સના નામે ઓનલાઇન બેંકિગ કરતા ગ્રાહકોના ખાતામાંથી રુપિયા ઉપાડી લેવાનુ એક વ્યવસ્થિત ષડયંત્ર ચાલે છે. જેમાં ઘણી બધી કડીઓ જોડાયેલી છે. જોકે આ કડીઓ ત્યારેજ ઉકેલાશે, જયારે સાયબર સેલ આ ગુથ્થી ઉકેલે. પરંતુ, હાલ તો સમીર ત્રિવેદી જેવા બિઝનેસમેનોને ડીજીટલ ઇન્ડિયાના નામે લૂંટાવાનો વારો આવ્યો છે. આરબીઆઇની ગાઇડલાઇન અનુસાર જો અન્યના ખાતામાં પૈસા બેંક દ્વારા ટ્રાન્સફર થઇ ગયા હોય તો - બેંકે ગ્રાહકને એ પૈસા પાછા આપવા પડે. પરંતુ, ગવર્મેન્ટ બેંકોની બલિહારી એ છે કે ગાઇડલાઇનો બની તો જાય છે પરંતુ તેનો અમલ કરવાની જવાબદારી કોઇ સ્વીકારતુ નથી. અને છેવટે સમીર ભાઇ જેવા ગ્રાહકોએ પોલીસમાં ને ગ્રાહક સુરક્ષામાં વર્ષો સુધી ધક્કા ખાવાના વારા આવે છે.

સ્ટોરી - ગીતા મહેતા
First published: July 1, 2018, 2:33 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading