Home /News /madhya-gujarat /Digital Detox Challenge: અમદાવાદમાં જૈન યુવાનો સ્વીકારી રહ્યા છે 'ડિજિટલ ઉપવાસ'ની ચેલેન્જ, માનસિક શુદ્ઘી માટે નવો પ્રયોગ

Digital Detox Challenge: અમદાવાદમાં જૈન યુવાનો સ્વીકારી રહ્યા છે 'ડિજિટલ ઉપવાસ'ની ચેલેન્જ, માનસિક શુદ્ઘી માટે નવો પ્રયોગ

મોબાઈલ ગેમ રમતા બાળકની પ્રતિકાત્મક તસવીરઃ shutter stock

Ahmedabad Jain Digital fasting: અમદાવાદમાં જૈન યુવાનો લઈ રહ્યા છે 'ડિજિટલ ફાસ્ટિંગ'ની ચેલેન્જ, જાણો કેવી રીતે થાય છે 'ડિજિટલ ઉપવાસ'

    Digital Detox challenge: અમદાવાદ : હાલમાં શ્રાવણ (Shravan) મહિનો શરૂ છે ત્યારે ઉપવાસનો (Fasting) ખૂબ મહિમા છે. ઉપવાસની પરંપરા જૈન સમુદાયમાં (Jain fasting) સદીઓથી ચાલી આવી છે. જૈન સમાજમાં ઉપવાસનું ખૂબ મહત્ત્વ હોય છે. જોકે, પહેલાનો ઉપવાસ અન્નનો ત્યાગ દ્વારા કરવામાં આવતો હતો પરંતુ 21મી સદીમાં નવી શુદ્ધીઓ (Detox) માટે નવા પ્રકારના ઉપવાસની જરૂરિયાત વર્તાઈ હોય એવું લાગે છે. આ સ્થિતિને જોતા જૈન સમાજના યુવકો માટે મોબાઇલ અને અન્ય ગેજેટ્સનો ઉપયોગ ન કરી અને 'ડિજિટલ ઉપવાસ' (Digital Fasting Challenge for Jain Youth)રાખવાનો પડકાર આપવામાં આવી રહ્યો છે. જૈન સમુદાય દ્વારા અમદાવાદમાં 'ડિજિટલ ડીટોક્સ' ચેલેન્જ (Digital Detox Challenge) શરૂ કરવામાં આવી છે. આ 50 દિવસના ડિજિટલ ઉપવાસમાં જે ખરા ઉતરશે તેમને શ્રી સમદે શિખરજીની જાત્રા પણ કરાવવામાં આવશે.

    ટાઇમ્સ ઓફ ઇન્ડિયાના સમાચાર મુજબ જૈન સમાજ દ્વારા આ ઉપવાસની ચેલેન્જ શરૂ કરાવવા પાછળનો હેતુ જૈન સમાજમાં પરિવાર અને બાળકો વચ્ચેનો સંપર્ક નબળો ન થાય અને પરિવાર ભાવના મજબૂત રહે તેવો છે. અમદાવાદમાં આ 'ડિજિટિલ ડિટોક્સ ચેલેન્જ' 23મી જુલાઈથ શર થઈ છે અને 10મી સપ્ટેમ્બર સુધી યોજાશે. અમદાવાદમાં જૂના શહેરી વિસ્તારમાં જૈન મંદિરોની બહાર આ ઉપવાસ ચેલેન્જના પોસ્ટર્સ પણ રાખવામાં આવ્યા છે.

    આ પણ વાંચો : Tiktok સ્ટાર અલ્પિતા ચૌધરી બહુચરાજી મંદિરમાં યુનિફોર્મમાં video બનાવવો ભારે પડ્યો

    કેવાં હોય છે 'ડિજિટિલ ઉપવાસ'

    જૈન યુવકોએ આ ઉપવાસમાં જોડાવા માટે ઓનલાઇન રજિસ્ટ્રેશન કરાવવાનું રહે છે. ત્યાર બાદ તેમણે એક આખો દિવસ 12 કલાક માટે ઓછામાં ઓછું ગેજેટ્સથી દૂર રહેવાનું હો છે. જે યુવક યુવતી આ 12 કલાકમાં સાર્થક ઉપવાસ કરે છે તેને 9 પોઇન્ટ આપવામાં આવે છે.

    જૈન ફાઉન્ડેશન.ઇનના સ્થાપક રમેશ કુમાર શાહ જેમણે આ ઉપવાસ ચેલેન્જની શરૂઆત કરી છે તેમણે ટાઇમ્સ ઓફ ઇન્ડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું કે જૈન સમાજના સિદ્ધાંતોને વર્તમાન પેઢી સુધી લઈ જવાનો આ પ્રયાસ છે. આ સ્પર્ધામાં 2,000 રજિસ્ટ્રેશન થયા છે જે પૈકીના 300 ગુજરાતમાંથી થયા છે.

    આ પણ વાંચો : શ્રાવણ માસનો ઉપવાસ કરો છો? તો ભૂલથી પણ ના કરો આ વસ્તુઓનું સેવન

    આમ 21મી સદીમાં સૌથી મોટી સમસ્યા ડિજિટલ સક્રિયતા છે ત્યારે તેનાથી મનની શુદ્ધી કરવા માટે 'ડિજિટલ ડીટોક્સ' કરવામાં આવી રહ્યુ છે અને ઉપવાસ કરવામાં આવી રહ્યા છે. ડિજિટલ ઉપવાસ એ આજના સમયનો નવો પડકાર તેમજ તેમાંથી ડિજિટલ શુદ્ધિ મેળવવાનો નવી ઉપાય છે.
    Published by:Jay Mishra
    First published:

    Tags: Ahmedabad news, Digital, Fasting, Gujarati news, Jain

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन