કોરોનામાં કઠણાઇ : સરકારી હોસ્પિટલમાં ફરજ બજાવતા સિનિયર તબીબોએ સરકાર સામે બાયો ચડાવી

કોરોનામાં કઠણાઇ : સરકારી હોસ્પિટલમાં ફરજ બજાવતા સિનિયર તબીબોએ સરકાર સામે બાયો ચડાવી
ડોક્ટર્સ

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં નર્સિંગ સ્ટાફે પણ પોતાના પડતર પ્રશ્નોને લઈ તેવર બતાવવાના શરૂ કર્યા છે. તેવા સંજોગોમાં હવે 6 સરકારી હોસ્પિટલમાં ફરજ બજાવતા સિનિયર તબીબોએ સરકાર સામે બાયો ચડાવી છે.

  • Share this:
અમદાવાદ: અમદાવાદ (Ahmedabad) સહિત રાજ્યભરમાં કોરોનાનો (coronavirus) કહેર વધી રહ્યો છે. અને વધતા કેસોની સાથે હોસ્પિટલઓ (hospital) ઉભી કરવામાં આવી રહી છે. છતાં સરકાર અને આરોગ્ય વિભાગની હાલત એક સાંધે ત્યાં તેર તૂટે જેવી છે. હવે કોરોનાના આ કાળમાં સરકાર માટે વધુ એક કઠણાઈ ઉભી થાય તેવા એંધાણ છે. રાજ્યની સરકારી હોસ્પિટલમાં ફરજ બજાવતા સિનિયર તબીબોએ પોતાની અલગ અલગ 15 જેટલી પડતર માંગણીઓને લઈ સરકાર સામે બાયો ચડાવી છે.

સરકારને ઘેરવાની તૈયારીઓ શરૂ કરી છે. એક તરફ રાજ્યમાં કોરોનાના દર્દીઓને સારવાર માટે હોસ્પિટલઓ તો ખોલવામાં આવી રહી છે પરંતુ ડોકટર્સ, મેડિકલ અને પેરા મેડિકલ સ્ટાફ મળતો નથી. તેવામાં જુનિયર તબીબો હડતાળ પાડીને માંગણીઓ સંતોષી રહ્યા છે.અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં નર્સિંગ સ્ટાફે પણ પોતાના પડતર પ્રશ્નોને લઈ તેવર બતાવવાના શરૂ કર્યા છે. તેવા સંજોગોમાં હવે 6 સરકારી હોસ્પિટલમાં ફરજ બજાવતા સિનિયર તબીબોએ સરકાર સામે બાયો ચડાવી છે. એ જોતાં કોરોનાકાળમાં સરકારની મુશ્કેલીઓ વધી શકે  છે. અમદાવાદના બી જે મેડિકલ કોલેજના ઓડિટોરિયમમાં ગુજરાત મેડિકલ ટીચર્સ એસોસિએશનના હોદેદારોની બેઠક યોજાઇ હતી.

આ પણ વાંચોઃ-માતાને તડપતી જોઈને મોંઢાથી ઓક્સીજન આપવા લાગી પુત્રીઓ, હૃદયદ્રાવક વીડિયો થયો વાયરલ

આ પણ વાંચોઃ-કરુણ ઘટના! રાજકોટઃ લગ્નના ચાર દિવસ બાદ નવવધૂએ કરી આત્મહત્યા, મહેંદીનો ઉડે તે પહેલા જ જીવન ટૂંકાવ્યું

જેમાં એડિશનલ સુપરિટેનડેન્ટ કક્ષાના,વિભાગીય વડા અને અનેક સિનિયર તબીબો બેઠકમાં હાજર રહ્યા હતા. એઓસીએશનના વડા ડો. રજનીશ પટેલ એ જણાવ્યું કે વર્ષ 2008 થી બાકી રહેલી બઢતી અંગે સરકાર ત્વરિત નિર્ણય લે તેવી તબીબોની માંગ છે. સાતમા પગારપંચના લાભથી પણ સરકારી તબીબો વંચિત છે. અલગ અલગ 15 માંગણીઓ મામલે સરકારને મેમોરેન્ડમ આપ્યા છતાં અસરકારક પગલાં લેવાયા નથી.

આ પણ વાંચોઃ-વાપીનો યુવક અને મહારાષ્ટ્રની મહિલા બાઈક ઉપર કરી રહ્યા હતા 'આવું' કામ, પોલીસે રંગેહાથે પકડ્યા

આ પણ વાંચોઃ-કરુણ ઘટના! કાળમુખો કોરોના ભાઈ-બહેનને ભરખી ગયો, ભાઈએ લગ્નના દિવસે જ લીધા અંતિમશ્વાસ

ઘણા પ્રશ્નો તો વહીવટી પ્રશ્ર્નો છે જેને ડિપાર્ટમેન્ટ ઈચ્છે તો સોલ્વ થઈ શકે તેમ છે. અમારા જુનિયર તબીબો હડતાળ પાડીને માંગણીઓ સંતોષી રહ્યા છે. અમે અગાઉ હડતાળનું એલાન કર્યું હતું પરંતુ કોરોનાની સ્થિતિને જોતા હડતાળ કરી ન હતી.જોકે સરકાર દ્વારા માંગણીઓ સ્વીકારવામાં ન આવી તો સ્થિતિ બગડી શકે છે તેવી ગર્ભિત ચીમકી તેઓએ આપી દીધી છે. સરકાર માગણી ન સ્વીકારએ તો આંદોલનની રણનીતિ ઘડાશે અને અમારી હડતાળમાં 1700 ડોકટર્સ જોડાશે તેવું પણ તેઓએ જણાવ્યું હતું.
Published by:ankit patel
First published:May 03, 2021, 22:20 pm

ટૉપ ન્યૂઝ