અમદાવાદ : લૂંટનાં કેસમાં ઝડપાયેલા સગીરનું પોલીસનાં મારથી મોત થયાનો પરિવાનો આક્ષેપ

News18 Gujarati
Updated: December 24, 2019, 1:49 PM IST
અમદાવાદ : લૂંટનાં કેસમાં ઝડપાયેલા સગીરનું પોલીસનાં મારથી મોત થયાનો પરિવાનો આક્ષેપ
અમદાવાદ સિવિલ હૉસ્પિટલ

મૃતકનાં પિતાએ તેમના દીકરાનું પોલીસના ઢોર મારથી મોત નીપજ્યાનો આક્ષેપ કર્યો છે.

  • Share this:
અમદાવાદ : શહેરનાં સાબરમતી વિસ્તારમાં મની ટ્રાન્સફર કંપનીનાં કર્મચારીઓ પાસેથી 10.95 લાખ રૂપિયા લૂંટી લેવાના કેસમાં પકડાયેલા સગીરની ચિલ્ડ્રન રિમાન્ડ હોમમાં તબિયત લથડી હતી. જે બાદ સારવાર માટે તેને સિવિલ હોસ્પિટલમાં લઈ જવાયો હતો જ્યાં તેનું મોત નીપજ્યું હતું. આ સગીરનાં મોતને કલાકો વીત્યાં છતાં પરિવારે તેનો મૃતદેહ સ્વીકારવાની ના પાડી દીધી હતી. મૃતકનાં પિતાએ તેમના દીકરાનું પોલીસના ઢોર મારથી મોત નીપજ્યાનો આક્ષેપ કરીને મૃતદેહ સ્વીકારવાની સ્પષ્ટ ના પાડી દીધી હતી. પરંતુ બપોર સમજાવટ બાદ  મૃતદેહ સ્વીકારી લીધો છે. સિવિલ હોસ્પિટલમાં સગીરના પરિવારજનો મોટી સંખ્યામાં એકઠા છે. જેના કારણે પોલીસ બંદોબસ્ત પણ ગોઠવાયો છે. પોલીસ હવે મોતનું કારણ જાણવા માટે પોસ્ટમોર્ટમ રિપોર્ટની રાહ જોઈ રહી છે.

શું હતો બનાવ?

આ બનાવની વિગતો પ્રમાણે, આ કંપનીમાં નેહાબહેન જે.શાહ ડિરેક્ટર છે અને તેમનો ભત્રીજો ધ્રુવિલ શાહ સેલ્સ એક્ઝીક્યુટીવ હતો. દરમિયાન એક શખ્સે આ કંપનીમાં ફોન કરીને પોતાની પાસેના 13000 યુરો વેચવાનાં હોવાનું કહેતા ધ્રવિલ અને અન્ય સેલ્સ એક્ઝીક્યુટીવ આશિષ કે. શાહ 10.95 લાખ રૂપિયા લઈને કાળી ગામ પહોંચ્યા હતા. દરમિયાન બે શખ્સોએ પોલીસ તરીકેની ઓળખ આપીને તેમની પાસેથી આ નાણાં લૂંટીને ભાગી ગયા હતા. જોકે, આ અંગેની પોલીલ તપાસમાં ધ્રુવિલને કંપની પાસેથી 50 હજાર રૂપિયા લેવાનાં હતા. જેથી તેણે તેના સાગરીતો સાથે આ કાવતરૂં ઘડયું હોવાનું બહાર આવ્યું હતું. જે બાદ પોલીસે ધ્રુવિલ, યશ એસ.પટેલ, નરેશ દેસાઈ તથા આશિષની ધરપકડ કરી હતી. પોલીસે આ લોકો પાસેથી 10.70 લાખ કબજે કર્યા હતા. આ કેસમાં પોલીસે સગીરની પણ આ કાવતરામાં સાથ આપવા બદલ ધરપકડ કરી હતી. જેનું ગઇકાલે સિવિલ હોસ્પિટલમાં મોત નીપજ્યું હતું.

'મારા પુત્રને પોલીસે માર માર્યો છે'

આ અંગે સગીર મૃતકનાં પિતાએ આક્ષેપો કરતા જણાવ્યું હતું કે, પોલીસનાં મારને કારણે કિશોરનું મોત થયું છે. અમારી માંગ છે કે જવાબદારો સામે ગુનો દાખલ કરવામાં આવે. દીકરો કઈ ખાતો પિતો ન હોવાથી બાળ સંરક્ષણ ગૃહમાંથી ફોન આવ્યો હતો. તેમણે કહ્યું હતું કે, તમારો પુત્ર કઈ ખાતો પિતો નથી, તમે આવીને સમજાવીને જમાડો. હું ત્યાં ગયો તો મારા પુત્રએ મને કિધું કે, પપ્પા મને પોલીસને ખૂબ માર્યો છે, જેના કારણે હું કઈ પણ ખાઈ કે પી શકતો નથી, હું કોઈ જગ્યાએ બેસી શકું તેવી સ્થિતિમાં નથી.

'સગીરની તબિયત લથડતા વાલીને જાણ કરી હતી'આ અંગે રિમાન્ડ હોમનાં અધિકારીએ જણાવ્યું કે, સગીરની તબિયત બગડી હતી. જે બાદ તે ઘણાં જ અપશબ્દો બોલતો હતો. મારી નાંખીશ, કાપી નાંખીશ તેવું પણ બોલતો હતો. એટલે અમે તેના વાલીને આ અંગેની જાણ કરી તેઓ આવ્યાં અને તેની સાથે થોડું બેઠા. જે બાદ તેની તબિયત વધારે બગડતા અમે 108ને ફોન કર્યો અને તેને સિવિલ હૉસ્પિટલમાં લઇ જવામાં આવ્યો હતો.

 
First published: December 24, 2019, 10:06 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading