મંદીમાં સપડાયેલા હીરા ઉદ્યોગનું દિવાળી વેકેશન 15 દિવસ લંબાય તેવી ભીતિ

News18 Gujarati
Updated: October 12, 2019, 7:42 AM IST
મંદીમાં સપડાયેલા હીરા ઉદ્યોગનું દિવાળી વેકેશન 15 દિવસ લંબાય તેવી ભીતિ
રત્નકલાકાર

હીરા ઉદ્યોગમાં ભવિષ્ય સારું નહીં હોવાના કારણે રત્નકલાકારો ધંધો છોડી રહ્યાં હોવાનો અમદાવાદ ડાયમંડ એસોસિએશનનો દાવો.

  • Share this:
સંજય ટાંક, અમદાવાદ : અમદાવાદનો હીરા ઉદ્યોગ હાલ મંદીનો માર સહન કરી રહ્યો છે. જેના કારણે દર વર્ષ કરતા આ વખતે દિવાળી વેકેશન એક અઠવાડિયું વહેલું પડે અને એક મહિનાની જગ્યાએ વેકેશન દોઢ મહિનો લંબાય તેવી શક્યતા હીરા ઉદ્યોગના અગ્રણીઓ જોઈ રહ્યાં છે. એટલુ જ નહીં, નોટબંધી અને જીએસટી બાદ હીરા ઉદ્યોગની માઠી અસર બેઠી છે. હીરા ઉદ્યોગમાં ભવિષ્ય સારુ નહીં હોવાના કારણે રત્નકલાકારો ધંધો છોડી રહ્યાં હોવાનો એકરાર પણ ડાયમંડ એસોસિએશનના અગ્રણીઓએ કર્યો છે.

એક સમયે સૌથી વધુ લોકોને રોજગારી આપનારો અમદાવાદનો હીરા ઉદ્યોગ હાલ મંદીમાં સપડાયો છે. સરકાર દ્વારા ડાયમંડ ઉદ્યોગના જોબવર્કમાં જીએસટીમાં ઘટાડો કરવા છતાં ડાયમન્ડ ઉદ્યોગમાં મંદીનો માહોલ છવાયો છે. જોબવર્ક બિઝનેસની જગ્યાએ તૈયાર પોલીસ ડાયમન્ડમાં GSTમાં ઘટાડાની જરૂર કારખાનાના માલિકોને લાગી રહી છે. મિલો બંધ થાય બાદ શરુ થયેલો અમદાવાદનો હીરા ઉધોગ ફરી મંદીમાં સપડાયો છે. આ અગાઉ 2008માં હીરા ઉદ્યોગમાં ભયંકર મંદી આવી હતી.મંદીને પગલે રત્નકલાકારો અન્ય નોકરી-ધંધામાં ડાયવર્ટ થઈ ગયા. 2008 માં અમદાવાદમાં 4 હજાર હીરાના કારખાના હતા. અને સાડા ત્રણ લાખ રત્નકલાકારો હીરા ઘસી પરિવારનું ગુજરાન ચલાવતા હતા. તેની સરખામણીમાં હાલની સ્થિતિની વાત કરીએ તો હાલમાં અમદાવાદમાં 1200 જેટલા જ કારખાના છે, અને માત્ર સવા લાખ કારીગરો જ કામ કરે છે. ડોલરમાં થતી વધઘટ તેમજ નોટબંધી અને જીએસટી બાદ હીરા ઉદ્યોગને માઠી અસર પહોંચી છે.

વિવેકાનંદ ડાયમંડ એસોસિએશનના પ્રમુખ નરસિંહ પટેલે જણાવ્યું કે, દિવાળીનો તહેવાર નજીક છતાં મંદીનો માહોલ છે. આ વખતે 24 ઓક્ટોબરથી હીરા ઉદ્યોગમાં વેકેશન પડવાનું છે પરંતુ તે પણ અઠવાડિયું વહેલું પડે અને દર વર્ષે દિવાળી વેકેશન 1 મહિનાનું હોય છે તેની જગ્યાએ આ વખતે વેકેશન 15 દિવસ વેકેશન વધુ લંબાઈને દોઢ મહિનો થાય તેવી ભીતિ છે. મંદીમાં સપડાયેલા હીરા ઉદ્યોગને બચાવવો જરુરી છે. આ મંદી બે ત્રણ મહિના વધુ રહેવાની છે. જીએસટી દાખલ થયા પછી હીરામાં મંદી વધતી જાય છે. હાલમાં ગુજરાત સરકારે જીએસટી દોઢ ટકા કરી છે. પરંતુ હીરા વેચાતા ન હોય તો હીરા ઉદ્યોગના વેપારીઓ શું કરે? ગુજરાત સરકારે હીરા વિકાસ બોર્ડ બનાવવાની જરુર છે.

અમદાવાદ ડાયમંડ એસોસિએશનના ખજાનચી મગનભાઈ પટેલ માને છે કે, વૈશ્વિક મંદીના દોરમાં હીરા ઉદ્યોગમાં પણ મંદી છે, અને મંદીને કારણે હીરાના કારખાનાઓ ઘટ્યા છે. રત્નકલાકારો પણ આ ધંધામાં ભવિષ્ય સારું
નહીં હોવાના કારણે તેમજ વીમાના લાભો ન મળતા હોવાથી અન્ય વ્યવસાય તરફ વળ્યાં છે. શહેરમાં પહેલા હજારો હીરાના કારખાના ધમધમતા હતા તેના સ્થાને હવે હીરાના કારખાના અને રત્નકલાકારોની સંખ્યામાં ઉત્તરોત્તર ઘટાડો થઈ રહ્યો છે.
First published: October 12, 2019
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading