હીરા ઉદ્યોગની મંદીમાં ફસાયો રત્ન કલાકાર, વ્યાજે લીધેલા નાણાં ન ચૂકવી શક્યો

News18 Gujarati
Updated: October 12, 2019, 11:37 AM IST
હીરા ઉદ્યોગની મંદીમાં ફસાયો રત્ન કલાકાર, વ્યાજે લીધેલા નાણાં ન ચૂકવી શક્યો
પ્રતિકાત્મક તસવીર

રત્ન કલાકારને વ્યાજખોરે ધમકી આપતા નિકોલ પોલીસે તપાસ હાથ ધરી, હીરા બજારમાં મંદી આવતા રત્ન કલાકાર ભાંગી પડ્યો હતો.

  • Share this:
હર્મેશ સુખડિયા, અમદાવાદઃ સામાન્ય રીતે અમદાવાદના પૂર્વ વિસ્તારોમાંથી વ્યાજખોરો સામે ફરિયાદો આવતી રહે છે. હવે એક એવી ફરિયાદ નોંધાઇ છે, જે મંદીના માર બાદ પૈસા ન ચુકવી શકવા અંગેની છે. હાલ હીરા ઉદ્યોગમાં મંદીનું મોજું ફરી વળ્યું છે. તેવામાં એક રત્ન કલાકારે વ્યાજખોર પાસેથી લીધેલા નાણાં મંદીમાં ધંધો પડી ભાંગતા ચૂકવી શક્યો ન હતો. જે બાદ વ્યાજખોર તેને ધમકીઓ આપતો રહ્યો હતો. આખરે કંટાળીને આ રત્ન કલાકારે નિકોલ પોલીસને જાણ કરતા પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.

શહેરના ઉત્તમનગરમાં રહેતા જીજ્ઞેશભાઇ કોઠારી તેમના પત્ની સાથે નિકોલમાં કિરણ ડાયમંડમાં રત્ન કલાકાર તરીકે નોકરી કરે છે. જાન્યુઆરી માસમાં જીજ્ઞેશભાઇ કોઠારીને ઘરનું રિનોવેશન કરાવવાનું હોવાથી નિકોલમાં જ રહેતા દિનેશભાઇ પટેલનો સંપર્ક સાધ્યો હતો. જીજ્ઞેશભાઇએ તેમની પાસે રૂપિયા માંગ્યા હતા. આ સમયે દિનેશભાઇએ કહ્યુ હતુ કે, તેમની પાસે વ્યાજે રૂપિયા આપવાનું લાઇસન્સ નથી, આથી તેણે એક લાખ રૂપિયાનું 5.5 ટકા વ્યાજ કાપીને 94 હજાર 500 રૂપિયા આપ્યા હતા. બાદમાં થોડા દિવસ પછી પણ રૂપિયા માંગતા તેણે કુલ બે લાખ સામે વ્યાજ કાપી 1.89 લાખ આપ્યા હતા. પૈસા લીધાના થોડા સમય સુધી જીજ્ઞેશભાઇએ હપ્તો પણ ચૂકવ્યો હતો.

આ પણ વાંચો : મંદીમાં સપડાયેલા હીરા ઉદ્યોગનું દિવાળી વેકેશન 15 દિવસ લંબાય તેવી ભીતિ

બાદમાં હીરા ઉદ્યોગમાં મંદી આવતા જીજ્ઞેશભાઈનો ધંધો નબળો પડી ગયો હતો. તેઓ મૂડી કે વ્યાજ ચૂકવી શકતા ન હતા. બાદમાં તેમણે દિનેશભાઇ પાસેથી વધુ મુદત લીધી હતી. દિનેશભાઇએ મુદત ન આપી જીજ્ઞેશભાઇને રસ્તામાં રોક્યા હતા અને પૈસાની ઉઘરાણી કરી ધમકીઓ આપી હતી. આખરે કંટાળીને જીજ્ઞેશભાઇએ નિકોલ પોલીસનો સંપર્ક સાધતા નિકોલ પોલીસે આઇપીસી 384, 294 ખ, 506 (1) અને ગુજરાત નાણાંની ધીરધાર કરવાની કલમો હેઠળ ફરિયાદ નોંધી આરોપી સામે તપાસ હાથ ધરી છે.
First published: October 12, 2019
વધુ વાંચો
अगली ख़बर