ACBનો સપાટો: ધોળકા મામલતદાર હાર્દિક ડામોર 25 લાખ રૂપિયાની લાંચ લેતા ઝડપાયા

ACBનો સપાટો: ધોળકા મામલતદાર હાર્દિક ડામોર 25 લાખ રૂપિયાની લાંચ લેતા ઝડપાયા
હાર્દિક ડામોર.

હાર્દિક ડામોરના પિતા પૂર્વ SP રહી ચૂક્યા છે, તેમજ તેમણે ACBમાં પણ કામ કર્યું છે. એટલું જ નહીં, હાર્દિકના ભાઈ તામિલનાડુમાં IGP કક્ષાના અધિકારી છે.

  • Share this:
અમદાવાદ: લાંચ મામલે ગુજરાત લાંચ રુશ્વત વિરોધ બ્યૂરો (Anti Corruption Bureau - Gujarat) તરફથી એક બાદ એક મોટી કાર્યવાહી કરવામાં આવી રહી છે. તાજેતરમાં આણંદના એક ASIને 50 લાખની લાંચ (Bribe) લેતા પકડી લેવામાં આવ્યા હતા. હવે આ કડીમાં ACB તરફથી ફરી મોટી કાર્યવાહી કરવામાં આવી છે અને એક મામલતદારને રૂપિયા 25 લાખના લાંચ કેસમાં પકડી લેવામાં આવ્યો છે. તપાસમાં એવું પણ સામે આવ્યું છે કે લાંચ લેતા પકડાયેલા મામલતદાર હાર્દિક ડામોર (Hardik Damor)ના પિતા પૂર્વ SP રહી ચૂક્યા છે, તેમજ તેમણે ACBમાં પણ કામ કર્યું છે. એટલું જ નહીં, તેમના ભાઈ તામિલનાડુમાં IGP કક્ષાના અધિકારી છે.

ધોળકાના મામલતદાર હાર્દિક ડામોરની ઓફિસમાંથી રૂપિયા 20 લાખ કબજે કરવામાં આવ્યા છે. આ કેસમાં વચેટીયા પાસેથી પણ પાંચ લાખ રૂપિયા કબજે કરવામાં આવ્યા છે. મળતી માહિતી પ્રમાણે ધોળકાના મામલતદાર હાર્દિક ડામોર અને અન્ય આરોપી જગદીશ પરમાર દ્વારા ફરિયાદી પાસેથી રૂપિયા 75 લાખની લાંચ માંગવામાં આવી હતી. ફરિયાદીની ધોલેરા હાઈવે પાસે રૂપગઢમાં જમીન આવેલી છે. આ જમીન સંપાદન થવાની હતી પરંતુ ફરિયાદીના દાદા અને પિતા ખેડૂત હતા પરંતુ તેમનું નામ ખેડૂતમાંથી નીકળી ગયું હોવાથી તેમણે ખેડૂત બનવા અરજી કરી હતી.



આ પણ વાંચો: પોલીસની નિર્દયતા: માતાની સારવાર માટે પૈસા લઈને હૉસ્પિટલ જતા પુત્રનું વાહન ડિટેઇન કરી નાખ્યું, મહિલાનું મોત 

આ અંગેની કાર્યવાહી ચાલી રહી હતી. આ પ્રક્રિયા માટે મામલતદાર તરફથી 75 લાખની લાંચ માંગવામાં આવી હતી. અંતે આ માટે કુલ 25 લાખ રૂપિયા નક્કી કરવામાં આવ્યા હતા. જે પ્રમાણે ફરિયાદીએ 20 લાખ રૂપિયા હાર્દિક ડામોરની ઓફિસમાં મૂકી દીધા હતા તેમજ પાંચ લાખ રૂપિયા જગદીશ પરમારને આપ્યા હતા. એવી પણ માહિતી મળી છે કે આરોપી જગદીશ પરમાર બે વખત નગરપાલિકાના પ્રમુખ રહી ચૂક્યા છે. આ કેસમાં તમામ વિરુદ્ધ કાર્યવાહી થઈ રહી છે.

આરોપીનાં નામ:

(1) હાર્દિકભાઇ મોતીભાઈ ડામોર, મામલતદાર, મામલતદાર કચેરી ધોળકા, વર્ગ-૨, રહે. ૧૪, આકાશ બંગ્લોઝ, કલીકુંડ, ધોળકા, મુળ રહે. પ્રાથમિક શાળા પાસે, ઝાબ પૂર્વ, તા-ફતેપુરા, જી-દાહોદ.

(2) જગદીશભાઈ જેઠાભાઈ પરમાર (ખાનગી વ્યક્તિ) રહે. વણકરવાસ, સોનાર કુઈ, ધોળકા, તા-ધોળકા, જી-અમદાવાદ.

કેસની વિગત:

આ કામના ફરીયાદીની જમીન મોજે બદરખાની સીમમાં આવેલ સર્વે નં. 269 (અ) જમીનમાં ક્ષેત્રફળ સુધારણા અંગેની અરજી મામલતદાર કચેરી ધોળકા ખાતે આપી હતી. જે આધારે ક્ષેત્રફળ સુધારણા અંગેની કામગીરી કરી આપવા બદલ રૂ.25,00,000/-ની માંગણી કરવામાં આવી હતી. આ રકમ ફરીયાદી આપવા ન માંગતા હોવાથી તેમણે એ.સી.બી.નો સંપર્ક કર્યો હતો. જે બાદમાં લાંચના છટકાનું આયોજન કરવામાં આવ્યું હતું.
Published by:Vinod Zankhaliya
First published:January 20, 2021, 10:53 am

ટૉપ ન્યૂઝ