'સિંહ' નામ રાખવાની બબાલઃ દલિત યુવક પર હુમલા બાદ દલિતોનો વળતો હુમલો

News18 Gujarati
Updated: May 23, 2018, 9:26 AM IST
'સિંહ' નામ રાખવાની બબાલઃ દલિત યુવક પર હુમલા બાદ દલિતોનો વળતો હુમલો
નામ પર સિંહ લગાડ્યા અંગે મૌલિકે ફેસબુક પર કરેલી પોસ્ટ

  • Share this:
ધોળકામાં ગઈકાલે રજપૂત સમાજના લોકોએ એક દલિત યુવકને માર માર્યો હતો. યુવકે ફેસબુક પર પોતાના નામની પાછળ 'સિંહ' લખ્યું હતું, જેના કારણે તેની સાથે મારપીટ કરવામાં આવી હતી. સિંહ નામ રાખ્યા બાદ યુવકને અનેક વખત ચીમકી પણ આપવામાં આવી હતી. એટલું જ નહીં થોડા સમય પહેલા આ જ કારણે યુવકને પોલીસ પ્રોટેક્શન પણ આપવામાં આવ્યું હતું. બાદમાં મંગળવારે સાંજે યુવક પર હુમલો કરવામાં આવ્યો હતો અને તેને માર મારવામાં આવ્યો હતો. બીજી તરફ યુવકને માર મારવામાં આવ્યો હોવાની ઘટના સામે આવ્યા બાદ દલિતોના ટોળાએ પણ માર મારનાર લોકોના ઘરે જઈને હુમલો કર્યો હતો અને તોડફોડ કરી હતી. આ અંગે પોલીસે સામસામે ફરિયાદ નોંધી છે.

ધોળકા પોલીસ છાવણીમાં ફેરવાયું

દલિત યુવક પર હુમલો અને બાદમાં દલિતોના ટોળાનો વળતો હુમલો બાદ ધોળકા શહેરમાં મોટી સંખ્યામાં પોલીસ કાફલો ખડકી દેવામાં આવ્યો છે. દલિત યુવક મૌલિક જાદવના જણાવ્યા પ્રમાણે તેને માર મારવામાં આવ્યાની ફરિયાદ દાખલ કરવા તે પોલીસ મથકે ગયો હતો ત્યારે એક સમાજનું ટોળું તેના ધરે ધસી આવ્યું હતું અને મૌલિક ક્યાં છે તેમ કહીને આડોશી પાડોશી લોકો સાથે પણ મારપીટ કરી હતી.દલિતોના ટોળાનો વળતો હુમલો

સમાજના યુવક પર હુમલો થયાનું જાણ્યા બાદ સાંજે દલિતોનાં ટોળાં એકઠા થયા હતા. તેમજ ટોળાંએ યુવકને માર મારનારના ઘરે જઈને તોડફોડ કરી હતી. લાકડી અને પાઈપથી હુમલો કરવામાં આવ્યો હતો. હુમલો કરનારના ઘરમાં તોડફોડ કરવામાં આવી હતી તેમજ વાહનોને નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું. આ અંગે ભોગ બનનાર લોકોએ જણાવ્યું હતું કે દલિતોના 200થી 300 લોકોનાં ટોળાએ મહિલાનો જમણવાર ચાલી રહ્યો હતો ત્યાં તોડફોડ કરી હતી. એટલું જ નહીં જે લોકોને આ ઘટના સાથે કોઈ લેવાદેવા નથી તેમને પણ ટાર્ગેટ કરવામાં આવ્યા છે. આ હુમલામાં એક આધેડ ગંભીર રીતે ઘાયલ થયા છે.

શું છે વિવાદ?

મૌલિક જાદવ નામના દલિત યુવકે ફેસબુક ઉપર નામ પાછળ સિંહ લગાડ્યું હતું. જેના કારણે કહેવાતા દરબાર સમાજના લોકોએ આ યુવક સાથે અભદ્ર ભાષામાં વાત કરી હતી અને તેને માર માર્યો હતો.
First published: May 23, 2018, 9:26 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading