ધોળકાઃ નામ પાછળ સિંહ લખતા દલિત યુવકને માર્યો, લોકોના ટોળાએ પોલીસ સ્ટેશનનો કર્યો ઘેરાવ

News18 Gujarati
Updated: May 22, 2018, 11:51 PM IST
ધોળકાઃ નામ પાછળ સિંહ લખતા દલિત યુવકને માર્યો, લોકોના ટોળાએ પોલીસ સ્ટેશનનો કર્યો ઘેરાવ

  • Share this:
દલિત ઉપર અત્યાચારના કિસ્સાઓ દિવસેને દિવેસ વધતા જાયા છે. થોડા દિવસ પહેલા  એક દલિત યુવક ઉપર ચોરીની શંકા રાખીને ઢોર માર મારવામાં આવતા તેનું મોત નીપજ્યું હતું. આવોજ એક કિસ્સો ધોળકામાં બન્યો છે. મળતી માહિતી પ્રમાણે ધોળકા ગામના યુવકે ફેસબુક ઉપર પોતાના નામ પાછળ સિંહ શબ્દ લખ્યો હતો. જેના પગલે કેટલાક અસામાજી તત્વોએ આ યુવકને માર માર્યો હોવાનો આરોપ લગાવવમાં આવ્યો છે. આ ઉપરાંત દલિત યુવકના ઘરે જઇને કેટલાક તત્વોએ તોડફોડ કરીને ધારિયા અને પાઇપો જેવા હથિયારો વડે પુરુષ ઉપર પણ હુમલો કર્યો હતો. જેના પગલે દલિત સમાજના લોકોના ટોળા ધોળકા ટાઉન પોલીસ સ્ટેશન પહોંચી ગયા છે. તેમની એક જ માંગણી છે કે, પોલીસ વહેલી તકે આ આરોપીઓને પકડી પાડે અને જેલના સળિયા પાછળ ધકેલી દે.

નામ પાછળ સિંહ લખવા માટે માર્યો યુવકને

મળતી માહિતી પ્રમાણે મૌલિક નામના દલિત યુવકે ફેસબુક ઉપર નામ પાછળ સિંહ લાડ્યું હતું. જેના કારણે કહેવાતા દરબાર સમાજના લોકોએ આ યુવકેને અભદ્ર ભાષામાં વાત કરી હતી. અને તેને માર માર્યો હતો. એટલું જ નહીં કેટલાક અસામાજીક તત્વોએ મંગળવારે સાંજના સવા સાત વાગ્યાની આસપાસ ઘરમાં ઘૂસીને તોડફોડ કર્યા બાદ ઘરમાં રહેલા આધેડ ઉપર પણ હુમલો કર્યો હતો.

સ્થાનિક લોકોનું શું કહેવું છે 

ઘટનાની જાણ થતાં દલિત સમાજના લોકોનું ટોળું ધોળકા ટાઉન પોલીસ સ્ટેશન પહોંચી ગયું હતું. સ્થાનિકોનું કહેવું છે કે અગાઉ આવા ચારથી પાંચ બનાવો બન્યા છે જેમની સામે કોઇ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી નથી. જ્યારે દલિત યુવકનું ક્યાંક નામ આવે ત્યારે પોલીસ ખોટી રીતે યુવકોને મારે છે અને જેલમાં નાખે. સ્થાનિકોનું કહેવું છે કે હુમલો કરનારા લોકો દરબાર સમાજના છે. તેઓ આસપાસના ગામોમાં રહે છે. જ્યાં સુધી પોલીસ આ આરોપીઓને પકડીને જેલ ભેગા નહીં કરે ત્યાં સુધી પોલીસ સ્ટેશન નહીં છોડાવની ચીમકી ટોળાએ ઉચ્ચારી છે.

ધોળકામાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયોદલિત ઉપર થયેલા હુમલાના કારણે સ્થિતિ વધારે ન બગડે તેના માટે ધોળકામાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. આ સાથે અમદાવાદ ગ્રામ એસપી પણ ધોળકા પોલીસ સ્ટેશન પહોંચ્યા છે.
First published: May 22, 2018, 11:51 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading