નામ પાછળ ‘સિંહ’ લખવાના કેસ મુદ્દે ધોળકા ડીએસપીને જિગ્નેશ મેવાણી મળ્યા

News18 Gujarati
Updated: June 11, 2018, 8:41 PM IST
નામ પાછળ ‘સિંહ’ લખવાના કેસ મુદ્દે ધોળકા ડીએસપીને જિગ્નેશ મેવાણી મળ્યા
જિગ્નેશ મેવાણી, MLA

ધોળકામાં દલિત યુવાને પોતાના નામ પાછળ સિંહ લગવાના મામલે ઉભા થયેલા વિવાદમાં હવે જિગ્નેશ મેવાણીએ ઝુકાવ્યું છે.

  • Share this:
ધોળકામાં દલિત યુવાને પોતાના નામ પાછળ સિંહ લગવાના મામલે ઉભા થયેલા વિવાદમાં હવે જિગ્નેશ મેવાણીએ ઝુકાવ્યું છે. ધોળકાના એક યુવાને પોતાનો આક્રોશ વ્યક્ત કરતા પોતાના સોશિયલ મીડિયાના ફેસબુક એકાઉન્ટમાં નામ પાછળ સિંહ લખતા મામલો બિચક્યો હતો. પીડિત યુવાન દ્વારા પોલીસ ફરિયાદ કર્યા બાદ 18 દિવસ વીત્યા છતાં કોઈ આરોપીની ધરપકડ ન થતા ધોળકા પોલીસ સ્ટેશને દલિત યુવાનો એકત્ર થયા હતા. વડગામના ધારાસભ્ય અને દલિત નેતા જીગ્નેશ મેવાણી દ્વારા પણ ધોળકા ડીએસપી સાથે મિટિંગ કરવામાં આવી અને આરોપીઓને ઝડપી પકડી લેવામાં આવે તેવી ભલામણ કરી હતી. સાથે સાથે બે જાતિઓ વચ્ચે ઘર્ષણ ન થાય અને સદભાવના જળવાઈ રહે તે માટે પણ સ્થાનિકોને શાંતિની અપીલ કરી હતી.

વડગામ ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ જણાવ્યું હતું કે, છેલ્લા કેટલા સમયથી ધોળકામાં બે સમાજ વચ્ચે ઘર્ષણ થઇ રહ્યું છે એટલે બવ લાંબા વખતથી મારા મનમાં એવું ચાલતું હતું કે કાયદો કાયદાનું કામ કરવું જોઈએ બન્ને પક્ષે એફઆઈઆર થઇ છે. તેમાં ફેર તટસ્થ ન્યાયિક તપાસ થાય એટલે પોલીસ જોડે મળીને મેં વાત કરીકે બન્ને પ્રકરણોમાં શું ચાલી રહ્યું છે. સાથો સાથે હું એવી ભૂમિકા ભજવવા માંગુ છું કે બન્ને સમાજના લોકોને અપીલ કરું કે અત્યાર સુધી જે ઘટના બનવાની હતી તે બની ગઈ.

બંને પક્ષે એફઆઈઆર પણ થઇ ગઈ પોલીસ ફે ઇન્વેસ્ટિગેશન કરશે પોલીસ જ્યાં સુધી ઇન્વેસ્ટિગેશન ન કરે ત્યાં સુધી બંને પક્ષના આગેવાન આવી પોલીસ અને સરકારને જે કહેવાનું હોય તે કહે પણ હવે એવા કોઈ પણ પ્રકારના કમેન્ટ્સ કે રિમાર્ક ન થવા જોઈએ જેના કારણે ધોળકા ની શાંતિ ડોહળાય લો એન્ડ ઓર્ડરની સિચ્યુએશન નો કોઈપણ પ્રશ્ન ઉભો થાય કે કોઈપણ જ્ઞાતિના બે સમુદાય એક બીજાની સામે આવે નહિ એ જોવાની પણ મારી એક રિસ્પોસીબીલીટી હું માનું છું એટલે એક રીતે આજે દલિત સમાજના મિત્રોને મળી બીજા સમાજના મિત્રોને મળી પોલીસ ને બધાને મળી હું પીસ ની અપીલ કરવા આવ્યો છું .
First published: June 11, 2018, 8:38 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading