અલ્પેશ ઠાકોરે અને ધવલસિંહે MLA પદેથી રાજીનામું આપ્યું

News18 Gujarati
Updated: July 5, 2019, 6:51 PM IST
અલ્પેશ ઠાકોરે અને ધવલસિંહે  MLA પદેથી રાજીનામું આપ્યું
અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલાની ફાઇલ તસવીર

આજે રાજ્યસભાની ચૂંટણી યોજાઇ હતી. અલ્પેશ ઠાકોર અને ધવલ સિંહે ક્રોસ વોટિંગ કર્યુ હતું. મતદાન બાદ અલ્પેશ ઠાકોરે ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યું છે.

  • Share this:
મયુર માંકડિયા, ગાંધીનગરઃ આજે રાજ્યસભાની ચૂંટણી યોજાઇ હતી. અલ્પેશ ઠાકોર અને ધવલ સિંહે ક્રોસ વોટિંગ કર્યુ હતું. મતદાન બાદ રાધનપુરના MLA અલ્પેશ ઠાકોરે અને  બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યું છે. રાજીનામા બાદ અલ્પેશ ઠાકોરે મીડિયા સાથે વાત કરીને જાણકારી આપી હતી.

અલ્પેશ ઠાકોરે ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યું ગુજરાત કોંગ્રેસ પાર્ટી સાથે જોડાયા બાદ અમે શ્રેષ્ઠ નેતૃત્વનો વિશ્વાસ હતો. અમે રાહુલ ગાંધી ઉપર વિશ્વાસ રાખીને કોંગ્રેસ સાથે જોડાયા હતા. પરંતુ દુર્ભાગ્યપૂર્ણ છે કે તેઓ કંઇ જ કરી શક્યા નહીં. અને વારંવાર અમારું અપમાન અમારી અવગણના કરવામાં આવી. અને જે પણ થયું છે એમાં હું રાષ્ટ્રીય નેતૃત્વની વિફલતા ગણું છું. છેલ્લા દોઢ વર્ષથી હું કંઇ જ કરી શકતો ન્હોતો. મને બીજો કોઇ મોહ નથી મને માત્ર મારા ગરીબ લોકોમાં જ મોહ છે. કોંગ્રેસે મને ધારાસભ્ય પદ ઉપરથી રાજીનામું આપવા માટે કહ્યું હતું એટલે મેં અને ધવલસિંહ ઝાલાએ ધારાસભ્ય પદ ઉપરથી રાજીનામું આપ્યું છે. આ રાજીનામું વિધાનસભા અધ્યક્ષને આપ્યું છે.

ઉલ્લેખનીય છે કે, અલ્પેશ ઠાકોર 2017માં થયેલી વિધાનસભાની ચૂંટણીમાં બનાસકાંઠાના રાધનપુર વિધાનસભા બેઠક ઉપરથી કોંગ્રેસ તરફથી ચૂંટણી લડ્યા હતા. અને વિજય બનતા રાધનપુરના ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા. જ્યારે ધવલસિંહ ઝાલા બાયડ વિધાસભા બેઠક ઉપરથી કોંગ્રેસ પક્ષના ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા.
First published: July 5, 2019
વધુ વાંચો
अगली ख़बर