Home /News /madhya-gujarat /

ધારીમાં ખાનગી કંપનીને જમીન ફાળવણી વિવાદ મામલોઃ HCમાં રાજ્ય સરકારે રજૂ કર્યો જવાબ

ધારીમાં ખાનગી કંપનીને જમીન ફાળવણી વિવાદ મામલોઃ HCમાં રાજ્ય સરકારે રજૂ કર્યો જવાબ

અમરેલી જિલ્લાના ધારીમાં મોટા રાજનેતાના પરિવારની કંપનીમાં જે વ્યક્તિ ડિરેક્ટર છે તેની જ એક કંપનીને જમીન ફાળવવાના વિવાદના મુદ્દે હાઈકોર્ટમાં થયેલી જાહેરહિતની અરજી પર સુનાવણી થઈ હતી.

અમરેલી જિલ્લાના ધારીમાં મોટા રાજનેતાના પરિવારની કંપનીમાં જે વ્યક્તિ ડિરેક્ટર છે તેની જ એક કંપનીને જમીન ફાળવવાના વિવાદના મુદ્દે હાઈકોર્ટમાં થયેલી જાહેરહિતની અરજી પર સુનાવણી થઈ હતી.

  • Pradesh18
  • Last Updated :
અમદાવાદ# અમરેલી જિલ્લાના ધારીમાં મોટા રાજનેતાના પરિવારની કંપનીમાં જે વ્યક્તિ ડિરેક્ટર છે તેની જ એક કંપનીને જમીન ફાળવવાના વિવાદના મુદ્દે હાઈકોર્ટમાં થયેલી જાહેરહિતની અરજી પર સુનાવણી થઈ હતી.

Anar Patel

સુનાવણી દરમિયાન, હાઈકોર્ટમાં રાજ્ય સરકારે જવાબ રજૂ કર્યો છે. જવાબમાં રાજ્ય સરકારની રજૂઆત છે કે, જમીન ફાળવણી કરવામાં રાજ્ય સરકારે કંઈ ખોટુ કર્યુ નથી, તમામ કામ અને નિર્ણય પોલિસી મુજબ જ લેવામાં આવ્યા છે. કંપનીએ વર્ષ 2009માં વાઈબ્રન્ટ ગુજરાતના સમયે રૂ. 80 કરોડનું રોકાણ કરવાના અને 300 લોકોને રોજગારી આપવાના એમઓયુ કર્યા હતા.

આ અંગે જિલ્લા કલેક્ટરે આપ્યો હતો અને પછી કેબિનેટની મંજૂરીથી જમીન આપવામાં આવી છે. અરજદારના આક્ષેપો પાયાવિહીન છે, ખાનગી કંપનીઓ બિન ખેતી હેતુ માટે ખેતીલાયક જમીન ખરીદી શકે છે, સરકારી જમીન જાહેર હરાજી થકી જ આપવી તેવું ફરજીયાત નથી.

આ નિર્ણયથી સરકારી તિજોરીને કોઈ નુકશાન થયું નથી, પ્રવાસનના વિકાસના હેતુથી મંજૂરી આપવામાં આવી છે, જો પ્રક્રિયામાં કોઈ ભૂલ રહી ગઈ હોય તો તેને ગેરકાયદેસર ગણી શકાય નહીં.

સુનાવણી બાદ, અરજદારે જવાબ રજૂ કરવા અને રિજોઈન્ડર ફાઈલ કરવા અને કેન્દ્ર સરકારને પક્ષકાર બનાવવા માટે હાઈકોર્ટ પાસે સમય માગ્યો હતો. આ કેસની વધુ સુનાવણી બે સપ્તાહ બાદ હાથ ધરાશે.
First published:

Tags: કર્યો, ખાનગી કંપની, જમીન, જવાબ, ધારી, ફાળવણી, રજૂ, રાજ્ય સરકારે, વિવાદ, હાઇકોર્ટ

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन