ધનતેરસ વિશેષ: ગુજરાતીઓ પાસે છે અંદાજે 6થી 7 હજાર ટન સોનું

News18 Gujarati
Updated: November 5, 2018, 1:24 PM IST
ધનતેરસ વિશેષ: ગુજરાતીઓ પાસે છે અંદાજે 6થી 7 હજાર ટન સોનું
આ રિપોર્ટ પ્રમાણે ગુજરાત પાસે 56 લાખ કરોડ રૂપિયાથી વધુનું ધન છે.

આજે ધનતેરસ છે. ગુજરાતીઓ ધન કમાવવા અને ધન વાપરવામાં હંમેશા આગળ હોય છે.

  • Share this:
આજે ધનતેરસ છે. ગુજરાતીઓ ધન કમાવવા અને ધન વાપરવામાં હંમેશા આગળ હોય છે. ત્યારે આજે આપણે ધનવાન ગુજરાતીઓના કેટલાક તથ્યો જોઇએ.

વિશ્વમાં સૌથી સમૃદ્ધ દેશોમાં ભારત છઠ્ઠા ક્રમે છે તેવું વર્લ્ડ વેલ્થ રિપોર્ટનું કહેવુ છે. આ રિપોર્ટ પ્રમાણે ગુજરાત પાસે 56 લાખ કરોડ રૂપિયાથી વધુનું ધન છે. વિશ્વના 19 જેટલો જીડીપી માત્ર ગુજરાત ધરાવે છે. જેમાં સૌથી મોટો ફાળો ફાર્માસ્યુટિકલ સેક્ટર અને સુરતના ડાયમંડ સેક્ટરનો છે.

આ પણ વાંચો: ગુજરાતમાં 10 સૌથી ધનાઢ્ય લોકોને તમે ઓળખો છો? અદાણી પ્રથમ નંબર પર

ભારતમાં 20,730 કરોડપતિ છે

કરોડપતિઓની સંખ્યાના સંદર્ભમાં ભારત સાતમો સૌથી મોટો દેશ છે. ભારતમાં 20,730 કરોડપતિઓ છે. જોકે અબજોપતિઓના સંદર્ભમાં યુએસ અને ચીન પછી વિશ્વમાં ત્રીજા સ્થાને છે. અહીં 119 અબજોપતિઓ છે.

આ પણ વાંચો: કરો જલસા! દેશમાં ચાર વર્ષમાં કરોડપતિઓમાં 60 ટકાનો વધારોગુજરાતીઓ પાસે 6થી 7 હજાર ટન સોનું

વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલના અહેવાલ મુજબ ભારતીય પરિવારો પાસે અંદાજે 23થી 24 હજાર ટન સોનુ છે. જે મુજબ માત્ર ગુજરાતીઓ પાસે જ 6થી 7 હજાર ટન સોનું ધરાવે છે. આ આંકડો એકદમ ચોક્કસ નથી. સોનુ ખરીદવામાં ગુજરાત અન્ય રાજ્યોની હોડમાં છે.

આ પણ વાંચો: 24 વર્ષનો ગુજરાતી 100 કરોડનો બિઝનેસ છોડીને બન્યો જૈન સાધુ!

દેશમાં સૌથી ધનાઢ્ય વ્યક્તિ પણ ગુજરાતી

દેશના સૌથી ધનાઢ્ય વ્યક્તિઓમાં સૌથી ટોચ પર મુકેશ અંબાણી છે. ધનિકોની યાદી તૈયાર કરતી ફર્મ હુરુન ઈન્ડિયાના કહેવા મુજબ ગુજરાતના 58 અબજપતિઓની સંપત્તિ ભેગી કરવામાં આવે તો પણ મુકેશ અંબાણીને આંબી શકે તેમ નથી. આ 58 અબજપતિમાં કોઈની પણ પાસે 1000 કરોડ રૂપિયાથી ઓછી સંપત્તિ નથી.

દેશના 831ના રિચલિસ્ટની યાદીમાં 58 ગુજરાતીઓ

બાર્કલેઝ હુરુન ઇન્ડિયા રિચલિસ્ટ 2018માં દેશના 831 લોકોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ 831 લોકો એટલે દેશના સૌથી ધનિકો. જેમાં ગુજરાતના 58 અબજોપતિઓનો સમાવેશ થાય છે.
First published: November 5, 2018
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading