Home /News /madhya-gujarat /

આ પુરુષ કઇ રીતે બન્યો 'ઢબુડી મા', જાણો તેના વતનનાં લોકો શું કહે છે

આ પુરુષ કઇ રીતે બન્યો 'ઢબુડી મા', જાણો તેના વતનનાં લોકો શું કહે છે

મૂળ ગાંધીનગર નજીક આવેલા રૂપાલનાં વતની ધનજી ઓડનો દાવો છે કે તેની ઉપર જોગણી માતાની કૃપા છે.

ધનજી ઓડ નામનો પુરૂષ ચૂંદડી ઓઢી ઢબુડી મા બન્યો છે.

    મયૂર માંકડિયા, રૂપાલ: મૂળ ગાંધીનગર નજીક આવેલા રૂપાલનાં વતની ધનજી ઓડનો દાવો છે કે તેની ઉપર જોગણી માતાની કૃપા છે. આવું તે લોકોને સમજાવવામાં સફળ નીવડ્યો છે. અત્યારે ઢબુડી માતા તરીકે ઓળખાતો પાખંડીનાં લાખોની સંખ્યામાં ભક્તો છે. ધનજી ઓડ નામનો પુરૂષ ચૂંદડી ઓઢી ઢબુડી મા બન્યો છે. ભક્તો તેને રૂપાલની જોગણી માતાના નામે પણ ઓળખે છે.

    રૂપાલમાંથી ભાગાડ્યો હતો

    આ ધનજી ઓડ રૂપાલ ગામનો વતની છે. ત્યાંના સ્થાનિકો સાથે ન્યૂઝ18 ગુજરાતીએ વાત કરતાં તેનો પર્દાફાશ થયો છે. સ્થાનિકોએ જણાવ્યું કે, તે ગામનાં તળાવ પાસે છાપરા નીચે રહેતો હતો ત્યાંથી તેને ઢબુડી માતા આવે છે તેવું ધતિંગ શરૂ કર્યું હતું. અને અત્યારે તે યૂટ્યૂબ ઉપર અનેક વીડિયો મુકીને તે ફેમસ થયો છે. રૂપાલ ગામમાં એક મહિલાએ તેને ભૂવો કહ્યો હતો તો તેને ગુસ્સો આવતા મહિલાનાં મોંમાં ચંપલ મુકાવીને એકથી દોઢ કલાક ઉભી રાખી હતી. અને આવો વીડિયો ગામ લોકોએ જોતા તેને અહીંથી ભગાડી દીધો છે. હવે પછી તે રાજ્યની અલગ અલગ જગ્યાએ જઇને પોતાની ગાદી કરે છે. છેલ્લા એક વર્ષથી રૂપાલમાં નથી.

    આ પણ વાંચો : રૂપાલનાં 'ઢબુડી મા'ના નામે ચાલતા ધતિંગનો પર્દાફાશ, પોલીસ અને MLA પણ 'માતા'ના ભક્ત

    જ્યારે અન્ય સ્થાનિકે જણાવ્યું કે, આ બધા પાખંડ તે માત્રને માત્ર પૈસા માટે કરે છે. તે લોકોની ભાવના સાથે રમે છે.



    યૂટ્યૂબમાં લગભગ 20 લાખ ફોલોઅર્સ

    ઢબુડી માનો દાવો છે કે બીમારી, નોકરી, લગ્નના પ્રશ્નો ઉકેલવા તેઓ માસ્ટર છે. ઢબુડી માના પરચાનો પ્રચાર તેમના ભક્તો જ કરતા રહે છે. તેના ભક્તો વિવિધ કિસ્સાઓ પર યુટ્યુબમાં વીડિયો ચડાવતાં રહે છે. યૂટ્યૂબમાં લગભગ 20 લાખ જેટલાં ફોલોઅર્સ પણ છે. ઢબુડી મા જે શહેરમાં પહોંચે તે પહેલા તેમની ટોળકી પહોંચી જાય છે. જે કાર્યક્રમમાં ભક્તિનો માહોલ ઉભો કરીને તેમના કિસ્સાઓ જણાવે છે.
    Published by:Kaushal Pancholi
    First published:

    Tags: Dhabudi Maa, Dhanji Aud, Rupal, ગાંધીનગર`

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन