Home /News /madhya-gujarat /

'ઢબુડી મા' આગોતરા જામીન કેસમાં દલીલો પૂર્ણ, આવતી કાલે આવશે ચુકાદો

'ઢબુડી મા' આગોતરા જામીન કેસમાં દલીલો પૂર્ણ, આવતી કાલે આવશે ચુકાદો

ઢબુડી મા બનીને બેઠેલો ધનજી ઓડ

    હિતેન્દ્ર બારોટ, ગાંધીનગર : ધર્મનાં નામે ધતિંગ કરનાર 'ઢબુડી મા' તરીકે ઓળખાતો ધનજી ઓડની આગોતરા જામીન અંગે આજે ગાંધીનગરની કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. જેમાં બંન્ને પક્ષોની દલીલ કોર્ટે સાંભળી છે અને ચુકાદો કાલે આપશે તેવું જણાવ્યું છે.

    ધનજી ઓડની જામીન અરજીની સુનાવણીમાં તેના વકીલ ચેતન રાવલે સોગંદનામું રજૂ કર્યું હતું. જેમાં જણાવ્યું છે કે, ધનજી હિન્દૂ ધર્મનાં પ્રચાર માટે સભા કરે છે. પોલીસ જ્યારે તપાસ માટે બોલાવશે ત્યારે ધનજી ઓડ હાજર થઈ તપાસમાં સહયોગ આપીશે.

    આ પણ વાંચો : અમદાવાદ: 'ઢબુડી મા' ઉર્ફે ધનજીને 10થી 15 દિવસમાં મકાન ખાલી કરવા નોટિસ

    ગઇકાલે 'ઢબુડી મા'એ એક વીડિયો અપલોડ કર્યો હતો

    ગઇકાલે 'ઢબુડી મા'એ આગોતરા જામીનની સુનાવણી પહેલા જ એક વીડિયો અપલોડ કર્યો હતો જેમાં તેણે જણાવ્યું હતું કે, 'દરેક ભાવિ ભક્તોને રામ રામ, દરેક ભક્તો ખૂબ દુ:ખી થઈ ગયા છે, ઘણાં લોકોના મનને ઠેસ પહોંચી છે. ધીરે ધીરે લોકોની આસ્થામાં વધારો થયો હતો. મેં પ્રવચનો દ્વારા લોકોને ઘણું શીખવાડ્યું. બહેનોને મર્યાદા શિખવાડવી. મહિનાનાં પાંચ દિવસ પાળવા, પૂજા-પાઠ થતાં હોય તેની નજીક ન જવું, ધર્મના પાંચ દિવસ હોય, મહિનાનાં પાચ દિવસ હોય તો મંદિર બંધ ન કરવું. દિવા-બત્તી ચાલુ રાખો. મા-બાપની મર્યાદા રાખવી. મા-બાપના નિહાકા ન લેવા આવી વેગેર જેવી વાતો શીખવાડી.' આ સામે વિજ્ઞાન જાથાનાં ચેરમેન જયંત પંડ્યાએ ઘટસ્ફોટ કર્યો છે કે ધનજી ઓડનું કૌભાંડ 300થી 400 કરોડ રૂપિયાનું છે. એટલું જ નહીં પોતાના વિડીયો સોશિયલ મીડિયામાં અપલોડ કરી ધનજી મહિને 50 હજારથી વધુ કમાતો હોવાનો આક્ષેપ પણ વિજ્ઞાન જાથાએ લગાવ્યો છે.

    આ જુઓ : 'ઢબુડી મા'એ પોતાની બદનામી પાછળ ફક્ત બે વ્યક્તિ હોવાનું જણાવ્યું

    શું હતી ફરિયાદ?

    મહત્વનું છે કે ઢોગીં 'ઢબુડી મા' વિરુદ્ધ પેથાપુરના એક પીડિતે અરજી દાખલ કરાવી છે. જેને લઇ ઢબુડી મા ઉર્ફે ધનજી ઓડે ભૂગર્ભમાં ઉતરી ગયો છે. પીડિતે અરજીમાં જણાવ્યું છે કે, ઢબુડી મા ઉર્ફે ધનજી ઓડના કહેવાથી કેન્સર ગ્રસત પુત્રની દવા બંધ કરી દીધી હતી અને તેનું મોત થયું છે. જો કે, આ મામલે પીડિત વ્યક્તિએ જન વિજ્ઞાન જાથા સાથે મળીને અવાજ ઉઠાવ્યો છે. ત્યારે પીડિત વ્યક્તિએ કરેલી અરજી બાદ ધરપકડથી બચવા માટે ધનજી ઓડેએ ગાંધીનગર કોર્ટમાં અગોતરા જામીન અરજી દાખલ કરાવી છે. જેને લઇને આગામી 6 સપ્ટેમ્બરના રોજ ગાંધીનગર કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવશે.
    Published by:Kaushal Pancholi
    First published:

    Tags: Dhabudi ma, Dhabudi Maa, Dhanji Aud, ગાંધીનગર`

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन