ગાંધીનગરની બેન્કમાં 'ઢબુડી મા'ના રૂ. 62 લાખ જમા, ખાતું બંધ કરાયું

News18 Gujarati
Updated: September 3, 2019, 7:27 PM IST
ગાંધીનગરની બેન્કમાં 'ઢબુડી મા'ના રૂ. 62 લાખ જમા, ખાતું બંધ કરાયું
ધનજી ઓડની ફાઇલ તસવીર

યુનિયન બેન્ક ઓફ ઇન્ડિયા ગાંધીનગર સેક્ટર 17ની બ્રાન્ચમાં જેમાં હાલ નવી એન્ટ્રી સાથે ધનજીના એકાઉન્ટમાં 62 લાખ 23 હાજર 634 રૂપિયા બેંકમાં જોવા મળી રહ્યા છે.

  • Share this:
ગીતા મહેતા, ગાંધીગનરઃ ઢબુડી મા ઉર્ફે ધનજી ઓડ સામે પોલીસ ફરિયાદ થયા બાદ ધનજી ઓડ ભૂગર્ભમાં ઉતરી ગયો છે. ત્યારે ઢબુડી મા ઉર્ફે ધનજી ઓડ ચાર વર્ષમાં કેવી રીતે રોડપતિ માંથી કરોડપતિ થઇ ગયો તે તંત્ર માટે તપાસનો વિષય છે. થોડા દિવસ અગાઉ ઢબુડી ઉર્ફે ધનજીની હકીકત લોકો સમક્ષ આવી ત્યારે ધનજીએ મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે મારી પાસે એક પણ રૂપિયો નથી અને જે લોકો મારી ઉપર ખોટા આક્ષેપ કરી રહ્યા છે એ પુરાવા રજૂ કરે. ધનજીના આટલા આત્મવિશ્વાસનું કારણ એ હતુકે તેણે તમામ સંપત્તિ પોતાના સાળા સુરેશ અને પત્નીના નામે કરી દીધી છે.

જોકે ન્યૂઝ18 પાસે ધનજીના બેન્ક એકાઉન્ટની જે વિગતો આવી છે તે કંઇક અલગ જ કહાની રજૂ કરે છે. યુનિયન બેન્ક ઓફ ઇન્ડિયા ગાંધીનગર સેક્ટર 17ની બ્રાન્ચમાં જેમાં હાલ નવી એન્ટ્રી સાથે ધનજીના એકાઉન્ટમાં 62 લાખ 23 હાજર 634 રૂપિયા બેંકમાં જોવા મળી રહ્યા છે. અને હવે સવાલ એ છે કે ધનજી ઓડ પાસે એક પણ રૂપિયો નથી તો તેના એકાઉન્ટમાં લાખોની એન્ટ્રી કેવી રીતે દેખાય છે.? અને આ 62 લાખ રૂપિયા કયાંથી આવ્યા.? અધિકારીઓએ ધનજી ઓડના આ બેન્ક અકાઉન્ટને બંધ કરાયું છે.

બેન્ક અકાઉન્ટની પાસબુકની તસવીર


જો ખરેખર પોલીસ તેમના એકાઉન્ટની તપાસ કરે તો પત્ની સાથે કરોડોની બેનામી સંપત્તિ બહાર આવશે એવું માનવામાં આવી રહ્યું છે. બેંકમાં લાસ્ટ એન્ટ્રી 23/08/2019ની છે. ધનજી ઓડે ટ્રસ્ટનો રિપોર્ટ ખોટો રજૂ કર્યો હોય તેવી પણ માહિતી મળી રહી છે. વધુ મળતી માહિતી પ્રમાણે ધનજી ઓડનું આ બેન્ક અકાઉન્ટ બંધ કરવામાં આવ્યું હોવાની માહિતી મળે છે.

બેન્ક અકાઉન્ટની પાસબુકની તસવીર


સૂત્રોનુ માનીયે તો ધનજી ઓડ પાસે કરોડોની મિલકત છે. જે તેણે તેના સગા વહાલા તેમજ અંગત સેવકોના બેન્ક ખાતામાં ટ્રાન્સફર કરેલી છે. ધનજી ઓડ પાસે કરોડોનું કાળું નાણું છે. ધનજી ઓડ લોકો સાથે છેતરપિંડી કરી કરોડપતિ બન્યો હોવાનો આરોપ છે.આ પણ વાંચોઃ-અમદાવાદ: 'ઢબુડી મા' ઉર્ફે ધનજીને 10થી 15 દિવસમાં મકાન ખાલી કરવા નોટિસ

જાણકારી મુજબ ધનજી લોકોના ઘરે ગાદી કરીને પધરામણી કરવાના ઓછામાં ઓછા 25થી 50 હજારનો ભાવ લેતો હતો. જો કોઇ સેવક પોતાના શહેરમાં ગાદી માટે બોલાવે તો મિનિમમ પાંચ લાખ સુધીની રકમ ધનજી ઓડને આપવી પડતી હતી. આ રીતે ધનજી સેવકો પાસેથી માતાજીનો ડર બતાવી રૂપિયા પડાવતો હતો.
First published: September 3, 2019, 7:06 PM IST
વધુ વાંચો
अगली ख़बर

टॉप स्टोरीज

corona virus btn
corona virus btn
Loading