Home /News /madhya-gujarat /

Power Corridor: DGP આશિષ ભાટીયાએ ગૃહ વિભાગનાં વડા- તેમના જુનિયર અધિકારીને હવે સેલ્યુટ મારવી પડશે

Power Corridor: DGP આશિષ ભાટીયાએ ગૃહ વિભાગનાં વડા- તેમના જુનિયર અધિકારીને હવે સેલ્યુટ મારવી પડશે

પાવર કોરિડોર

Power Corridor:  પૂર્વ ડીજીપીની વાત કરીયે તો-અગાઉનાં નિવૃત્ત ડીજીપી શિવાનંદ ઝા તેમનાંથી જુનિયર એવા ગૃહ વિભાગનાં વડાને ગાંઠતા નહોતા કે સેલ્યુટ પણ નહોતા મારતા, ત્યારે હવે આશિષ ભાટીયા સેલ્યુટ મારે છે કે ઝાનાં નકશેકદમપર ચાલે છે તે જોવું રહ્યું

વધુ જુઓ ...
ડીજીપી આશિષ ભાટીયાએ ગૃહ વિભાગના વડા એવા તેમના જુનિયર અધિકારીને હવેસેલ્યુટ મારવી પડશે

રક્ષા મંત્રાલય ના સચિવ અને ગુજરાત કેડર ના ૧૯૮૭ બેચના આઇએએસ અધિકારી રાજકુમાર ને ગુજરાત સરકારે અધિક મુખ્ય સચિવપદે બઢતી આપી ને ગૃહ વિભાગના વડા બનાવ્યા છે. રાજ્ય ના પોલીસ વડા આશિષ ભાટિયા ૧૯૮૫ કેડર ના સિનિયર મોસ્ટ આઇપીએસ ઓફિસર છે. જ્યારે ગૃહ વિભાગના વડા અધિક મુખ્ય સચિવ રાજકુમાર૧૯૮૭ બેચ ના આઇએએસ અધિકારી છે..એટલે હવે રાજ્ય ના ડીજીપી આશિષ ભાટીયા એ ગૃહવિભાગના વડા રાજકુમાર ને સેલ્યુટ મારવી પડશે. અગાઉ ભૂતકાળમાં પણ ડીજીપી કરતા ગૃહ વિભાગ ના વડાજુનિયર હોય તેવો ઇતિહાસ રહ્યો છે. જોકે પૂર્વ ડીજીપી નીજ જો વાત કરીયે તો અગાઉ ના નિવૃત્ત ડીજીપી શિવાનંદ ઝા તેમના થી જુનિયર એવા ગૃહ વિભાગ ના વડા ને ગાંઠતા નહોતા કે સેલ્યુટ પણ નહોતા મારતા,  ત્યારે હવે આશિષ ભાટીયા સેલ્યુટ મારેછે કે ઝા ના નકશે કદમ પર ચાલેછે તે જોવું રહ્યું…

અમદાવાદનાં મોટેરા સ્ટેડિયમમાં ડીજી કંપની ટુર્નામેન્ટ યોજીને આઇપીએસ રાજેન્દ્ર અસારીએ જામો પાડી દીધો

વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમ એવા અમદાવાદ ના મોટેરાસ્ટેડિયમ મા ગયા શનિવારે ડીજીપી કપ ની ફાઇનલ મેચ યોજાઇહતી. તેના એક દિવસ પહેલા એટલે કે શુક્રવારે ૫૦ ઓવર ની મેચ યોજવામા આવી હતી ને શનિવારેવીસ ઓવરની ટવેન્ટી ટવેન્ટી ( ૨૦-૨૦ ) મેચ યોજવામા આવી હતી. વર્લડ કલાસ સ્ટેડિયમ મા આ પ્રકારે સામાન્ય પોલીસ ની ડીજીકપ ટુર્નામેન્ટ યોજવી એજ અકલ્પનીય છે. અમદાવાદ શહેરના સેકટર વન ના એડીશનલ સીપી રાજેનદ્રઅસારીને કારણે આ ડીજી કપની ફાઇનલ મેચ મોટેરા ખાતેયોજાઇ શકી હતી.

આ પણ વાંચો: સુરત: અઢી વર્ષની બાળકી સાથે દુષ્કર્મ બાદ હત્યા કરનાર આરોપીને ફાંસી આપવાની માંગ

ગુજરાત વહીવટી સેવાના 16 અધિકારીઓ આઇએએસ બન્યા

ગુજરાત વહીવટી સેવા (જીએએસ) કેડરના 16 અધિકારીઓનેપ્રમોટી આઇએએસ ઓફિસર તરીકે બઢતી આપવામાં આવીછે. તેમને આઇએએસ રૂલ્સ 1954 હેઠળ ગુજરાત કેડરફાળવવામાં આવશે. જે ઓફિસરોને આઇએએસ તરીકે પ્રમોટ કરવામાં આવ્યા છેતેમાં જેપી દેવાંગન, એસડી ધાનાણી, ડીએમ સોલંકી, પીએનમકવાણા, એજે અસારી, બીકે વસાવા, કેએસ વસાવા, સીબીબલાત, બીબી વાહોનિયા, આરઆર ડામોર, એસપી ભગોરા,એલએમ ડિંડોડ, બીડી નિનામા, એનવી ઉપાધ્યાય, એઆરશાહ અને પીબી પંડ્યાનો સમાવેશ થાય છે. આ ઓફિસરોનું નવું પોસ્ટીંગ ટૂંકસમયમાં થાય તેવી સંભાવનાછે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યકાળમાં ગુજરાતની સ્ટેટ કેડરમાંથીભારતીય વહીવટી સેવામાં પ્રમોશનની ગતિ વધી છે. 2017માં10, 2018માં 12 અને 2019માં 12 ઓફિસરોને આઇએએસ તરીકે પ્રમોટ કરવામાં આવ્યા છે. મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે તેમણે જિલ્લાકલેક્ટર તેમજ જિલ્લા વિકાસ અધિકારી તરીકે ગુજરાતનીવહીવટી સેવાના અધિકારીઓને પોસ્ટીંગ આપવાનું શરૂ કર્યુંહતું- જ્યાં પહેલાં જૂનિયર કેડરના આઇએએસ અધિકારીની નિયુક્તિથતી હતી.

છેલ્લા ચાર વર્ષમાં ગુજરાત વહીવટી સેવાના 50 અધિકારીઓનેઆઇએએસ તરીકે પ્રમોશન આપવામાં આવ્યું છે. નવા પ્રમોટ થયેલા 16 અધિકારીઓમાં અમદાવાદના નિવાસ અધિક કલેક્ટર પરિમલ પંડ્યાનો પણ સમાવેશ થયો છે. બે મહિના અગાઉ રાજકોટથી તેમની બદલી અમદાવાદ કરવામાંઆવી હતી.

આ પણ વાંચો: `અમદાવાદ : અનેક પ્રયત્નોથી ચોર ન પકડાયો તો પોલીસે તેની જ કુટેવ પરથી પકડ્યો, જાણો કેવી રીતે

હસમુખ શાહ ત્રણ વડાપ્રધાન સાથે કામ કરનારા એકમાત્ર અધિકારી

ભારતના વડાપ્રધાન સાથે કામ કર્યું હોય તેવા અધિકારીઓની સંખ્યા ગુજરાતમાં ઓછી છે. નરેન્દ્ર મોદીના સમયમાં વડાપ્રધાન કાર્યાલય મા એક તબક્કે અડધો ડઝન અધિકારીઓ કામ કરતાહતા અને હજી કેટલાક અધિકારી કામ કરી રહ્યાં છે. ભૂતકાળમાં કોંગ્રેસની સરકારમાં વડાપ્રધાન કાર્યાલયમાં કામકરનારા ગુજરાતના અધિકારીઓની સંખ્યા એક કે બે જોવામળતી હતી. એવા સમયે ગુજરાત કેડરના પૂર્વ આઇએએસ અધિકારી હસમુખ શાહ એવા અધિકારી હતા કે જેમણે એકનહીં ત્રણ ત્રણ વડાપ્રધાન સાથે કામ કર્યું છે.તેમણે વડાપ્રધાન કાર્યાલયમાં ત્રણ ટર્મ સુધી સંયુક્ત સચિવ તરીકે કામ કર્યું છે. તાજેતરમાં 89 વર્ષની વયે તેમનું વડોદરાખાતે અવસાન થયું છે. દિલ્હીમાં તેમણે મોરારજી દેસાઇ, ચૌધરી ચરણસિંહ અનેઇન્દિરા ગાંધી સાથે વડાપ્રધાન કાર્યાલયમાં કામ કર્યું છે.

વડોદરાની આઇપીસીએલનું ખાનગીકરણ થયું તે પહેલાં તેઓતેના ચેરમેન અને એમડી હતા. કોંગ્રેસના સમયમાં વડાપ્રધાન કાર્યાલયમાં ઉત્તરપ્રદેશનો દબદબો જોવા મળતો હતો, જ્યારે આજે ગુજરાતનો દબદબો વધારે જોવા મળી રહ્યો છે.નરેન્દ્ર મોદી વડાપ્રધાન થયા પછી છ મહિનામાં ગુજરાતમાંથી આઇએએસ સાથે કુલ 35 ગુજરાતના ઓફિસરોને તેઓ દિલ્હી લઇ ગયા હતા. આજે પણ દોઢ ડઝનથી વધારે ઓફિસરોદિલ્હીમાં ફરજ બજાવી રહ્યાં છે.

આ પણ વાંચો: ટ્રેનમાં આપઘાત કરનાર નવસારીની યુવતીના FSL રિપોર્ટમાં ઘટસ્ફોટ, યુવતી પર દુષ્કર્મ નથી થયું

લાંચિયા વિભાગોમાં નંબર વનનો ખિતાબ શહેરી વિકાસ વિભાગને ફાળે

કોરોના સંક્રમણના દોઢ વર્ષના સમયગાળા પછી એન્ટી કરપ્શન બ્યુરો મા
લાંચ લેવાની ફરિયાદનું પ્રમાણ બમણું થયું છે. નીતિ આયોગના એક રિપોર્ટમાં એવો પર્દાફાશ થયો છે કે લાંચલેવાના કેસમાં ગુજરાત સમગ્ર દેશમાં ત્રીજાનંબરે આવે છે.રાજ્યમાં 2017ના વર્ષમાં લાંચ લેવાના કેસોની સંખ્યા 148 હતીતે વધીને 2018માં 332 થઇ હતી. 2019માં કેસનો આંકડો 255 થયો હતો. પરંતુ કોરોના સંક્રમણના કારણે 2020માં આ કેસ ઘટીને 198થઇ ગયા હતા. હવે 2021માં સંક્રમણનું પ્રમાણ ઘટતાં ફરીકેસોમાં વધારો થઇ રહ્યો છે. કોરોના પછીના વર્ષમાં લાંચ લેવામા એન્ટીકરપ્શન બ્યુરોના છટકામાં રોજના બે કેસ પકડાઇ રહ્યાં છે. એન્ટી કરપ્શન બ્યુરો (એસીબી) એ ભ્રષ્ટાચાર અટકાવવામાટેનું સરકારનું સૌથી મોટું હથિયાર છે. છેલ્લા પાંચ વર્ષમાં એસીબી એ રાજ્યભરમાં 1500થી વધુ છટકાં ગોઠવીને લાંચિયા અધિકારી તેમજ કર્મચારીઓને પકડ્યા હતા. પરંતુ, કરમની કઠણાઇ એવી છે કે 400 કેસમાં કર્મચારીઓ છટકી ગયા છે.

લાંચ લેવી એ ગુનો છે તેવા સાઇનબોર્ડ સરકારી તમામ કચેરીઓ મા લગાવવામાં આવ્યા છે.. પરંતુ લાંચિયા કર્મચારીઓહજી પણ લાંચ લેવાનું છોડતા નથી. ગુજરાત સરકારના 26 વિભાગો પૈકી ટોપ ફાઇવ એવાવિભાગો છે કે જ્યાં લાંચ લેવાનું દૂષણ સૌથી વધુ જોવા મળે છે. આ વિભાગોમાં ટોચક્રમે શહેરી વિકાસ વિભાગ આવે છે,ત્યારબાદ મહેસૂલ, પંચાયત, ગૃહ અને શિક્ષણ વિભાગનો સમાવેશ થાય છે. 2021ના વર્ષમાં એક ચોંકાવનારી બાબત એવી સામે આવી છે કે લાંચના છટકાના કુલ કેસોમાં સૌથી વધુ યુવાન કર્મચારીઓ કે જેમની નોકરીને એક થી પાંચ વર્ષનો સમયથયો છે તેઓ પકડાયા છે.
Published by:Margi Pandya
First published:

Tags: DGP Ashish Bhatia, Power Corridor, Shivanand Jha, કોંગ્રેસ, ગુજરાત, ધારાસભ્ય

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन
विज्ञापन