Home /News /madhya-gujarat /Ahmedabad news: પુરુષોને પણ શરમાવે એવું બે મહિલાઓનું કારસ્તાન, dg વિજિલન્સે રંગેહાથે પકડી
Ahmedabad news: પુરુષોને પણ શરમાવે એવું બે મહિલાઓનું કારસ્તાન, dg વિજિલન્સે રંગેહાથે પકડી
પકડાયેલા આરોપીઓની તસવીર
Ahmedabad crime news: dg વિજિલન્સ (dg vigilance) રાજ્યમાં કોઈ પણ જગ્યા કાર્યવાહી કરી શકે છે એવામાં વધુ એક કેસ તેમના દ્વારા કરવામાં આવ્યા છે અને જેમાં આ વખતે આણંદ રૂરલ પોલીસ સ્ટેશન (anand rural police station) વિસ્તારમાં આ કેસ કરવામાં આવ્યો છે.
અમદાવાદઃ Dg વિજિલન્સ દ્વારા અવાર નવાર રાજયમાં (Gujarat) અલગ અલગ જગ્યાએથી દારૂ, જુગાર (liquor and gambling) સહિત અલગ અલગ કેસ કરવામાં આવે છે અને જેમાં અનેક આરોપીઓની (accused arrested) ધરપકડ પણ કરવામાં આવે છે. dg વિજિલન્સ (dg vigilance) રાજ્યમાં કોઈ પણ જગ્યા કાર્યવાહી કરી શકે છે એવામાં વધુ એક કેસ તેમના દ્વારા કરવામાં આવ્યા છે અને જેમાં આ વખતે આણંદ રૂરલ પોલીસ સ્ટેશન (anand rural police station) વિસ્તારમાં આ કેસ કરવામાં આવ્યો છે.
મહત્વનું છે કે dg વિજિલન્સ દ્વારા જુગારનો કેસ કરવામાં આવ્યો છે અને 4 પુરુષોની ધરપકડ પણ કરવામાં આવી છે. નોંધનીય છે કે 4 પુરુષોની સાથે ત્યાંથી 2 મહિલાઓની પણ અટકાયત કરવામાં આવી છે અને જે પણ જુગારને કેસ સમય ત્યાં હોવાનું સામે આવ્યું છે અને જેમને નોટિસ આપવામાં આવી છે. મહત્વ નું છે કે તપાસમાં સામે આવ્યું છે કે આ બન્ને મહિલાઓ જુગાર ધામ ચલાવતી હતી.
મળતી માહિતી પ્રમાણે dg વિજિલન્સની ટીમને માહિતી મળી હતી કે આણંદ જિલ્લાના ગ્રામ્ય પોલીસ સ્ટેશન વિસ્તારમાં જુગાર ચાલી રહ્યો છે અને નવાઈની વાત તો યે છે કે આ જુગાર બોરીયાવી ગામમાં આવેલ phc સેન્ટરમાં જાહેરમાં જુગાર ચાલી રહ્યો હતો.
જેથી dg વિજિલન્સ દ્વારા તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવી છે.પોલીસે જગ્યા પર થી 24880 રૂપિયા કેસ,6 મોબાઈલ સહિત 52 હજારથી વધુનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યા છે. dg વિજિલન્સ દ્વારા તમામ આરોપીઓ સામે ગેમ્બલિંગ એક્ટ 12(a) મુજબનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
અને કાયદેસર ની કાર્યવાહી કરવામાં આવી છે. dg વિજિલન્સ દ્વારા તમામ આરોપીઓને પકડી સ્થાનિક પોલીસને સોંપી દેવામાં આવ્યો છે અને આગળની કાર્યવાહી સ્થાનિક પોલીસ દ્વારા કરવામાં આવશે.